દિલવાલી દિવાળી (5/5)

બીજે દિવસે સવારે સૌથી પહેલા દાદા તૈયાર થઈને ફળિયામાં બેઠાં હોય. ગામની સહકારી બેંક કાં તો ગલ્લે જઈને પાંચ-પાંચની નોટોનું બંડલ તૈયાર કરીને દાદા હિંચકો ઉતારીને બેઠાં હોય. હાથ હવે ધ્રૂજતો હોય અને રેઝર જૂનું હોય. સવારમાં અંધારામાં દાઢી કરી હોવાથી જડબાની પાછળ સહેજ રહી ગયું હોય. ટોપાઝની બ્લેડથી સહેજ લોહીની ટશ ફૂટી નીકળી હોય,… Continue reading દિલવાલી દિવાળી (5/5)

દિલવાલી દિવાળી (4/5)

સાંજ નમતી જાય અને રાત્રિમાં પરિણમતી જાય. ગામડાઓમાં તારાઓ વહેલા હાજર થઇ જાય છે, ફળિયેથી સીધા જ દર્શન આપે. છોકરાઓ ટીલડીઓ ફોડીને અને ગેરકાયદેસર એકાદ-બે સૂતળી બોમ્બ ફોડીને પાછા ઘરે આવે. આ ત્રણ પેઢીઓમાં વચ્ચેની પેઢી બહુ ફાંકા-ફોજદારી કરે. દાદાની ઉંમર હવે એ બધું કરવામાંથી ગુજરી ગઈ અને ઉગી રહેલી પેઢી શારીરિક નબળી છે. આ… Continue reading દિલવાલી દિવાળી (4/5)

દિલવાલી દિવાળી (2/5)

….. અંતે, વહુ અને પાંત્રીસી વટાવી ચૂકેલો દીકરો ‘વ્યાજ’ સાથે ડેલે આવી રહે. જો કાર લઈને આવ્યા હોય તો નાનાં નાનાં, અરધા નાગાપૂગાં છોકરાઓની ઠઠ જામી પડે અને કારની પાછળ દોડે, ચિત્ર દોરવા અને સુવિચારો લખવા માટે એને ધૂળ ભરેલા કાચ મળી રહે. માવતરને પગે પડે અને ધમાચકડી શરુ થાય. દિવસ આખો નવા કપડાં પહેરીને… Continue reading દિલવાલી દિવાળી (2/5)

દિલવાલી દિવાળી (1/5)

છમાસિક પરીક્ષા પતે એટલે સૌરાષ્ટ્રની ટિકિટ લેવાઈ ચૂકી હોય. જેમણે નવી-નવી કાર લીધી હોય તેઓ પણ પોતાની પ્રગતિ વિષે ગામના મંદિરના માતાજીને જણાવવા સહકુટુંબ કારમાં નીકળવાના હોય. મોટી ગાડીઓ ’ને એની ડિકીઓમાં કાચી-પાકી ફાંકી પાંત્રીના માવા. ઘરે થેલા પેક થવા માંડ્યા હોય. સૌરાષ્ટ્ર સિવાયના પડોશીઓ સામે ચાલીને કહેવા આવે કે, ‘તમને દિવાળીમાં અમારી ભેગું નથી… Continue reading દિલવાલી દિવાળી (1/5)