ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ: રક્ષણાત્મક ‘બખ્તર’ અને કવચ સમી ‘ઢાલ’ રૂપી અભેધ ‘દિવાલ’

વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી સેના એટલે ભારતીય સેના. ભૂમિદળમાં વિશ્વમાં પ્રથમ ક્રમની સૌથી મોટી સેના. ભૌગોલિક વિશાળતા અને અનેક દેશોને પોતાના ખભા પર જાળવીને બેઠેલો દેશ એટલે ભારત. એમાં પણ લેહ-લદાખની માઈનસ ટેમ્પરેચર હોય કે હિમાલયની પહાડી હોય, ઘૂઘવતો સમુદ્ર હોય કે એનો કોસ્ટલ વિસ્તાર હોય, મહામરુસ્થલ સમું રણ હોય કે ચેરાપુંજીનો વરસાદ હોય, ઇન્ડિયન આર્મી ઇઝ ઓલવેઝ ધેર ટુ સેવ ધ નેશન. પોતાના હાડકામાં હિમ જેવી ઠંડીને પીગાળીને હમેશા દેશનો દીવો બુઝાય નહિ ચિંતા કરતો જવાન હમેશા પોતાની માતૃભૂમિની સેવામાં તૈયાર છે. રણની ૫૫ સેલ્સિયસ ગરમીમાં પણ એ જ હિમને હૃદયમાં સાચવીને ખડે પગે માતૃભૂમિને ઋણ ચૂકતે કરવા જવાન તૈયાર છે. ભારતના નકશામાં દર્શાવતી ભૌગોલિક સીમાઓની સમાંતરે આ દરેક જવાન પણ પોતાની એક હારમાળા રચીને મજબુત બનાવવાનું કાર્ય કરે છે.

Downloads
ત્રણ રક્ષણાત્મક મજબુત પાંખો: ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એર ફોર્સ. આ ત્રણ પાંખો જાણે ૩-ડી વ્યુ સેટ કરીને અલગ અલગ એન્ગલથી એવી રીતે તો સ્ટ્રેટેજી બનાવે છે કે કોઈ નાનામાં નાનો ખૂણો પણ નજરકેદથી રહી ના જઈ શકે. ૧૨૫ કરોડ પબ્લિકના દેશમાં અવાર નવાર છમકલા થતા હોય, કુદરત વિફરતી હોય, તોફાનો-દંગા ફાટી નીકળતા હોય, પોલિટિક્સ-ક્રિકેટ-બોલીવુડ પાછળ લોકો ગમે તે કરી બેસતા હોય, સામાજિક-આર્થીક-રાજકીય-ઔદ્યોગિક સમસ્યાઓથી પીડાતું અને બદીઓથી ઘેરાયેલું માનસ હોય. છતાં આટલી સમજણપૂર્વક એમને નિશ્ચિંત કરીને નિરાંતની ઊંઘ આપવાની ગેરેંટી વગર માંગ્યે દેશની આ ત્રણ પાંખો આપે છે.
ઇન્ડિયન આર્મી : “Service Before Self” – ‘સ્વ’ પહેલા દેશની સેવામાં.
આર્મી ચીફ(જનરલ): દલબીરસિંઘ સુહાગ
૧૧ લાખ ૩૦ હજાર ના સૈન્ય સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે(૯ લાખ રીઝર્વ).
ઇન્ડિયન નેવી : “शं नो वरुणः” – ‘હે ! મહાસાગરોના દેવતાઓ અમારું કલ્યાણ કરો.’
નેવી ચીફ(એડમિરલ): આર.કે. ધવન
૬૦ હજારનું સૈન્ય. ૨ એરક્રાફ્ટ કેરીઅર્સ, ૧ ટ્રાન્સપોર્ટ ડોક, ૯ લેન્ડીંગ શીપ ટેન્ક, ૧૫ ફ્રિગેટ, ૧ ન્યુક્લિયર એટેક સબમરીન, ૨૫ કોવ્રેટ્ટ, ૭ ખનન વેસલ, ૪૭ પેટ્રોલ વેસલ.
ઇન્ડિયન એર ફોર્સ : “नभःस्पृशं दीप्तम्” – ‘ગૌરવથી આકાશને સ્પર્શ !’
એર ફોર્સ ચીફ(એર માર્શલ-કેપ્ટન): અરૂપ રાહા
૧ લાખ ૩૦ હજાર સૈન્યશક્તિ.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ : “वयम् रक्षामः” – ‘અમે રક્ષા કરીએ છીએ.’

