દિલવાલી દિવાળી (5/5)

બીજે દિવસે સવારે સૌથી પહેલા દાદા તૈયાર થઈને ફળિયામાં બેઠાં હોય. ગામની સહકારી બેંક કાં તો ગલ્લે જઈને પાંચ-પાંચની નોટોનું બંડલ તૈયાર કરીને દાદા હિંચકો ઉતારીને બેઠાં હોય. હાથ હવે ધ્રૂજતો હોય અને રેઝર જૂનું હોય. સવારમાં અંધારામાં દાઢી કરી હોવાથી જડબાની પાછળ સહેજ રહી ગયું હોય. ટોપાઝની બ્લેડથી સહેજ લોહીની ટશ ફૂટી નીકળી હોય,… Continue reading દિલવાલી દિવાળી (5/5)

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !

ચુલબુલી ચંદન ચકોરી, કાચના શો-કેસમાં કેટલીક કલાત્મક મૂર્તિઓમાંથી કોઈ એક પસંદ કરવાની આવી ત્યારે તું મારો પ્રથમ અને અંતિમ વિકલ્પ બની. રૂપનગરોમાંથી ભેગા કરેલા અનેકવિધ સેન્ટમાંથી તારા સેન્ટની ખુશ્બૂ પસંદ પડી. સપનાઓ કેફેઓની બહાર ઝૂલતી કોફીની સુગંધ જેવા હોય છે. અમીરને ઘેર દુર્લભ મિરાત ઝંખતું લૂખુંપાખું માફિક જ ! રાતના ધુમ્મસમાં નિઓન અક્ષરે ‘આઈ લવ… Continue reading હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !

ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

  મધ્યમ કદ-કાઠી ધરાવતો મીઠી સાકાર જેવો એ પારસી. પીળી કિનારી ધરાવતી સફેદ ટોપી, પૈસા મૂકવા માટે પેટ પાસે ખિસ્સું બનેલ હોય તેવું બનિયાન અને સહેજ તંગ સુતરાઉ લેંઘો. કરચલી પડી ગયેલ ચામડી અને બે-તાળાના જાડા કાચમાંથી સતત ચકળ-વકળ થતી આંખો. નાક પર ટેકાયેલ ચશ્માની ફ્રેમ પર વીંટાયેલો દોરો અને ગળામાં લટકતી રહેતી એક રુદ્રાક્ષની… Continue reading ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)