એક પથ્થર તોડવા હજાર ઘા મારવા પડે, તો બસ મારો. એ તૂટશે!

એક પથ્થર તોડવા હજાર ઘા મારવા પડે, તો બસ મારો. એ તૂટશે!

ક્યારેક હું સહેજ પાછું વળીને જોઉં તો અનેક અધકચરી રાતો, અનેક પ્રશ્નો, બનતા અને બગડતા પ્લાનિંગ, એક્સ્ટ્રિમ ટોલરન્સ, હાંફ અને બસ મહેનત દેખાય છે.

આજે પણ આ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો નથી થયો. પણ, આજે હું એકલો નથી. જીતની ખુશી વહેંચવા માટે એક નાની ટીમ છે અને તકલીફમાં હિંમત બની રહે તેના માટે હું ઊભો છું. મને હંમેશા એવું લાગ્યું છે કે, ‘બધુ થઈ જશે.’

ઘણીવાર ખૂબ ઉતાવળ હોય છે. આપણને દરેકને! ત્યારે પણ, એક જ એટીટયૂડ હોય છે, થઈ જશે. મહિનો પૂરો થાય ત્યારે રીતસરનું હાંફી જવાય. સાત તારીખ આવે અને સેલરી કરવાની હોય ત્યારે એવું લાગે કે કેમ થશે? પણ કોઈ ને કોઈ છ તારીખે સાંજ સુધીમાં એકાઉન્ટ ભરી દે અને મારી જુબાન અને સિદ્ધાંત, બંનેને સાચવી લે.

એક વસ્તુ હંમેશા મેં માની છે કે, એક લીડર પર ગમે તેટલું પ્રેશર હોય તે સહન કરી શકવો જોઈએ. તેના ફ્રસ્ટ્રેશન કે પરિસ્થિતિના છાંટા સાથે કામ કરતા સાથીઓ પર ન પડવા જોઈએ. એ વાતને આજે હું રીતસર વળગી રહ્યો છું. ધંધો કરવો એ થ્રિલ છે, અને મારા ઘણા ક્લાયન્ટ એવું કહે કે, તમારો ધંધો બહુ અઘરો છે. કન્ટેન્ટ કે ક્રિએટિવિટીની કદર તો એક બાજુ રહી, પણ તેને સમજનારા વ્યક્તિઓ પણ નથી. એ સમયે તમે શબ્દો વેચીને પૈસા કમાવાનું સપનું જુઓ છો. કેમનું પૂરું થાય?

પણ, જુઓ. ચાલે છે. બહુ સારી રીતે ચાલે છે. મને મારું કામ ગમે છે, તેનો સંતોષ મને સંપૂર્ણ છે.. અને તેને લીધે જ રાત્રે સરખી ઊંઘ આવે છે. આ ઊંઘ જાત પરના ભરોસાની છે, કેટલાંક જોયેલા સપનાઓની છે.

આપણે દરેક બહુ સામાન્ય છીએ. જાદુ કરતા નથી આવડતું કે નથી કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સન. મને એટલી ખબર પડે છે કે, એક પથ્થર તોડવા હજાર ઘા મારવા પડે, તો બસ મારો. એ તૂટશે ભાઈ. અહીં હજાર ઘા મારવા મહત્ત્વના નથી, એ છેલ્લા ઘા સુધી માનસિક ટેમ્પો જાળવી રાખવો જરૂરી છે.

આંત્રપ્રિનિયોરશિપ ઘણું શીખવે છે. ઑપોર્ચ્યુનિટી ખૂબ છે. માર્કેટની ડિમાન્ડ એક્સિલેન્સ કરતા વધુ ઓનેસ્ટીની છે, કોમર્શિયલ્સ આપોઆપ સેટ થઈ જશે.

related posts

Experience

Experience

લાઈફ ઈઝ જસ્ટ લાઈક કાર્ડિયોગ્રામ, યુ નો !

લાઈફ ઈઝ જસ્ટ લાઈક કાર્ડિયોગ્રામ, યુ નો !