દિલવાલી દિવાળી (4/5)

સાંજ નમતી જાય અને રાત્રિમાં પરિણમતી જાય. ગામડાઓમાં તારાઓ વહેલા હાજર થઇ જાય છે, ફળિયેથી સીધા જ દર્શન આપે. છોકરાઓ ટીલડીઓ ફોડીને અને ગેરકાયદેસર એકાદ-બે સૂતળી બોમ્બ ફોડીને પાછા ઘરે આવે. આ ત્રણ પેઢીઓમાં વચ્ચેની પેઢી બહુ ફાંકા-ફોજદારી કરે. દાદાની ઉંમર હવે એ બધું કરવામાંથી ગુજરી ગઈ અને ઉગી રહેલી પેઢી શારીરિક નબળી છે. આ… Continue reading દિલવાલી દિવાળી (4/5)

દિલવાલી દિવાળી (2/5)

….. અંતે, વહુ અને પાંત્રીસી વટાવી ચૂકેલો દીકરો ‘વ્યાજ’ સાથે ડેલે આવી રહે. જો કાર લઈને આવ્યા હોય તો નાનાં નાનાં, અરધા નાગાપૂગાં છોકરાઓની ઠઠ જામી પડે અને કારની પાછળ દોડે, ચિત્ર દોરવા અને સુવિચારો લખવા માટે એને ધૂળ ભરેલા કાચ મળી રહે. માવતરને પગે પડે અને ધમાચકડી શરુ થાય. દિવસ આખો નવા કપડાં પહેરીને… Continue reading દિલવાલી દિવાળી (2/5)

દિલવાલી દિવાળી (1/5)

છમાસિક પરીક્ષા પતે એટલે સૌરાષ્ટ્રની ટિકિટ લેવાઈ ચૂકી હોય. જેમણે નવી-નવી કાર લીધી હોય તેઓ પણ પોતાની પ્રગતિ વિષે ગામના મંદિરના માતાજીને જણાવવા સહકુટુંબ કારમાં નીકળવાના હોય. મોટી ગાડીઓ ’ને એની ડિકીઓમાં કાચી-પાકી ફાંકી પાંત્રીના માવા. ઘરે થેલા પેક થવા માંડ્યા હોય. સૌરાષ્ટ્ર સિવાયના પડોશીઓ સામે ચાલીને કહેવા આવે કે, ‘તમને દિવાળીમાં અમારી ભેગું નથી… Continue reading દિલવાલી દિવાળી (1/5)

આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

શુક્લ પક્ષનો શાંત દરિયો છે. સૂર્યના કિરણોની ચમક સમુદ્રની સપાટી પર વિદાયના રંગ જમાવી રહી છે. કલ્પિત સરહદ, નામે ક્ષિતિજ, સંધ્યાના રંગોમાં ભભકી રહી છે. ચાંદની છવાય તે પૂર્વે જ શુક્લ પક્ષ સૂર્યનો અભાવ સૂચવતી એક ઝાંખપ પોતાની મુદત સાચવી લે છે. કોતર સાથેનો અથડાતો દરિયો જાણે પ્રેમિકાની તરસ ઝંખતો પ્રેમી. ભીના છિદ્રાળ પથ્થરોની કુદરતી… Continue reading આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

દિવાળી : રંગોળી : પૂરણપોળી

લગભગ સાંજના દસેક વાગ્યે શેરીની બધી બહેનો પોતાના ઘરની આસપાસની ધૂળ સાફ કરવાની શરુ કરે. ઘરની આગળનો ચોતરો સાફ કરીને તેના પર પાણી છાંટે. પાનનાં ગલ્લે ઉભેલો ઘરનો મુરબ્બી શ્રી મસાલો ચોળતો-ચોળતો ઘરની આગળ મૂકેલી ગાડી ખસેડીને તેની ઉભી ઘોડી ચડાવે અને તેના પર બેસે. પત્ની તરફ તે હસીને જુએ. શેરીમાં રમતા કોઈ નાના ટેણીયાને… Continue reading દિવાળી : રંગોળી : પૂરણપોળી

કૉલેજ શું આપે છે ? – આત્મવિશ્વાસ.

