જિંદાદિલીને ક્યારેય કોઈની આંખોમાં ચમકતી જોઈ છે?

જિંદાદિલીને ક્યારેય કોઈની આંખોમાં ચમકતી જોઈ છે?

(મુંબઈ, શુક્રવાર, ૨૩-૦૨-૨૦૧૮, સાંજે સાડા આઠ વાગ્યે.)

નરીમન પૉઈન્ટ. NCPAથી બહાર નીકળીને રસ્તાની સામે છેડે એક ટૅક્સી ડ્રાઈવર પાસે જઈને પૂછ્યું, “भाई, सस्ता सा होटल नजदीक में हो तो ले चलो न यार|”
“भाई साहब, यहाँ पे तो ४००० से नीचे आपको नहीं मिलेगा| मैं आपको पहले यहाँ मरीन ड्राइव के पास एक होटल है वहाँ ले चलता हूँ| देख लीजिए, अगर बजट में बैठता है तो… वरना बाद में ग्रान्ट रोड तरफ चलेंगे…मिल जायेगा…हम दिलादेंगे… आइये, बैठिये|”

સફેદ ડ્રેસ, કાળી-પીળી ટેક્સી અને મુંબઈનાં રસ્તાઓ. દરિયાને કાંઠે ગાડી ચાલતી હોય તો સફરની મજા જ અનેરી હોય.
મરીન ડ્રાઈવ. ઑફિસથી ઘરે જતાં લોકો, ટ્રૅક પર દોડતાં લોકો અને લાઈટોનો ઝગમગાટ. ચળકતી માયાનગરી.

અચાનક જ …
“अमिताभ बच्चन… हमारा फ़ोटो है उसके साथ| आपको पता ही होगा की उनकी फिल्म आ रही है, ‘१०२ नॉट आउट’| ट्रेलर देखे की नहीं? उसमें हमारा पांच मिनट का रोल है| ड्राइवर बने है हम बच्चन के|”

એકદમ ગુજરાતી તાડમાં, “સૌમ્ય જોશી એ જ લખેલી છે. ગુજરાતી છે….”

“वो तो हमको पता नहीं, लेकिन अपना ये… ऋषि.. बहोत सालों बाद पर्दे पर एकसाथ दिखेंगे| बच्चन एकदम डाउन टू अर्थ आदमी है| इत्नासरा लोग उनके इर्दगिर्द घूमता है, लेकिन हमको ओटोग्राफ दिया| एक सैल्फी लेकर| उमेश शुक्ला जो है… अपनी फिल्म के डिरेक्टर… वह भी हमको मना नहीं किये|”

“અરે શું વાત કરો છો?…”

“अरे दिखाता हूँ न मैं| यह देखो| दो फोटू लिये… उन्होंने मेरे मोबाइल में सैल्फी खिंच के दिया| सबका नसीब हमारे जैसा थोड़ी न होता है|”

… મોબાઈલની ગૅલેરીમાં તેણે ફોટો બતાવ્યો અને તે ફોટો મૅઇલ મારફતે મળ્યો પણ ખરાં.

“…अरे, साहब… यह AC वोक-वे में कोई चलता नहीं… रोज रात को दारू पीकर पियक्कड़ लोग रातभर AC में चैन की नींद सोते है| सबका विकास होना चाहिए भाई, मोदीजी की कृपा है… अब हमें तो पता नहीं, सब यही कह रहे है|”

કેવો સજ્જડ કટાક્ષ. રસ્તામાં તેણે હાજીઅલીમાં ચાલતાં અવૈધ ડાન્સ બારની વાત કરી. અબ્દુલ કરીમ તેલગીના સ્ટૅમ્પ પેપર કૌભાંડવાળી ટોપાઝ બિલ્ડિંગ બતાવી. જ્યાં વર્ષો પહેલાં મોટા-મોટા નેતાઓ અડ્ડો જમાવતાં હતાં. અને છેલ્લે… જવાની કે દિન… એક બાર તરફ આંગળી ચીંધીને કહે, “अपनी जवानी के दिनों का सबसे बेस्ट बार…”


પ્રમોદ રાય. કેટલું જીવંત વ્યક્તિત્વ. અમિતાભ બચ્ચનથી લઈને ડાન્સ બાર, કૌભાંડથી લઈને અચ્છે દિન સુધીની બધી જ વાતો કરી. અને આ દરેક વાતો કરવામાં તેને પોતાને કેટલો બધો આનંદ આવતો હતો.

આવડો મોટો પ્રશંસક વર્ગ બનાવવો એ અતિકઠિન કામ છે. જિંદગી અઢળક કામથી બોલતી હોય ત્યારે તે સ્થાને પહોંચતું હોય છે. એક માણસ જીવનમાં જો પ્રમાણિક હોય તો તે જીવે ત્યાં સુધી તેના સંપર્કમાં આવતાં કેટલાંયે લોકોને એનકેન પ્રકારે લાભ થવાનો.

એક સેલ્ફી જો ‘… अपना तो बेडा पार लग गया…’ તેવું બોલાવી શકે તો, આ સ્થાને પહોંચેલ વ્યક્તિના જીવનમાં અથડાતાં મબલખ લોકોને કેટલો કન્સર્ન હશે તે આપણે નક્કી કેવી રીતે કરી શકીએ?

related posts

“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”

“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”

ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી

ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી