સોફાની ધારે ડગડગ

ટ્યુબલાઈટની પાછળ સ્થિર પૂંછડી. એ ન હલે એટલે જ બહારના પેસેજનો ઝીરોનો લેમ્પ ચાલુ કરેલો. ફૂદીઓ તેના ફૂદાઓ પાસે ગઈ. તેની પાછળ માખાં ‘ને માખી. ચિત્ર-વિચિત્ર બણબણિયાં લેમ્પદેવતા ફરતે ગરબીએ ચડ્યાં. ગણગણાટ સાંભળીને તેણે ટ્યૂબલાઈટના પ્લગ સાથે જોડાયેલ ધૂળ ખાતા વાયરની પાછળથી સહેજ ડોકિયું કર્યું.

કદાચ ગરોળીએ છુપાઈને લ્યુસી જોઈ હશે અથવા તો સિક્રેટ વાંચી હશે. તો જ એ ફૂટ*ફૂટના ઓરડામાં સેમી*મિમિની ગરોળીએ જેવું ચાલવાનું શરુ કર્યું કે તરત નીચે પલાંઠી વળીને ભોજનનો આસ્વાદ લઇ રહેલ માનુનીઓને કરંટ આવે ને ! તેમની પલાંઠી વિખાઈને કોઈક ચાઇનીઝ ‘કુંગ ફૂ’ના દાવ જેવી થઇ ગઈ. ચમચી નામના હથિયારથી ‘શુશ…શુશ્શ..’ પ્રકારેણ મણિબંધમ…બહિર્મુખમ અને છેવટે ‘સોફે’-જા થયું. સોફાની ખાંડી ધારે ય ચાલવું અઘરું છે. મિષ્ટાન્નનો સમય હોય ત્યારે ગરોળી પણ પાછી કેવી રીતે જાય ? લબ-લબ લચકારા કરીને મેદાનમાં ઘૂસી ગઈ અને ગરબીએ ચડેલા કેટલાંયે માંખાની ઝપટ બોલાવીને પુષ્કળ માંખીને વિધવા બનાવી દીધી. ફૂદાં-ફૂદીના શરીર કુરકુરિયા હશે, તે છેક સામી દીવાલે ‘ચમચી’ લઈને ઉભેલા પત્ની      કદાચ ગરોળીએ છુપાઈને લ્યુસી જોઈ હશે અથવા તો સિક્રેટ વાંચી હશે. તો જ એ ફૂટ*ફૂટના ઓરડામાં સેમી*મિમિની ગરોળીએ જેવું ચાલવાનું શરુ કર્યું કે તરત નીચે પલાંઠી વળીને ભોજનનો આસ્વાદ લઇ રહેલ માનુનીને કરંટ આવે ને ! તેમની પલાંઠી વિખાઈને કોઈક ચાઇનીઝ ‘કુંગ ફૂ’ના દાવ જેવી થઇ ગઈ. ચમચી નામના હથિયારથી ‘શુશ…શુશ્શ..’ પ્રકારેણ મણિબંધમ…બહિર્મુખમ અને છેવટે ‘સોફે’-જા થયું. સોફાની ખાંડી ધારે ય ચાલવું અઘરું છે. મિષ્ટાન્નનો સમય હોય ત્યારે ગરોળી પણ પાછી કેવી રીતે જાય ? લબ-લબ લચકારા કરીને મેદાનમાં ઘૂસી ગઈ અને ગરબીએ ચડેલા કેટલાંયે માંખાની ઝપટ બોલાવીને પુષ્કળ માંખીને વિધવા બનાવી દીધી. ફૂદાં-ફૂદીના શરીર કુરકુરિયા હશે, તે છેક સામી દીવાલે ‘ચમચી’ લઈને ઉભેલ પત્નીના કાન સુધી સંભળાય ! ‘બાંધ ગઠરિયા બંધન કિ’ કરીને હિંમતથી કાબર-વિચિત્રી ગરોળીનો સામનો કરવાનું નક્કી કરે છે. સહેજ ઊંડો શ્વાસ લઈને નીચે પગ મૂકવા જાય કે તરત જ પેલી તુલસીના ક્યારામાં પડેલા પથ્થરના રંગની એ ચળકતી આંખે સામે જોઇને શ્વાસ લેતી દેખાય છે. બીજી તરફ શ્વાસોચ્છવાસને લીધે જેમ ગિલોડીના પેટનું પ્રસરણ-સંકોચન થયા કરે તે જ માત્રામાં સામે છેડે સોફાની ધારે દીવાલે અડીને ઉભેલ સહધર્મચારિણીના પેટમાં શ્વાસ ભરાય ‘ને છૂટે. કુછ કનેક્શન તો હોના ચાહિયે, મામા !

