પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

હેય ચેમ્પ,

        આજે તારો પહેલો દિવસ છે. તારી મમ્મી ખૂબ ખુશ છે. આજે સવારે પાંચ વાગ્યામાં મને ઊઠાડ્યો અને તારા મૌજૂદ હોવાની વાત કરી. તારી મમ્મી સાથે હવે તારો નવ મહિનાનો નાતો. મમ્મીને તારા આવવાની જાણ થઈ ત્યારે તે કેટલી બધી સ્વસ્થ હતી. આજ દિન સુધી જે ચિંતા હતી એ બધું જ આંસુમાં વહી ગયું. કદાચ, હવે તે ખરેખર ચિંતામુક્ત બની હતી. ઘણાં વખત સુધી માથું ઢાળીને એ સૂતી રહી. ઘણાં સમયે મેં તેને આજે ખૂબ શાંત જોઈ હતી. તેની કલ્પનામાં તું હોઈશ તેની મને ખાતરી હતી. અને, તારી મમ્મીની કલ્પનાના રંગોને હું બખૂબી જોઈ શકતો હતો.

તું શરીરે દીકરો હોય કે દીકરી – આ વિચાર અમને બંનેને આવ્યો જ નહીં. અમે તારી કલ્પના કરી, માત્ર એક સુંદર બાળક તરીકે. બસ, તારો આત્મા અમારા બંનેમાં પ્રવેશ્યો એ સાંભળીને જ ખુશીથી ઝૂમી ઊઠ્યા છીએ. મમ્મીમાં શરીરરૂપે અને મારામાં વિચારરૂપે.

        તારી કલ્પના માત્ર જ્યારે હતી ત્યારથી જ અમારો રોજ એક-એક દિવસ ગણતરીઓમાં જતો. તારા આવવાના સમાચાર ક્યારે મળશે તે વિચારીને અમે બંને વાતો કરતા. તારી મમ્મી ચિંતામાં પણ રહેતી.  પણ, આજના દિવસે આપણા ત્રણેયની ઇચ્છાઓને એક સ્ટાર્ટિંગ પોઈન્ટ મળ્યો છે. કદાચ, આ જ અમારા બંનેની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ પણ ખરો. અમે બંને હજુ તારા જેવા જ છીએ, હોં ને! એટલે ચિંતા ન કરીશ. આપણે હવે ત્રણ બાળકો થયા. કોણ કોને સાચવશે?

મેં તારી મમ્મીને તારા તરફથી કહ્યું છે કે, ‘મમ્મી, તું ટેન્શન ન લેતી હોં ને! હું તારા મસ્ત મજાના આશિયાનામાં આરામ કરીશ.’ ચાલ, તું પણ મજા કર. હું ઓફિસ જાઉં છું. સાંજે પછી નિરાંતે વાતો કરીશું.

See you!


જ્યારે પરિધિ વિશે પહેલી જ વખત સમાચાર મળ્યા ત્યારે તેને પહેલો લેટર લખેલો. એ પછી તો અનેક લેટર્સ મારી ડાયરીમાં લખેલા પડ્યા છે. વખત આવ્યે એક પછી એક મૂકીશ.

related posts

દોસ્તી : એક ઝરુખો, સમયનો…!

દોસ્તી : એક ઝરુખો, સમયનો…!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!