વિ આર સુપર મારિયો!

વિ આર સુપર મારિયો!

દુનિયામાં કામની બાબતમાં માણસોની કેટેગરી કઈંક આવી છે.
૧) જે કામો પૂરા કરે છે.
૨) જે કામો પૂરા કર્યાનો દાવો કરે છે.
ફર્સ્ટ ગ્રુપમાં ભીડ હંમેશા ઓછી જ હોય છે.
~ માર્ક ટ્વેઈન

આપણે કઈ ભીડમાં છીએ?
જો દરેક ઘટનાઓને સુગરકોટેડ દર્શાવવાનો કીડો સળવળ થતો હશે તો તમે એવી ભીડમાં છો કે ત્યાંથી નીકળી નહીં શકાય.

મન એ ચતુર છે અને અત્યંત આળસુ છે. શ્રમ હશે ત્યાં હંમેશા તમને એ ના જ કહેશે. ના, બિલકુલ નહીં. આ કમ્ફર્ટ ઝૉન તરીકે બિલકુલ જોઈ શકાય નહીં.

આ છે, આગની એબસન્સ. જ્યાં સુધી અનબિલિવેબલ ઍચિવમેન્ટ્સના સપનાઓ ન આવે ત્યાં સુધી એક સ્ટેપ આગળ નથી વધી શકાતું. ઇટ્સ જસ્ટ લાઈક ધી સ્ટેજીઝ ઑફ ગૅમ.

એક સ્ટેજ આગળ વધીએ એટલે બીજું સ્ટેજ અનલોક થાય. આ વખતે માનસિક સ્થિતિ કેવી હોય? શરૂઆતમાં ખૂબ બધા કોઇન્સ/પોઇન્ટ્સ કલેક્ટ કરવાની લાલચ હોય. પછી, કોઇન્સને બદલે ટાઈમ લિમિટ્સમાં સ્ટેજ પસાર કરવા માટે સ્કિલ ડેવલપ થાય. થર્ડ સ્ટેપમાં કોઇન્સ, ટાઈમ ને લાઈફ – આ ત્રણેયને સાચવીને લાસ્ટ સ્ટેજમાં જીતવાનું હોય.

યાર, વિ આર મારિયો.
બહુ નાનપણમાં જીતવાનું શીખી ગયેલા. પછી એ ક્યાં ભૂલાઈ ગયું? સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે સિક્સ ભલે નહોતી મારી, પણ કોઈકનો કાચ તોડ્યાનું તો યાદ જ હશે! તો અત્યારે અઘરી પરિસ્થિતિને તોડી આગળ વધવાનું કેમ નથી વિચારતા? બ્લૉક પઝલમાં તો દીવાલો તોડી હતી, હવે મેન્ટલ બ્લૉક્સ નથી તૂટી રહ્યા. ઉત્તરાયણ પછી દોરીના છેડે પથ્થર બાંધીને લૂડી રમી લેતા હતા, હવે લાઈફના એ જ સ્ટૉન્સ સામે વિવશ થઈએ છીએ.

ગજબ છે ને!

ઉંમર થઈ. મોટા થયા. વિકસવાને બદલે સંકુચિત બનવા માંડ્યા. નૅરો માઇન્ડેડ પીપલ. બિલકુલ વેસ્ટ. નવું વિચારી ન શકે કે સ્ટીરિયોટાઇપ્સને તોડી ન શકે. અંતે, દરેક વાતમાં એક્સ્ક્યુઝ વધવા માંડે. દરેક જવાબદારીઓથી ભાગવા માંડે. સતત મનને પણ ઉલ્લુ બનાવ્યા કરે. મન તો ઉલ્લુ જ છે, આળસુ છે, બિલકુલ ચર્કટ છે. કારણ કે, ચળકાટ મારતા ખજાનાને કાટ જામી ગયો છે. બહુ મજબૂતાઈથી!

અંતે, બીજા પ્રકારના ગ્રુપમાં સંખ્યા વધતી જાય. સ્કિલ પોર્ટફોલિયો મોટો કરવાને બદલે નૅરો ડાઉન થતો જાય. એક વખતે જે લખોટીને પાંચ ફૂટ દૂરથી કળી જતો હતો એ ડિસિઝન લેવામાં કાચો પડે, લઈ જ ન શકે. જે એક દિવસે રોડ પરથી રબરની રીંગો અને માચીસ બૉક્સ વીણી શકતો હતો તેને નમવું એ વિવેકને બદલે શરમ લગાડે.

એક વાર કેસેટ રિવાઇન્ડ કરી લઈએ. અમુક ઉંમરે કરેલ અનબિલિવેબલ બાબતો આજે તાકાત આપશે, જુસ્સો આપશે અને ખાસ તો મનને મારીને, મનાવીને, સમજાવીને કાયર બનતા અટકાવશે.

ખરું છે ને!
આપણે ફર્સ્ટ ગ્રુપમાં રહેવું છે કે સેકન્ડ?

related posts

#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

વાત થાય છે ‘જૂની’ માત્ર ‘નવી’ બનવા માટે જ !

વાત થાય છે ‘જૂની’ માત્ર ‘નવી’ બનવા માટે જ !