જરૂરી નથી કે તમારી ક્રિએટીવિટી દુનિયા એક્સેપ્ટ કરે : શાહરૂખ ખાન

જરૂરી નથી કે તમારી ક્રિએટીવિટી દુનિયા એક્સેપ્ટ કરે : શાહરૂખ ખાન

* જરૂરી નથી કે તમારી ક્રિએટીવિટી દુનિયા એક્સેપ્ટ કરે : શાહરૂખ ખાન *
(મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં)

“આ જે તમારી ઉંમર છે, તે ઉંમરે તમારામાં સૌથી વધુ જુસ્સો હશે, સૌથી વધુ બ્રેઈન સેલ્સ હશે અને સૌથી વધુ વાળ હશે. કેટલાંક વર્ષ પછી જુસ્સો પણ ઓછો થઇ જશે, બ્રેઈન સેલ્સ પણ ઓછાં થશે અને વાળ પણ.
એટલે જે મોકો જિંદગીએ તમને આપ્યો છે, આ જે થ્રેશોલ્ડ પર તમે ઉભા છો, જ્યારે તમે બહાર જશો, કામ કરવાની શરૂઆત કરશો … આ દરેકને હું એ કહેવા માંગીશ કે જે તમારાં વિચારો છે, જે તમારા દિલમાં હોય … જિંદગીભર માત્ર તે જ કરજો. કારણ કે, જ્યારે તમે મારી ઉંમરના થશો, તમારા માતા-પિતાની વયના થશો કે તમારાં શિક્ષકોની વયના થશો, ત્યારે ક્યાંક, દિલમાં કોઈ રિગ્રેટ રહી જાય છે. કે મેં તે કેમ ન કર્યું?

મારા વાલિદ સા’બ હતા, તેઓ ખૂબ ભણેલા પણ હતા. તેમજ ખૂબ ગરીબ પણ હતા, છતાં કોઈ નોકરી ન મળી, માંડ કરીને પૈસા ખિસ્સામાં રહેતા હતા, જે પણ બિઝનેસ તેમણે શરુ કર્યો…આટલી તાલીમ પ્રાપ્ત કર્યા પછી પણ તે નિષ્ફળ જ નીવડ્યો.

તેમની પાસે પૈસા નહોતા, એટલે મારા જન્મદિન પર તેમની કોઈક જૂની ચીજવસ્તુ મને આપતા હતા. ઉર્દુમાં બોલી-બોલીને એવું કહેતા કે, તેમણે મને સૌથી સારું પ્રેઝન્ટ આપ્યું છે. પહેલી ચીજ જે તેમણે મને આપી, તે હતો તૂટ્યો-ફૂટ્યો શતરંજનો સેટ. તેઓ રોજ રાત્રે હનુમાન મંદિરના પૂજારી જોડે દરરોજ રાત્રે તેઓ શતરંજ રમતા હતા. તેઓ હંમેશા કહેતા કે, શતરંજ જીવન જીવતાં શીખવાડે છે.
પહેલી વસ્તુ એ, કે કૉ-ઓપરેશન અને સાથે મળીને કામ કેવી રીતે કરવું.
બીજી એ કે, જીવનમાં આગળ વધવા માટે ક્યારેક પીછેહઠ પણ કરવી પડે છે.

ત્રીજી એ કે, જે નાના લોકો હોય છે, એવું તમે સમજો છો, જે પોન્સ (પ્યાદા) હોય છે તેમની જિંદગીમાં સૌથી વધુ ઈજ્જત કરવી. કોઈપણ માણસ નાનો નથી હોતો, તે હંમેશા જીવનમાં ઉપયોગમાં આવે છે.
સફળતા માટે શતરંજ છેલ્લે એવું શીખવે છે કે, જેની જોડે તમને સૌથી વધુ લગાવ છે, પ્રેમ છે, જેમ કે શતરંજમાં રાણી… તેને પણ ઘણીવાર સેક્રિફાઈસ કરવી પડે છે.

