ધોનીએ હંમેશા એ ટ્રેન પકડવાની હિંમત આપી જે દર વખતે છૂટી જતી હતી. એ હિરો છે, મારી જેવા 90’sના યંગસ્ટર્સ કિડ્સ માટે. એ અલ્ટીમેટ ક્રિકેટર કદાચ નહીં હોય, પણ એ ફિલ્ડ પર હોય ત્યારે જીતનો વિશ્વાસ ટીવી સામે મંડાયેલ એક એક આંખને રહેતો.
લાસ્ટ કૉમેન્ટરી વખતે તેની સ્પીચ સાંભળવાની મજા આવતી. હાર્યા હોઈએ તો પણ ટીમને અને ઓડિયન્સને ઉત્સાહ આપતી. ઓછું પણ ક્રિસ્પી, જસ્ટ લાઈક હેલિકોપ્ટર શોટ. હિરોઈક કોન્ફિડન્સ ધોની એ અપાવ્યો. ધંધામાં ઠંડા મગજે કામ લેતા એણે શીખવ્યું. ટીમવર્ક એણે શીખવ્યું. મારા માટે એ પ્રિડેટર હતો.
ટ્યુશન બન્ક કરીને ગલ્લે લાઈનમાં ઉભા રહીને મેચો જોવાનું વળગણ ધોનીએ લગાડેલું. છેક 2007થી ધોનીને સતત રમતો જોયો. ભારત હારતું હોય ત્યારે પણ એ પિચ પર ઊભો હોય અને તે જોઈને આપણામાં હિંમત આવી જતી.
રિટાયરમેન્ટના વીડિયોમાં છેલ્લે ડાયલોગમાં એક ચિત્ર સૌથી વધુ વખત સ્ક્રીન પર રહે છે તે એટલે છેલ્લે રન આઉટ થયાની એ મેચ. જે પોષતું એ જ મારતું, એ કહેવત એ વખતે સાચી પડી. જેટલો પ્રેમ મળે તેટલી જ બદનામી. એ બદનામી કદાચ અત્યાધિક હતી. એ હજુ સુધી મનમાં વાગ્યા કરતી હશે કદાચ.
Anyway,
ધોની! રોજનું ચાર લિટર દૂધ પીવાના પહેલા ન્યૂઝથી લઈને આજ સુધી તારો આ ફેન તારી સાથે રહ્યો છે અને હજુ પણ સાથે જ રહેશે. એક પેઢી તને જોઈને આગળ વધવાનું શીખી છે. અમારા આગળ વધવાનો શ્રેય તને પણ જશે જ!
મિસ યુ Thala, Jersey no. 7!