कहानी भी क्यूट बनती है!

कहानी भी क्यूट बनती है!

…. ઘોંઘાટ, અસ્તવ્યસ્ત, શોરબકોર અને રિઝર્વેશન ડબ્બામાં પણ ટ્રેન છૂટી જવાની હોય તેવી ઉતાવળ.
“B3… 54, 55 નંબર છે, આપણો. અરે, જલ્દી શોધને!”
“अरे, कैसे ढूंढे? हम भी तो आपै ही की तरह इन्सान है| हम पे खोपड़िया गर्म कर रहे हैं| जाइए, नहीं आते हम हनीमून-शनीमून|”
“અરે, સૉરી જાન! અરે, જો આ રહી, મળી ગઈ સીટ્સ. અરે …”
“अरे, जनाब यह हमारी सीट है| ऐवें ही बैठ गए, अपना समाज के, चलिए उठिए तनिक|”
“ભાઈ.. સાહેબ!”
“સમજી ગયો ભાઈ, મારી સીટ ઉપર છે. હું ત્યાં જ જાઉં છું.” હું બોલ્યો.

ઘણો બધો સામાન, કેટકેટલાં થેલા અને કૉન્સ્ટન્ટ ઘચર-પચર ચાલુ. ગુજરાતી फैमली|
“वैसे इस बारी ए.सी. में टिकट करवाई है| आजकल बड़े रोमेन्टिक-शोमेंटिक मूड में चल रहें हैं हमारे सैंयाजी| बीबीजी की खातिरदारी कर रहें हैं| हमका कुछ शक हो रहा हैं|”
એકદમ ખતરનાક અને ચપડ-ચપડ પૂરું જ ન થાય તેવી બાઈ અને પેલો ગુજરાતી ભાઈ. કનેક્શન આવું વિરુદ્ધ પ્રકારનું કેમ છે, એ નહોતું સમજાઈ રહ્યું. સમાન ગોઠવ્યો અને બંને બેઠાં. મેં ધ્યાન ન આપ્યું. લગભગ કલાક વીત્યો હશે અને પેન્ટ્રીનો કામદાર ઑર્ડર લેવા આવ્યો. તે બંને કશુંક ધીરે-ધીરે વાતો કરી રહ્યા હતાં અને એકબીજાનો હાથ પકડીને ટ્રીપના ફૂલઑન મૂડમાં દેખાતાં હતાં. ટ્રેન પણ થોડી ધીમી થઈ. તે બંને જરા આજુબાજુ જોવા લાગ્યાં. લાઈટ્સ સ્વિચ ઑન કરી અને બંનેના ચહેરા દેખાયાં. અચાનક શાંત વાતાવરણમાં,
“सुनो न, मुझे वो वाला सीन का फोटू खिंचवाना हैं| चलो न, प्लीज़…प्लीज़…|”
“પણ, જો તો ખરાં. બધાં જુવે છે. પછી રાત્રે બધા સૂતાં હશે અને ખાલી સ્ટેશન આવશે ત્યારે એ ફોટો પાડીશું.
“आप हमसे प्यार ही नहीं न करते| कितना बताया था मैंने अपनी सहेलियों को, कि जब भी मैं हनीमून पर जाउंगी यह फोटू जरूर से खिंचवाउंगी| मैंने शर्त भी लगाईं थी| डीडीएलजे में कितनी पब्लिक थी पता है| फिर भी राज ने हाथ पकडे रखा था… सिमरन का| और आप मुझे हराने पे तुले हुए है| अगर मैं जीतती हूँ तो आरती पार्टी देनेवाली थी| आप जरा भी हमारी परवाह…”
“આવી જા. હું કેમેરા લઈને બહાર આવું છું. ચાલ હવે… કોને આપીશું ફોટોગ્રાફ લેવા માટે?”
“इस ब्रधर को दे दो न| और आप चलो| वो निकाल लेंगे तस्वीर| आप बहोत ही ज्यादा मिमियाते है, बकरी की माफिक| चलो न बाबू…|”
ઉતાવળે, મને કેમેરા આપીને તેના હસબન્ડને ઢસડી ગઈ. હવે તે ટ્રેનની રાહ જોઈ રહી હતી. ટ્રેન ધીરે-ધીરે દોડવાની શરુ થાય એટલે તેનો ફોટો પાડવાનો. પણ, ધીરે રહીને લાઈટ થઈ કે ટ્રેનના ડબ્બાના દરવાજે રાજ ઊભો છે એ તેની સિમરનને તો ગમે તે ભોગે ખેંચી લેશે. પણ હું ફોટો ખેંચતો જ રહી જઈશ કે પછી મારે પણ સિમરન બનવું પડશે? બન્યું પણ એવું જ.
“खींचो…. खींचो… अरे यार, खिंचिए न आप| अबे, यार तू फोटू पे कोंसेंट्रेट करता रह भाई|”
આ છોકરીને જરા પણ શાંતિ નહોતી. સતત બોલવું અને ક્યારેક કશું ન બોલવું. કદાચ, આ જ સંબંધોની મૂક પરિભાષાની નૅગેટિવ ફિલ્મ હોતી હશે. જેવું છે તેવું જ વર્તવું અને વ્યવહાર કરવો તે દરેક લોકો નથી કરી શકતાં. જે છે જીભ પર, તે જ બોલવું જેથી માફી પણ દિલથી માંગી શકાય અને તેને મેળવી શકાય.
ખૈર, છેલ્લે હું પણ ડબ્બામાં પહોંચ્યો.
“थेंक यू, भैया|” મને કહ્યું.
“आपको मैं थेंक यू नहीं कहूँगी, क्योंकि पिक्चर तो भैया ने खिंची है| आप अभी मुझे चांदनी चोक लेकर जायेंगे| वहां पे मैं ढेर सारी शोपिंग करूंगी और बहोत सारा चाट खाऊँगी|”