બીજી ચીજ મને મારા વાલિદ સા’બે એક ટાઈપરાઈટર આપ્યું હતું. જેમાં વ્યક્તિ જ્યારે કશુંક લખે છે, અને ખોટું લખે છે ત્યારે તેને ભૂંસવું ખૂબ મુશ્કેલીભર્યું હોય છે. તેથી તમારે ડિલિજન્ટ બનવું પડે છે. તે વખતે તેમાં શબ્દ કાઢવા માટે ટાઈપએક્સનો ઉપયોગ થતો હતો અને આંગળી કીની વચ્ચે ફસાઈ જતી હતી. એટલે ખૂબ ધ્યાનપૂર્વક લખવું પડતું હતું. તેથી દરેક કામ એવી રીતે કરવું જાણે કે તે તમારા જીવનનું પહેલું અને છેલ્લું કામ હોય, એકદમ ડિલિજન્સથી અને ભૂલરહિત. શાયદ આ કામ તમારા જીવનનું છેલ્લું કામ છે અને પછી ફરી તેને સુધારવાનો મોકો નહીં મળે.

ત્રીજી વસ્તુ કેમેરા હતી. તે ચાલતો નહોતો. માત્ર તેના વ્યૂ ફાઈન્ડરથી સારી-સારી તસ્વીર દેખાતી હતી પરંતુ ક્લિક નહોતી થતી. તેનાથી મેં શીખ્યું કે તમારી હોબી જે છે, ક્રિએટીવિટી જેમાં છે, તેને તમે તમારી નોકરી નથી બનાવી શકતા. કામ નથી બનાવી શકતા. બહુ ઓછા હોય છે જેમને જિંદગી આવો મોકો આપે છે. પરંતુ, જેમાં તમારો શોખ છે, પછી ભલે તે લખવું હોય, કવિતા હોય, પેઇન્ટિંગ હોય કે પછી ગાયન હોય. જરૂરી નથી કે આ ક્રિએટીવિટી દુનિયા એક્સેપ્ટ કરે, જેમ કે કેમેરામાં તસ્વીર ક્લિક નથી થતી પરંતુ તેમાં જોવાથી બધું જ ખૂબસૂરત લાગે છે. જીવનમાં ક્યારેક, ક્યાંક એવો મુકામ આવશે જ્યારે તમે ખૂબ એકલા હોવાનું મહેસૂસ કરશો. બની શકે કે દુઃખનો સમયગાળો આવે. તે વખતે તમારી ક્રિએટીવિટી તમારી સૌથી સારી દોસ્ત હશે. દુનિયા ભલે માને કે ન માને!

અને મારા વાલિદ સા’બે છેલ્લે કહ્યું એ કે, સેન્સ ઓફ હ્યુમર હંમેશા રાખવું. હસતા હંમેશા રહેવું અને એક ચાઈલ્ડ-લાઈક ઇનોસન્સ જરૂર રાખવું. તમામ લોકોની સારી-નરસી વાતોને એક સેન્સ ઓફ હ્યુમરની દૃષ્ટિએ નિહાળી શકશો તો જિંદગી ખૂબસૂરત બની રહેશે.

છેલ્લે, ગીફ્ટ ઓફ લાઈફ.
દુઃખ હોય, સુખ હોય, અંધારું કે ઉજાસ હોય, જેવું પણ હોય તેને રિસ્પેક્ટ આપો. અને જીવનમાં હંમેશા ગ્રેસ રાખો. જે પણ વ્યક્તિ તમારી સાથે વાત કરશે તે તેની મુસીબતના આધારે કરશે, તેની હેસિયતના હિસાબથી કરશે, ખોટી વાત પણ કરશે, ઊંચા અવાજે પણ બોલશે, કંપનીમાં નોકરી કરતી વખતે હંમેશા જુનિયર-સિનિયરને ઉદ્દેશીને ઝઘડા પણ થશે, પરંતુ તેઓ દરેક જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે, જીવનમાં કશુંક બનવાની કોશિશ કરી રહ્યા છે. આ ગ્રેસ દરેકને આપજો, જેઓ તમારી સાથે કામ કરી રહ્યા છે, જેઓ તમારી સાથે કામ નથી રહ્યા. ગ્રેસથી મોટી વસ્તુ જીવનને તમે પછી નથી આપી શકતા.

અને છેલ્લે, અહીં બેઠેલા કેટલાંક શિક્ષકો તમારા ફેવરિટ નહીં પણ હોય, તમને પનીશ કરતા હશે, તેમને સૌથી વધુ યાદ રાખજો.

related posts

चोरी न करें झूठ न बोलें तो क्या करें ? चूल्हे पे क्या उसूल पकाएंगे शाम को |

चोरी न करें झूठ न बोलें तो क्या करें ? चूल्हे पे क्या उसूल पकाएंगे शाम को |

Who is ContentMan?

Who is ContentMan?