એ, મારા આત્માના પંખી, હવે તું ઊડી જા. કારણ કે, મારી જોડે સો કિલ્લાબંધ મિનાર છે. – રૂમી
ઇનર પીસ એ સબ્જેક્ટિવ ટ્રુથ ન હોઈ શકે, એ યુનિવર્સલ જ હશે! ઇન ફેક્ટ, હોય જ ને! પરંતુ, વ્યક્તિ તરીકે આ ઇનર પીસ ચોવીસ કલાકની કોઈ એક ઘડીમાં હોય છે ખરું?
મન પર સતત પડતા વિચારોમાં એક પણ સેકન્ડ, શાંતિની વીતતી હશે? રોબર્ટ ફ્રોસ્ટ કહે છે કે, અડધું વિશ્વ એવી રીતે રચાયેલું છે કે જેમાં તેને ઘણું કહેવું છે પણ તેઓ કહી નથી શકતા. બીજું અડધું વિશ્વ એવું છે કે તેમને કશું જ કહેવું નથી છતાં કહ્યા કરે છે.
કેટલીક વાર આંખોમાં ઝળઝળિયાં આવી જાય, કશુંક વિચારતા – તો એ ઇનર પીસ છે. ક્યારેક એમ જ રૂંવે રૂંવે જીવ આવે – તો એ ઇનર પીસ છે. વર્ષો પહેલા ખડખડાટ હસ્યા હોઈએ તેને યાદ કરીને જો ભીડમાં પણ સહેજ હસી જવાય એ ઇનર પીઆઈએસ છે. બહુ સમય પહેલા આપણે કોઈક એવી ક્ષણને અનેકગણી મહત્વની ગણીને કશોક નિર્ણય લીધો હશે, એ નિર્ણય લીધાની ક્ષણ ઇનર પીસ છે.
ધ ગ્રેટ – રાલ્ફ વાલ્ડો ઇમર્સન કહે કે, સાઠ સેકન્ડ તમે જો તમારી સ્થિરતા ગુમાવો છો તો તમારે બાકીની સાઠ મિનિટ તમારે એ જ વિચારોમાં વિતાવવી પડશે.
મારા ઘણા પ્રશ્નોની ખોજ મને દર વખતે કોઈને કોઈ પુસ્તક આપે છે. હા, ઘણી વખત એવી સ્થિતિઓ હોય છે ત્યાં તમે કશું રીએકટ ન કરી શકો. પણ, તમારે દર વખતે સાબિતી આપવી પડે. તે વખતે સાબિત કરવામાં જ છૂપો આનંદ હોય. પરંતુ, એક આનંદ મળતો હોય ત્યાં બીજા અનેક આનંદ લૂંટાઈ જતા હોય. ત્યારે, એવું લાગે કે બાથ ભરી લેવાનું વિચારીને રોજ સવારે પગમાં જોર ભરાય છે અને આવતીકાલે ફરી જોર લગાવીને બાથ ભીડી લઈશું તે વિચારીને સાંજ પડે છે, અને વળી કેમ ધાર્યું નથી થતું એ રાતના સપનાઓ બની જાય છે.
વૉલ્ટ વ્હીટમેન વાત કરે છે કે, ભવિષ્ય એ વર્તમાન કરતા વધુ અનસર્ટેઇન કદી ન હોઈ શકે. કારણ કે, આજે તમે જે કંઈ પણ કરો છો તે ભવિષ્યની અસ્તવ્યસ્તતાને સુધારવા માટે તો કરી રહ્યા છો.