(કૉલેજ કરીને મને શું મળ્યું? આજનો દિવસ અને અત્યાર સુધીની છોટી-સી પ્રગતિ.) કૉલેજ જીવન શું આપે છે ? તમે કૉલેજમાં શા માટે આવ્યા ? તમે શા માટે આ સ્ટ્રીમલાઈન પસંદ કરી ? આ પ્રશ્નોનો આજ સુધી કોઈ જવાબ આપી શક્યું નથી. આ પ્રશ્નના જવાબમાં કોઈ કહે કે, જ્ઞાન લેવા તો કોઈ કહે કે નોકરી-ધંધા માટે… Continue reading કૉલેજ શું આપે છે ? – આત્મવિશ્વાસ.

સુરતના ‘અમીરી’ ખમણની ‘અમીરી’ વાત !

કેટલીક વાતો રેકર્ડ કરીને ફરી-ફરી સાંભળવાની મજા હોય છે. સંઘર્ષની વાતો સાંભળવાની મજા અનેરી હોય છે. સામાન્ય વ્યક્તિઓના સંઘર્ષની મોજની મહેફિલોમાં બેસવાની અને શ્રોતા તરીકે વાતો સાંભળવાની પળો ખૂબસૂરત હોય છે. એમાંની કેટલીક વાત સુરત અને સૌરાષ્ટ્રની ભાગીદારી વિશેની ! “મોટા બાપુજી સોળ વર્ષે સુરતમાં હિરા ઘસવા આવેલા. ઘર હોય નહિ, એટલે શેઠના કારખાને સૂઈ… Continue reading સુરતના ‘અમીરી’ ખમણની ‘અમીરી’ વાત !

ડિયર ફાલુ !

  ૭ માર્ચ, ૨૦૧૬ના દિવસે રૂપિયો-શ્રીફળ અપાયાં પછી ફાલુને મેં સૌથી પહેલો વોટ્સએપ પર મેસેજ કરેલો. “When u r getting hooked with a writer, the best thing is ur anger on him will not stay for long…he will find different ways to make u smile every day n night. He is the writer n you… Continue reading ડિયર ફાલુ !

દાદાને ટપાલ : कुछ बिखरे पन्ने, कुछ पुरानी यादें |

એક દિવસ ટાઈમપાસ કરવા માટે જૂની યાદોનો પિટારો ખોલીને બેઠો. લોખંડના કબાટનું સિક્રેટ ખાનું ખોલ્યું. થોડું કાટ ખાઈ ગયેલું હોવાથી વધુ મહેનત કરાવી. મમ્મીની મનાઈ હોવા છતાં રૂમનું બારણું બંધ કરીને ખાંખા-ખોળા કરવાનું શરુ કર્યું. ખૂણામાં પડેલી એક ફાટી ગયેલી પોટલીની બહાર અમુક સિક્કાઓ પડેલા હતા. એ સિક્કાઓ જોઇને પોટલી ખોલવાનું મન થયું. એ રેશમી… Continue reading દાદાને ટપાલ : कुछ बिखरे पन्ने, कुछ पुरानी यादें |

હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

જયારે દ્વારકાનો રાજકોષ સમાપ્ત થઇ જશે અને યાદવોને આજ નહિ તો કાલે મથુરાથી ખરાબ જીવન વિતાવવું પડે, તો પછી ઉત્સવ મનાવવામાં તકલીફ કેમ અનુભવું? પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલા ધનનો ઉપયોગ પોતાની આંખો સામે જ કેમ ન કરું? બસ, આ વાત વિચારીને જ હું આવનારી શરદપૂર્ણિમા પર દ્વારકામાં ઉત્સવ રાખવાનું નક્કી કર્યું. મેં આ વખતે ‘મહારાસ’… Continue reading હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’