વંદનીય ગુણવંત શાહના ‘ટહુકે’થી આશીર્વાદ!

ગુજરાતી સાહિત્યના અડીખમ આધારસ્તંભ એવાં શ્રી ગુણવંત શાહના Granth – A creative branding agencyને આશીર્વચન.
***
“બ્રાન્ડિંગને હું કેવળ ‘કોમર્શિયલ’ બાબત ગણતો નથી. એક ચીજ (કોમોડિટી) બ્રાન્ડનું સ્ટેટ્સ પ્રાપ્ત કરે તે પહેલા અને પ્રતિષ્ઠા પામવા માટે કેટલાંય પ્રયત્ત્નોમાંથી પસાર થવું પડતું હોય છે અને તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે.
આશિષ અને કંદર્પને તથા ‘ગ્રંથ’ની સમગ્ર ટીમને હું મારી શુભકામના પાઠવું છું.”
~ ગુણવંત શાહ
***
આવા આશીર્વચન ટહુકેથી વાંચવા મળ્યા તે અહોભાગ્ય. ગુજરાતી સાહિત્યનો એક માપદંડ જ્યારે આપણા કામ વિશે, આપણી કંપની વિશે બે વાત લખે તે ખરેખર સદ્ભાગ્ય જ. દાદા બોલતા જાય અને તેમના શબ્દો તેમના દીકરી Amisha Shahના હાથે લખાય. ત્યારબાદ, વળી તેનું પ્રૂફરીડિંગ Gunvant Shah Vicharyatra (ગુણવંત દાદા) પોતે કરે તે કેવો મજાનો સંયોગ.
ગુણવંત શાહ એટલે અમારી સફરના અજાણ્યા સારથી. શરૂઆત તેમના ઘરે વડોદરા ‘ટહુકો’ નિવાસસ્થાનેથી થયેલી. ધીરે-ધીરે આત્મીય સંબંધ બંધાયો. એમને મળીએ એટલે એક જ ઘરના હોઈએ તેવી ફીલિંગ આવે. તેઓ પણ હંમેશા યાદ કરે. અમીષાબેનનો ભાવ હંમેશા અમારા માટે આદરમાં પરિણમે.
તેમના આ શબ્દો અમારાં માટે કૃષ્ણ સમ સારથી બની રહેશે.
#gunvantshah #blessings #award #granthahmedabad #brandingagency #contentagency