જિંદગીમાં એક પણ દિવસ અસંતોષથી ન જીવો!

જિંદગીમાં એક પણ દિવસ અસંતોષથી ન જીવો!

અનુભવોનો અને પ્રસંગોના ખજાનાથી જ સજાવેલી લાઈફ સાચવવી મને ગમે છે.

વર્ષ, 2015.

લાઈફ ઇવેન્ટ એટલે, કેમ્પસમાં પ્લેસમેન્ટ થયા વિના કોલેજમાંથી કોઈ વ્યક્તિને સારી અને મિકેનીકલ એન્જિનિઅરને રીલેટેડ જ જોબ મળી હોય એવો હું પોતે. હાલમાં સચિન જી.આઈ.ડી.સીમાં Bilfinger Neo Sructo Pvt Ltd નામની કંપનીમાં ‘પહલા પ્યાર, મિકેનીકલ એન્જીનિયરીંગ’ કરીને જોડાયો છું. દિવસે-દિવસે રસ પડતો જાય છે, વધતો જાય છે. મુદ્દની વાત એ કે દરેક ‘સર..સાહેબ..!’ કહીને બોલાવે. પહેલા દિવસે સિનીયર એન્જીનીયરએ મને કહ્યું કે, ‘આજે આખો દિવસ પ્લાન્ટમાં જો, ફર, શીખ, સમજ અને થિઅરી બેઝ્ડ નોલેજ સાથે કમ્પેર કરતો જા.’ બીજા દિવસે એક જોબમાં સુપરવિઝનનું કામ સોંપ્યું. અખા પ્લાન્ટમાં લગભગ ૩૦૦-૩૫૦ લોકો કામ કરે અને માત્ર ફિલ્મોમાં જયેલું બધું અહી નજર સમક્ષ તરતું હતું. પરંતુ, વાત મુદ્દાની કરું તો…

પહેલા દિવસે જ એક કાકાને જોયેલા. એકદમ ઝડપી ગણતરીઓ અને એકદમ ચપળ. આ ઉંમરે પણ કેટલીયે વખત ઉભા થાય અને ૧૨ કલાક સતત કામ કરે. હું ૨-૩ દિવસથી તેમને નિહાળતો હતો. પરોક્ષ રીતે થોડી આળસ તો એ કાકાને જોઈને જ દુર થઇ જતી હતી. પોતાનું સમજીને જ બધું કામ કરે. આજે મન થયું કે, ચાલો આજે તેમની સાથે વાતો કરીએ અને પરિચય કેળવીએ. સવારમાં જ તેમની પાસે ગયો અને હું બોલું કંઈ એ પહેલા જ એ બોલ્યા, ‘સલામ સાહેબ..! કૈસે હૈ?’ હું બોલ્યો, ‘બહોત અચ્છે… આપ કૈસે હૈ?’ ‘બઢિયા હૈ હમ તો..!’ એ બોલ્યા. એ સમયે જ નક્કી કર્યું, કાકા સાથે આજે રહેવાનું થાય છે.
લંચ બ્રેક સુધી બધી વાતો કરી. એમના દીકરાએ મથુરામાંથી મિકેનીકલ એન્જીનીઅરીંગ પૂરું કર્યું. ગુડગાંવ મારુતિ સુઝુકીમાં એપ્રેન્ટીસ તરીકે આ વર્ષે કામ પર લાગ્યો. એ પોતે બિહારના છે. વર્ષોથી અહી સુરતમાં અલગ-અલગ કંપનીઓના પ્લાન્ટમાં કામ કરે છે. બપોરનો સમય થયો. ૧૨:૩૦ એ લંચના સમયે એક વર્કર આવીને બોલ્યો, ‘સાહેબ..! વહાં પે સભી ઈન્જીનિયર લોગન અપના ખાના ખાવત હૈ..! આપ ભી વહાં પે ચલે જાઈએ..!’ મેં કહ્યું, ‘આજ હમકો આપકે સાથ અપના લંચ લેના હૈ..!’ ત્યાં કાકા આવ્યા અને મેં બધાને બોલાવ્યા. એમની જોડે વાતો કરી અને આજથી આખા ગ્રુપ એ સાથે જમવાનું કહ્યું. કાકાના ટીફીનમાંથી મેં થોડું લીધું, એમણે મારામાંથી. કાકાએ કહ્યું, ‘હમ તો ખુદઈ હી અપના ખાના બનતે હૈ. આપકો શાયદ પસંદ આયે, ના ભી આયે..!’ હું કઈ બોલ્યો નહિ. બસ, મેં રોટલીનો ટુકડો એમના શાકના ડબ્બામાં મુકીને તેને મોમાં મુક્યો. એ કાકાના ચહેરા પર પ્રસન્નતા હતી. એ મને ઘણું યાદ અપાવી ગઈ.

જોબના પહેલા દિવસે બન્યું એવું કે,
મેં પપ્પાને આવીને કહ્યું કે, ‘પપ્પા, કામ બહુ કરવું પડે. ૮-૧૦ કલાક ઉભું રહેવાનું. થાકી જવાય.’
પપ્પા કંઈ જ બોલ્યા નહિ. થોડીવારના સાઈલન્સ પછી બોલ્યા, ‘જિંદગીમાં એક દિવસ પણ ક્યારેક અસંતોષથી ન જીવવો. જે મળ્યું છે એમાં આનંદથી મોજ કરતા કરતા જીવો.’ આ વાત મને અચાનક એ કાકાના ચહેરા પરથી યાદ આવી અને હું અંદરથી ઘણો ખુશ થયો. કારણ કે આ હવા હવે ગમવા લાગી હતી. ત્યાં જ કાકા બોલ્યા, ‘મૈ મગદલ્લા પોર્ટ પે ૨૮-૩૦ હઝાર કી નૌકરી કરતા થા. શાયદ આપ યકીન ના કરે ઇસ બાત પે. લેકિન વહાં પે કામ નહિ મિલતા થા ઇસી લિયે અબ યહાં પે ૧૨ હઝાર કી નૌકરી બીના કિસી ગમ કે કરતા હું.’ બસ, વાત ગમી ગઈ કાકાની. આટલા ઓછા પગારમાં નીચે ઉતરીને પણ આટલી પ્રમાણિકતાથી કામ કરવું એ સામાન્ય વ્યક્તિ માટેની વાત નથી જ.

બસ, ‘જિંદગીમાં એક પણ દિવસ અસંતોષથી ન જીવો.’ આ વાક્ય સીધું જ દિલમાં કોતરીને ડબ્બામાં મૂકી દેવું.

related posts

Only Thala, Jersey no. 7!

Only Thala, Jersey no. 7!

“મિર્ઝા ગાલિબ”

“મિર્ઝા ગાલિબ”