બીજે દિવસે સવારે સૌથી પહેલા દાદા તૈયાર થઈને ફળિયામાં બેઠાં હોય. ગામની સહકારી બેંક કાં તો ગલ્લે જઈને પાંચ-પાંચની નોટોનું બંડલ તૈયાર કરીને દાદા હિંચકો ઉતારીને બેઠાં હોય. હાથ હવે ધ્રૂજતો હોય અને રેઝર જૂનું હોય. સવારમાં અંધારામાં દાઢી કરી હોવાથી જડબાની પાછળ સહેજ રહી ગયું હોય. ટોપાઝની બ્લેડથી સહેજ લોહીની ટશ ફૂટી નીકળી હોય,… Continue reading દિલવાલી દિવાળી (5/5)