‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. મારા માટે જે વાર્તા કાલ્પનિક હોય તે વિશ્વના કોઈ ખૂણે બેઠેલ અન્ય વ્યક્તિ માટે કદાચ પોતાના જીવનનો ચિતાર પણ હોઈ શકે.
એક વાર્તા મળી, કોઈના જીવનની ! શેરડીના રસની લારી પરથી !
*****

નારણપુરા ચાર રસ્તાની નજીક ઓસિયા હાયપર-માર્ટ નજીક બે છોકરાઓ રોજ શેરડીના રસની લારી લઈને ઉભા રહે. રોજ રાત્રે જમીને એ ઠંડા રસની મજા લેવાની. મારા મનમાં કશુંક ચાલી રહ્યું હતું. મેં તેના તરફ જોયા વિના માલિકીભાવ સાથે કહ્યું, “એક બનાવજે જરા !”
“હા, શેઠ. બેસો ને ! અબે લલ્લુ, વો પલાસ્ટિક પે સે ખડા હો ! સેઠ કો બૈઠને દે.”
ત્યાં હું બેઠો. “નિકાલના પડેગા કિ પડા હુઆ હૈ?”
“અરે, સેઠ ! આરામ સે બૈઠો. ઠંડી-ઠંડી પવન કા મઝા લો. અભિ આપકે પૈટ મૈ કોલ્ડ-રસ ડાલ કે ફ્રીઝર બના દેતા હૂં.”

પૈસા કમાવાના અન્ય રસ્તાઓ (પાર્ટ ટાઈમ મહેનત) એ ‘રસ્તા’ પરના ફૂટપાથ પર વિચારી રહ્યો હતો. ૨૦૧૭ની શરૂઆતના મહિનાઓમાં કદાચ કોઈ ફ્લેટ ભાડે લઉં તો, અમદાવાદમાં રહેવા મહિને કેટલા જોઈએ અને કેટલા કમાઈ રહ્યો છું એનો હિસાબ ચાલી રહ્યો હતો. એ મથામણમાં પાંચ મિનીટ ક્યાં જતી રહી એ ખ્યાલ ન રહ્યો. એ આંખની સામે રસનો ગ્લાસ ધરીને ઉભો રહ્યો અને હું ઝબક્યો.

“લો, સર જી ! ઠંડા-ઠંડા કૂલ-કૂલ. પીઓ ઔર મઝે કરો.”
હું વિચારું કે, આ છોકરો એક તો બહારથી આવ્યો હશે. તેનું ઘર ક્યાં હશે? છતાં, મોજથી બધાને રસ પાઈ રહ્યો છે. જો કે, એ સમયે હું એકલો જ ગ્રાહક હતો. એટલે તેને મેં પૂછ્યું,
“અરે, આઓ ભાઈ ! બૈઠો. અભિ મૈ અકેલા હૂં આપકા કસ્ટમર.”
“કિસકો પતા, કબ બડી ગાડીવાલા આ કે ખડા હો જાયે, ઔર ફટાફટ સે ઉસકે લિયે ભિ રસ નિકાલના પડ જાયે !”
“અચ્છા, કહાં સે હો તુમ દોનો?”

હેલિકલ ગિઅર વચ્ચે શેરડીના સાંઠાના ટુકડા કરીને રસને તપેલીમાં એકઠો કરી રહ્યો હતો. એ દંડાને ધક્કો મારતો ગયો અને મારા પ્રશ્નોના જવાબ આપ્યે જતો હતો.

“અકોલા ડિસ્ટ્રીક્ટ ! મહારાષ્ટ્ર.”
“વો કહાં પે પડતા હૈ?”
“એ અપના, ભુસાવલ જો આતા હૈ ના ! ઉસકે નઝદિક.”
“અચ્છા, તો યહાં કૈસે આના હુઆ?”
“બસ, એ સિઝન મૈ કુછ પૈસે કમાં કે અપના ગુઝારા હો સકે તો ક્યાં હૈ કી … અપને બૂઢે મા-બાપ કો ટેન્સન ના રહે ! કોઈ ના કોઈ મજદૂરી કરને કે વાસ્તે યહાં બુલા લેતા હૈ ! યહાં એ’મદાબાદ મૈ જો ભિ અપને ગાંવ કી ઔર સે પૈસેવાલા હો વો હમ સબ લડકો કો બુલા લેતા હૈ !”
“અચ્છા. તો ફિર ગાંવ મૈ ઝમીન વગૈરાહ હોગા?”
“હા, હૈ ના ! સેઠ લોગો કિ હૈ ! અપની હોતી તો ભી કુછ હોનેવાલા હૈ નહિ. વિદર્ભ ઇલાકે મૈ પડતા હૈ હમારા અકોલા સિટી. ઔર, વિદર્ભ કા નામ તો આપને સુના હી હોગા. ફેમસ હૈ કિસાનો કી આત્મ-હત્યા સે !”