હું આ કૉમ્પ્લેક્સ અને મીઠી મજાની સ્ટોરી વિષે પૂછું, તે પહેલાં જ હમઉમ્ર હસબન્ડ સમજી ગયો અને બોલ્યો.
“મેટ્રિમોનિયલમાં હું પેઈડ મેમ્બર હતો. વર્ષના દસેક હજાર જેટલા ભર્યા હતાં. શગુન લખનૌની છે. ત્યાં તે જોબ કરતી હતી. પરંતુ, તેનું સમગ્ર ફેમિલી આ જોબથી વિરુદ્ધ હતું. બલકે, તેમનું સહિયારું ઘર શગુનની સેલરીમાંથી જ ચાલતું હતું. અને, મારે કોઈ મિલકત નહોતી અને મૂળ વતન છોડીને હું અમદાવાદ આવી ગયો. ત્યારબાદ, ઘરનાં કોઈપણ મારા લગ્નમાં રસ નહોતાં લઈ રહ્યા. કારણ કે, હું અનાથ હતો અને મારા પિતાજી થોડા સમય પહેલા ધામ સિધાવ્યા. હવે, મારા મમ્મીને હું નાનપણથી પસંદ નહોતો એટલે જાતે જ સમજીને હું અહીં આવી પહોંચ્યો. છેવટે, કંપનીના કલીગ્સના ફોર્સથી મેં ભારત મેટ્રિમનીમાં પ્રોફાઈલ બનાવી. હું કદી ફૉલો કરતો નહીં. એક વખત જસ્ટ ફોન આવ્યો, ખુદ શગુનનો! પહેલી જ વખત વાત કરી. તેણે સીધી જ વાત કરી. મને પહેલા લાગ્યું કે, આ છોકરીઓ બહુ સારી ન હોય. પરંતુ, આમ પણ એકલો હતો અને કોઈ સાથે હોય તો ગમતું પણ હતું. દરરોજ અમે બંને એકબીજાને વાતો શેર કરવા લાગ્યા. શરૂઆતમાં બધું જૂઠ બોલ્યાં, પછી ધીરે-ધીરે સાચું બોલ્યાં.
સાચું બોલીએ છીએ એવું મને ત્યારે લાગ્યું જ્યારે અમે એકબીજાને પોતાની પર્સનલ વાતો શેર કરવા લાગ્યા, આ દરેક વાતોમાં અભાવ હતો. બધું જ પૂરું નહોતું. અધૂરું-અધૂરું હતું. અંતે, ભેગાં થઈને આ દરેક અભાવ પૂરાં કરી શકીશું એવું લાગ્યું અને એક દિવસ કૉર્ટ મેરિજ કરી લીધા. શગુને લખનૌ છોડ્યું અને અમદાવાદ સાથે આવી ગઈ. એક વર્ષ સુધી ઇકોનોમિક સેટલ થયાં અને હવે પહેલી મેરિજ એનિવર્સરીમાં હનીમૂન પર જઈ રહ્યા છીએ. તેમાં પણ બંનેની સોલ્જરી! હાફ-હાફ! શગુન આવી જ છે! મુંહફટ્ટ, એટલે જ મને હંમેશા એ ગમે છે.

મેં તો કદી કોઈ અપેક્ષા જ નહોતી રાખી, એટલે જ મારા જોડે કદી દગો નથી થયો. મને મારા મા-બાપની ખબર નહોતી, અનાથ હતો અને કોઈએ મને સાચવી લીધો. જેણે સાચવ્યો તેઓ મને પગભર કરીને ચાલ્યા ગયા. હવે જિંદગીમાં શગુન આવી, કોઈ જ આશા વિના! બહુ ધ્યાન રાખે છે દોસ્ત, એ!”
“थेंक यु, भैया! लेकिन अब बहोत बातें हो गई, अब मुझे अपने सैयां के साथ बातें करने देंगे? लड्डू, तनिक नजदीक नहीं आयेंगे क्या? माफ़ कर देना भैया|”
અમે બધાં ખૂબ હસ્યાં. અને, આ જ અધૂરી વાતને મમળાવવાની મજા દિલના દાઢમાં રહી ગઈ.

related posts

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

Who is ContentMan?

Who is ContentMan?