‘મન’નું માનસ..

હ્યુમન માઈન્ડને બે પ્રકારે ફિલોસોફરોએ વહેચ્યું. ‘એક્સ્પિરીયંસ સ્ટેટ ઓફ માઈન્ડ’(જ્ઞ/ચેતન/જાગૃત મન) અને ‘ઈનએક્સ્પિરીયંસ સ્ટેટ ઓફ માઈન્ડ’(અજ્ઞ/અચેતન/અજાગૃત મન). ‘અજ્ઞ’ મન પર આજ સુધી ક્યારેય કોઈ નિયમન કરી શક્યું નથી, થયું નથી અને કરી શકે પણ નહિ. જે કુલ મનનો ૩/૪ ભાગ છે. જયારે ‘જ્ઞ’ મન ના બે પ્રકાર છે. ‘એક્ટીવ માઈન્ડ’ અને ‘ઇનએક્ટીવ માઈન્ડ’. આ ‘જ્ઞ’ મનનું ‘એક્ટીવ માઈન્ડ’ છે એ હકારાત્મક પ્રતિક્રિયા આપે છે. ઇનએક્ટીવ માઈન્ડ(અજાગૃત મન) દુઃખ ઉભા કરવા માટે કારણભૂત છે. દ્વેષ, અસંતોષ, અતૃપ્તિ, અસમાધાન, મત્સર વગેરે ને જન્મ અર્પે છે. તદુપરાંત, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ૬ વિલક્ષણ વિકૃતિઓ આ મનના જાગ્રત રહેવાથી જ આવે છે. એટલે જ ‘જાગૃત’ મન મહતમ અજાગૃત અવસ્થામાં હોય છે અને ‘અજાગૃત’ મન જાગૃત અવસ્થામાં હોય છે જેથી દુઃખોની અનુભૂતિ લોકોને વધારે થાય છે.

intention
સિગમંડ ફ્રોઈડના ‘અનકોન્શિયસ માઈન્ડ’(અચેતન મન) ના અભ્યાસને ખુબ મહત્વનો માનવામાં આવે છે. તેઓ કહે છે કે આ મનના ભાગને સરળતાથી અંકુશમાં કરી શકાતો નથી મનુષ્ય અથવા તો તે આપણા હાથમાં નથી.
“આપણા મનની સભાનતામાં જે વિભાવના રહેલી છે છતાં એનાથી આપણે અજાણ છીએ.” એ પરિસ્થિતિ એટલે ‘અનકોન્શિયસનેસ’.
જ્ઞાનાત્મક વિજ્ઞાન (Cognitive Science) થી મન અને તેની કાર્યશૈલીનો અભ્યાસ કરવાનું સારી રીતે શક્ય બન્યું. તે મન અને તેની અંદર થતી રહેલી આંતરશિસ્ત વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે બુદ્ધિક્ષમતા, વર્તન, તર્ક, ભાષા, યાદશક્તિ, લાગણી, દ્રષ્ટિ.. આ દરેકની ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) માં તથા ન્યુરોન્સમાં ફેરફારને લીધે થતી પ્રતિક્રીયાઓનો અભ્યાસ છે. ઉચ્ચ સ્તરીય તર્ક અને આયોજન માટે નીચા સ્તરના શિક્ષણ અને નિર્ણય તંત્ર તરફથી ઉચ્ચ સ્તરના વિશ્લેષણ અને આયોજન સુધીના પાસાઓને સમાવે છે.

1000px-Cognitive_Science_Hexagon.svg
મન હમેશા ચંચળ પ્રકૃતિ ધરાવે છે અને બુદ્ધી સ્થિર દ્રષ્ટિકોણથી નિર્ણય આપે છે. એક જ મન ‘Wants & needs’ માં હમેશા ‘Wants’ તરફ જ વળે છે. તેથી જ સમસ્યાઓનો ઉદ્ભવ વધુ થાય છે મનમાં. તેના લીધે હંમેશા બે રસ્તાઓ જન્મ લે છે જેની વચ્ચે મન અટવાયા કરે છે. આવેલા દુઃખ કરતા માનેલું દુઃખ વધુ હોય છે, જે હંમેશા મનનો અચેતન હિસ્સો ઉત્પન્ન કરે છે.
ન્યુરોન્સ(ચેતાકોશો) એ ઈલેક્ટ્રીકલી ઉત્તેજક કોશિકાઓ હોય છે જે માહિતીનો સંચાર વિદ્યુત અને રસાયણિક સંકેતો વડે કરે છે. ચેતાકોષોના વિશિષ્ટ પ્રકારના સમાવેશ થાય છે: સંવેદનાત્મક ન્યુરોન જે સ્પર્શ, અવાજ, પ્રકાશ ની સંવેદનાઓના પ્રતિભાવને કરોડરજ્જુથી મગજ સુધી પહોચાડે છે. મોટર ન્યુરોન્સ એ સ્નાયુ સંકોચનની પરિસ્થિતિને મગજ સુધી પહોચાડે છે. આ દરેક સ્થિતિ અલગ-અલગ વ્યક્તિઓમાં વિભિન્નતા માટે જવાબદાર છે. જે નિરાશાત્મક વલણને જન્મ આપે છે. મળ્યું તો ચાલ્યું જશે એની ભીતિથી વિકાર ઉદ્ભવે છે જયારે ચાલ્યું ગયું છે તો પાછું ક્યારે મળશે એ પણ પીડાને ઉદ્ભવિત કરે છે. હિપ્નોટિઝમ, યાદશક્તિ વધારવાના નુસખાઓ, કોન્સન્ટ્રેશન, ભવિષ્યની અભિવ્યક્તિના નામ પર માત્ર મનને જ વિકસિત કરવાનો હેતુ હોય છે.

Neural_Correlates_Of_Consciousness
મનની ગતિવિધિઓને સમજવા માટે પ્લેટો, લીબ્નીટ્ઝ, કેંટ, માર્ટીન હેઈડેગર જેવા કેટલાય વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો અને અભ્યાસ કર્યો. ઉપરાંત, એરીસ્ટોટલ, ઝોરોસ્ટર, બુદ્ધ જેવા અનેક મહાપુરુષોએ તેમના ઉપદેશોમાં મનની વાતો કરેલી. સિગ્મંડ ફ્રોઈડ અને વિલિયમ જેમ્સએ પ્રભાવશાળી સંશોધન ૨૦-૨૧મી સદીમાં મન અને તેનો શરીર પરનો પ્રતિક્રિયાત્મક સ્વભાવ પર કર્યો. બિન માનવીય વિચારોની શક્યતા પણ વિકસિત થવા માંડી. માનવ મનની જ નકલ અજૈવિક મશીનો દ્વારા કરી શકીએ છીએ કે જેમાં સમજવા માટે સાયબરનેટિકસ અને માહિતી સિદ્ધાંત વચ્ચેનો સંબંધ બારીકાઇથી કામ કરે છે, જેને કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રે સંશોધન કહેવામાં આવે છે.
ટહુકો:-
મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નીવેશય |
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય: ||(અધ્યાય ૧૨- શ્લોક ૮)
“મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ; પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.”

related posts

દિલવાલી દિવાળી (5/5)

દિલવાલી દિવાળી (5/5)

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)