એ છોકરો માથું નીચું કરીને બેસી ગયો.

“ઘર પે લોગ હૈરાન કરે ઉસસે અચ્છા હૈ કિ ઘર સે દૂર હિ રહેં ! એક તો મેરે મા-બાપ કિ ઉતની કપાસિટી તો હૈ નહિ, કિ હમકો પઢા સકે ! ઔર, અગર પઢ ભિ લિયા તો કૉલેજ વગૈરાહ તો ઇન નેતા-લોગ કી હૈ. મહારાષ્ટ્ર મૈ સિર્ફ એક ઔર પૈસે કી બારિશ હૈ, દૂજી ઔર અકાલ પડા હુઆ હૈ ! સાલા, પતા નહિ ચલતા કિ નસીબ ખરાબ હૈ યા ફિર પિછલે જન્મો કાં અભિ ભિ ચૂકા રહે હૈ !”

હું હજુ કઈ બોલવા જાઉં એ પહેલા જ ફરી તેણે વાતની શરૂઆત કરી.

“સાલા, પિછલી કિતની સારી પિઢીયોં સે હમ મજદૂરી કર રહે હૈ. અપના અચ્છા વક્ત કબ શુરુ હોગા? યા ફિર, એ ડંડા હિલાતે હિલાતે ઐસે હી મર જાયેંગે ! દૂસરે સિટી મૈ, અંજાન લોગોં કે બિચ. કોઈ પહચાનને વાલા ભિ નહિ હોગા. જબ ભિ કોઈ આપકે જૈસા હાલ-ચાલ પૂછ લેતા હૈ તો દિલ ખાલી હો જાતા હૈ ! બાકી, હમ લોગ આપસ મૈ તો રોઝ એક-દૂસરે કિ ખ્વાહિશો કો હવા દેતે રહતે હૈ ! કુછ હમ ભિ કરના ચાહતે હૈ ! બસ, નામ કે મરાઠા ! સિર્ફ સુન કે અચ્છા લગતા હૈ.”

એ જુવાનના ટી-શર્ટમાંથી આવતી સખત પરસેવાની ગંધ નહોતી આવી રહી. તેના ચહેરા તરફ જોઈ રહ્યો. સુખ કે દુઃખ નહોતું લાગી રહ્યું. કોઈ મગજમાં ‘કર્મ’ (ડિડ) વાળી વાત મગજમાં નહોતી આવતી. બસ, એક જ દૃશ્ય દેખાઈ રહ્યું હતું.
ત્યાં તોલ્સતોયની ખિત્રોવની બજારો હતી અને ત્યાંના મજૂરો હતા. અહી, હજુ એ જ છે. છેલ્લી, વાત તેની ખરેખર વિચારવા લાયક હતી. શું તેને આમ જ મજૂરી કરીને જ ખોવાઈ જવાનું?
વાત બધી જ સાચી, ‘કરવું હોય તો બધું થાય. ત્રેવડ હોય તો કશું અઘરું નથી. લાઈફની ડિક્ષનરીમાંથી ‘ઈમ્પોસિબલ’ જેવો શબ્દ કાઢી નાખવો જોઈએ.’ સાહસ – હિંમત આ બધું બોલવામાં સારું લાગે. આવતી કાલથી આવું બોલનારા દરેક મોટીવેશનલ ગુરુઓના લેક્ચર્સ બંધ થઇ જાય ત્યારે તેણે પોતે જ કહેલી સારી-સારી વાતોને પોસિબીલીટીઝમાં કન્વર્ટ કરી શકશે ખરા? બકબક બોલ્યા કરે, એનામાં આવું ધકધક ન જ થાય.

-: ટહુકો :-

માણસો એક્સ્ટ્રા- ‘ઓર્ડિનરી’ જ હોય છે. (વધુ પડતા સામાન્ય)

Boredom: the desire for desires. (Count Lev Nikolayevich Tolstoy)

(૨૭ એપ્રિલ, રાત્રે ૧૧ વાગ્યે)

related posts

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા

कुछ भूल तो नहीं न रहें?

कुछ भूल तो नहीं न रहें?