દુનિયાનો અરીસો બહુ કદરૂપો છે! એક લાકડું હોય તો તરી જવાય!

દુનિયાનો અરીસો બહુ કદરૂપો છે! એક લાકડું હોય તો તરી જવાય!

એક જ સમયે તમારી વ્યક્તિગત લાઈફને લોકો કેટલી રીતે જોતા હોય છે? પણ એ અરીસો જ્યારે ખુદને ખૂંચે ત્યારે પીડા અસહ્ય હોય છે!

ખુદના જ ઊભા કરેલા અરીસા તરફ જોવાનું મન નથી થતું. કેમ આવું? અપમાન લાગે છે. દરેકની ફૂટપટ્ટી અલગ અને વિચિત્ર. મને તેમની પરવા નથી. પણ એ ફૂટપટ્ટી મારી સામે આવીને કોઈ મને જ પૂછયા વિના માપવા માંડે એ સહન નથી થતું. મારે તો દુનિયામાં ઘણી જંગ જીતવી છે પણ સેના જ ફૂટલી નીકળે ત્યાં વિચારને અવકાશ તો ખરો જ!

મનસૂબા હકીકત બને ત્યાં સુધી તો કેટલીયે પરીક્ષાઓ વીતી ચૂકી હોય છે. જેમાં ક્યારેક ફેલ તો ક્યારેક પાસ. જ્યારે તમારું અપમાન થતું દેખાય ત્યારે ભવિષ્યનો તાગ માંડવો જોઈએ. પ્રયત્ન જ્યાં સતત નિષ્ફળ જાય છે ત્યાં હાર માનવી જોઈએ કે નહીં એ જે તે વ્યક્તિના નિષ્ફળતા સહન કરવાના સમયને મુબારક હોય છે.

જલ્દી કશું ઊગતું નથી અને પાકતું નથી. એક ખેતરમાં જે પાક લીધો ત્યાં ખેતી થઈ જ શકશે તે વિશ્વાસ હોય. પણ ખેડૂત બદલાવાથી પાક ન ઊગે તેમાં વાંક ખેડૂતનો હોય. અંતે, કશું જ ન શક્યતા દેખાય ત્યારે વ્યક્તિ એક નિર્ણય લે છે. બધું જ ખલાસ કરી દેવાનો નિર્ણય. બધું છોડીને બીજી દુનિયામાં નીકળી જવાનો નિર્ણય.

શું કરે?

રસ્તો ન દેખાય. અટકી પડાય. ઊભા રહી જવાય. જ્યાં સુધી નાનું ઝરણું છીએ ત્યાં સુધી વહેતા જઈશું તે વિશ્વાસ પણ વહેતો હોય છે. પરંતુ જ્યારે તળાવ બની જઈએ ત્યારે ગળે બાંધેલ કૂતરા જેવી હાલત થાય છે. જે સ્વતંત્ર નથી, માનસિક પરતંત્ર છે.

આવા સમયે નિર્ણય શું હોય? તમારી જે સ્કીલ હોય એનાથી ફરી શરૂઆત કરો. એ દરિયામાં ડૂબતાંને મળતું લાકડું છે. ગમે તે વહેણમાં તરી જવાય.

(કદાચ આ અધૂરું લખાણ લાગશે. ખૂબ અસમંજસમાં લખાયેલું છે. છતાં, જો તમને જવાબ મળી જાય તો મને ખુશી થશે.)

related posts

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

Express

Express