ખુજલી!

ખુજલી!

આલ્ડસ હક્સલે. વીસમી સદીમાં જાણીતા નૉવેલીસ્ટમાંના એક.

‘ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ’ નોવેલમાં કહે છે કે “કદાચ આ વિશ્વ કોઈ બીજા ગ્રહનું નર્ક હશે.”

બ્રિલિયન્ટ થૉટ્સનો ખજાનો છે એ ફિલોસોફર. તેની વાત લેશમાત્ર ખોટી નથી. આપણે કદી વિચાર્યું જ નથી કે હું જ્યાં છું એ શું છે? કારણ કે, જિંદગી પૂરી થવા આવે ત્યારે પણ લોકો બિઝી જ હોય છે. કેમ? બિઝીનેસનો અંત કેમ નથી?

જવાબ છે, ખુજલી.

જે માણસના મનમાં થૉટ્સનો ગરમ ગરમ ઘાણવો દર સેકન્ડે નીકળતો હોય તે આમ પણ ગરમ જ હોય. ઇન્ટરનલ ફ્લૅમ લઈને જીવનારો હોય.

મન રૉકેટની જેમ ભાગે અને બુદ્ધિ જ્યાં તે રોકેટને દિશા આપતી હોય તે પરિસ્થિતિ આદર્શ પરિસ્થિતિ છે. જેમનાં રૉકેટને દિશા નથી હોતી તે હંમેશા કોઈકના શાંત આશિયાનાને ડિસ્ટર્બ કરે એ સિદ્ધાંત છે. જે વ્યક્તિ ઍન્ડ રિઝલ્ટ પર ધૂંધળી આશા વિના માત્ર કર્મ કરે છે તે રસ્તા પર તગારા ઊંચકનાર કર્મપ્રધાન માણસથી બિલકુલ અલગ નથી. કદાચ, વધુ બદતર પરિસ્થિતિમાં છે.

ખુજલી, એ માનવીનો સહજ નિયમ છે. જે હ્યુમન છે એ દરેકને એક ખુજલી છે. કશુંક કરી બતાવવાની, કોઈકને નીચા દેખાડવાની, કોઈની ઈર્ષ્યા કરવાની, કોઈનું અપમાન કરી નાખવાની તો કોઈ માટે મરી ફીટવાની. આપણી અંદરની આ ખુજલી જ આપણને દોડાવે છે.

સારી-નરસી તમામ બાબતોનું મૂળ આપણી આ ખુજલી છે. આ ખુજલી એટલે કે મારી અનેક અપેક્ષાઓ, જિજીવીષાઓ, જીદ, ચંચળતા, અશાંતપણું કે સૌથી વધુ પ્રેમની વસ્તુ કે વ્યક્તિ. આ ખુજલી ગમે તે હોઈ શકે.

હજુ મૂળ શું? પામવાની ગજબ ઇચ્છા. એ જીભની ધારે ટપકતી લાળ જેવી છે. એ જ્યાં સુધી નહીં પામી શકાય ત્યાં સુધી શરૂ જ રહેશે.

બૉબ તો બૉબ છે. માર્લી કહે છે કે, “ખુલ્લી આંખે અંદરની બાજુ જુઓ. શું તમે જે જીવી રહ્યા છો તેનો સંતોષ અનુભવી શકો છો?” પૂછી જુઓ, અને… સન્નાટો. દરેકને જવાબમાં પણ અસંતોષ મળશે.

કારણ કે, આદર્શવાદ અને હકીકતને જમીન અને આસમાન વચ્ચે જે છેટું છે એટલું છે. એટલે હંમેશા ક્ષિતિજ બનીને દોડ લગાવીએ. એવું લાગ્યા કરે કે હમણાં બંનેને પકડી લઈશું, પણ એ બહાને અંતર તો કપાશે! ઘણું બધું શીખ્યા, જોયા અને સમજ્યાનો અનુભવ મળશે એ જુદું.

તો ખુજલી રાખો! પણ હકારાત્મક. રૉકેટ ઉડાવો, પણ દિશાનિર્દેશ સાથેનું અને સલામતી સાથે. તેના વિના દોડ અધૂરી રહેશે.

related posts

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

દિલવાલી દિવાળી (2/5)

દિલવાલી દિવાળી (2/5)