જેટલી ગૃહગોધિકા ખસે તેમ ગૃહિણી ખસે. પદકલીને જોઇને ઘરની પદ્મા કથકલી કરતી થઇ જાય. વરસાદી ઠંડા પવનોમાં પણ ગરમી ચડાવી મૂકે. અંતે, ઘરના ઝાંબાઝ તેવા ઉંદરના મારણહાર સ્પેશિયાલિસ્ટ મર્દનું આગમન થાય. થોડીક આશા બંધાય કે, ‘મેરા ફૈઝલ બદલા લેગા !’ દરવાજાની ઉપરની લાઈટ પાછળથી કળા કરતી ઢેઢગરોળીને લીધે ‘નંઈ ખોલતાં હમણાં..ણા..ણા…’ એવો અવાજ એ પ્રિડેટરના મસ્તિષ્ક સુધી પહોંચે અને તેને આઘાતની ચરમસીમા અનુભવાય અને એકાદ ધબકારો છૂટી ગયાનો જીવતે-જીવ અહેસાસ થાય. અંતે, ‘શું છે પણ ..?’ જેવા નિષ્ઠુર અવાજ સામે ‘ગરોળી..’ એવો ધીરેથી અવાજ છૂટે. ‘ના…મારો..એને ! (થોડી માઈક્રો-સેકન્ડ પછી) જો સાવરણી ત્યાં તમારી પાછળ જ છે’ તેવી હાઈ-ડિમાન્ડ સામે ભૂખ્યો મર્દ ડાંસિયો ગીધ બનીને સમગ્ર પ્રશ્નો, પીડા અને પ્રાણિગૃહિતાનો ગુસ્સો તે ગિલોડી પર ઉતારે. ‘સર પે કફન…’ જેવા ડાયલોગ બેકગ્રાઉન્ડમાં જાણે વાગે અને તેવા અનુમાન સાથે જ તૂટી પડે. ભાર્યાને બીજી રૂમમાં મોકલી દે અને પોતે સાવરણીના ચુથ્થાં બોલી જાય ત્યાં સુધી દાઝ ઉતારે. પૂંછડી બટકાવીને ભાગી તોયે મરદ ન છોડે તે ન જ છોડે. ફ્રીજની પાછળથી ફરી પાછી શોધીને ફટકો મારે ત્યારે બીજી રૂમમાં સહેજ ખુલ્લેલ બારણાની ફાટમાંથી જોઈ રહેલ કુટુંબદીપિકાના પગ ‘જમ્પિંગ ઝપાક જમ્પક જમ્પક … થમ્પિંગ થપાક થમ્પક થમ્પક… ગિલી ગિલી યો..’ માફક નાચતા હોય !

મિનિટોની મશક્કત પછી શાંતિનો શ્વાસ અને ગુસ્સાનો ઉકેલ માત્ર ગરોળીના મૃત્યુમાં જોઈ રહેલ ખાટકીને કેન્દ્ર સરકાર તરફથી વધુ એક આદેશ મળે છે, ‘રસોડામાં કચરાપેટી ઉપર એક સૂપડી હશે…!’ ધૂળધાણી થયેલો ધણી ત્યારે તેને ખતરનાક આંખો સાથે જવાબ આપે છે.

‘એ…હા !’

 

 

related posts

“બચપન, જ્યાં નિર્દોષ સપનાઓ સાકાર થાય છે.”

“બચપન, જ્યાં નિર્દોષ સપનાઓ સાકાર થાય છે.”

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”