ઈશ્વર પાસે પ્રામાણિકતાથી કરવાના કામોનું લાબું લિસ્ટ ધરી દો, એ સ્ટ્રેન્થ આપ્યે જ જશે!

ઈશ્વર પાસે પ્રામાણિકતાથી કરવાના કામોનું લાબું લિસ્ટ ધરી દો, એ સ્ટ્રેન્થ આપ્યે જ જશે!

આજે અમદાવાદમાં પાંચ વર્ષ કમ્પ્લીટ થયા.

22 ઓગસ્ટ, 2015ના રોજ સુરતથી અમદાવાદ આવવાનું થયું. ત્રણેક વર્ષ દિલથી નોકરી કરી અને લખવાનું ચાલુ રાખ્યું. અમદાવાદમાં સગુસંબંધી તે વખતે કોઈ હતું નહીં. સાપસીડીની ગેમમાં છેલ્લી લાઈનમાં જેટલું જલ્દી પહોંચાય તેટલું જલ્દી પહોંચવું એ જ ગોલ હતો.

એ પણ ખબર હતી કે કેટલીય વાર અથડાઈશું, પણ પડ્યા પછી ચડવામાં બૂમ પડાવવાની. કામ કરવામાં એટલું બધું વ્યસ્ત રહેવાયું કે ક્યારેય ગણતરીઓ માંડી જ નહીં. શું કમાયા, કેટલું કમાયા, કેટલું ખોયું, ક્યાં થાપ ખાઈ ગયા અને એવું ઘણું બધું.

અમદાવાદમાં આવ્યા પછીની પહેલી સેલરી આજે પણ યાદ છે. સુરતથી આવવાનું થયું ત્યારે ખાતામાં વધીને ત્રણેક હજાર જ હતા. એ વખતે 7500/-નો ચેક કંપનીએ આપ્યો. એ ખુશી હંમેશા એકસરખી જ રહે છે. તે સેલરીમાંથી બીજે દિવસે 800/- રૂમનું મહિનાનું રેન્ટ ચૂકવ્યું. રાશન અને ઈસ્ત્રીનું બિલ આપ્યું.

હું હંમેશા એ વાતમાં સ્ટ્રોંગ બિલીવ કરું છું કે, જે કામો તમારો સમય ખાય છે તે કામોની બજારમાં જે કિંમત હોય એટલું વધુ કમાઈ લેવું. પણ, એ કામ કરવા જાતે કદી બેસવું નહીં. જેમ કે, કપડા ધોવા, ઈસ્ત્રી કરવી, રસોઈ કરવી, કચરા પોતા કરવા અને તેને સંબંધી બીજા બધા કામો કદી જાતે કરવા જ નહીં. એક્ચ્યુઅલમાં, તમે બે-પાંચ હજાર રૂપિયાના સેવિંગ સાથે સતત કરકસરમાં રહો છો અને જે સ્કીલને ધાર કાઢવાની છે તેનો સમય હંમેશા તમે આવા કામોમાં બરબાદ કરો છો.

જો કે, આ બિલીફ સિસ્ટમે મને ખૂબ સપોર્ટ કર્યો છે. આ દરેક કામોના એલિમિનેશનથી જે સમય બચે તેમાં ભરપૂર વાંચવાનું, થોડું લખવાનું, રસ્તે સહેજ આંટો મારીને બધું જીવી લેવાનું. અને, આમાંથી જ એટલા પૈસા કમાઈ લેવાના કે જેટલી આ દરેક સર્વિસ માટે મહિને ખર્ચ થાય.

આજે પાંચ વર્ષે,
મને યાદ છે કે, મેં અમદાવાદના લગભગ ઘણા સ્થળોએ એકલા બેસીને કંઈને કંઈ વિચારવાનો, સમજવાનો અને લખવાનો લ્હાવો લીધો છે. આ દરેક ક્ષણને લખતી વખતે મળનાર સંતોષનું ત્રાજવું હજુ સુધી નથી મળ્યું.

આ વર્ષોએ શીખવ્યું. બહુ ઝડપી શીખવ્યું. જે કંઈ ઈશ્વરે આપ્યું તે બહુ પ્રેમથી અને સંતોષથી સ્વીકારું છું. આજની તારીખે એચિવ કરવા માટે To Do List મોટું છે પણ તેને પૂરાં કરવાની સ્ટ્રેન્થ માંગવી નથી પડતી, એ આપ્યે જ જાય છે.

થેંક યુ, અમદાવાદ.

~ Kandarp

related posts

ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!

ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!

How to frame your content using ‘framing effect’?

How to frame your content using ‘framing effect’?