3a
નાની પરંતુ ઘણું કહી જાય એવી ટેગલાઈન જ સૂચવે છે કે દેશની રક્ષાના બદલામાં માટે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સેવ્યા વિના જ દેશ માટે મરી ફીટે એવા જવાનો છે. જે દેશ માટે શહીદ થવા માટે તો તૈયાર છે જ પરંતુ સાથે-સાથે જીવવા પણ તૈયાર છે. સાથે-સાથે માત્ર આટલી જ ડિફેન્સ સિસ્ટમ છે એવું નથી. પેરામીલીટરી ફોર્સ તરીકે ‘અસમ રાઈફલ્સ’ અને ‘સ્પેશીયલ ફ્રન્ટીઅર ફોર્સ’ પણ કાર્યરત છે. તદ્દુપરાંત, ઇન્ડિયન બેલીસ્ટીક મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ પણ તૈયાર છે.
૮ પોલીસ ફોર્સ આપણી વચ્ચે રહીને કાર્ય કરે છે.
સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP), સશસ્ત્ર સીમા બળ (SSB), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સેક્યોરીટી ફોર્સ (CISF), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), નેશનલ સેક્યોરીટી ગાર્ડ (NSG), સ્પેશીયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG).
તેમજ સ્પેશીયલ ફોર્સ તરીકે અન્ય ૪ ટીમ સેવામાં કાર્યરત છે.
પેરા(સ્પેશીયલ ફોર્સ), ઘાતક ફોર્સ, મરીન કમાન્ડોઝ(માર્કોસ) અને ગરુડ કમાન્ડો ફોર્સ.
પૃથ્વી, અગ્નિ, ધનુષ, સાગરિકા, બ્રહ્મોસ, શૌર્ય, સૂર્ય,પ્રહાર નિર્ભય, આકાશ, ત્રિશુલ, નાગ જેવી મિસાઈલ દુશ્મનને તીક્ષ્ણ નજરે તાકીને બેઠી છે. સાથે-સાથે ‘સુદર્શન’ નામનો લેસર-ગાઈડેડ બોમ્બ પણ ‘સોને પે સુહાગા’ ની જેમ બિરાજમાન છે સૈન્યમાં.
આજે સેના અને સૈન્યની શિસ્તબદ્ધતાને કારણે જ આપણે અશિસ્ત બનીને હારી-ફરી શકીએ છીએ. એમની ચપળતાને કારણે જ આપણા સુધી આવતી દુશ્મનરૂપી ઉલ્કાને પહોચતા પહેલા જ નાશ કરી દેવાય છે. એમના જ દેશપ્રેમને લીધે પળવાર ક્યારેક દેશને ભૂલી જઈએ છતાં પાપ લાગવા દેતા નથી. ચતુર્વર્ણવ્યવસ્થાના આધાર પર આજે દેશના સૈનિકો ક્ષત્રિયોની જેમ અભેધ દિવાલ બનીને રક્ષનૃપી કવચ પૂરું પડે છે. આ દરેક સેના જવાનને તાજમહેલની પવિત્રતા અને સુંદરતા જેટલા સલામ.

Indian-Army-Soldiers-Wallpapers-10
ટહુકો:
માતૃભૂમિના રક્ષક પુત્રો કફન બાંધીને ચાલે છે,
બાંધીને શહીદીનો ફેંટો મૃત્યુથી લગ્ન રચાવે છે,
એમના રક્તથી સિંચિત ધરતી ધન્યતા પામે છે,
જુઓ! દેશના વીર સિપાહી, જે માં નું ઋણ ચૂકાવે છે.

related posts

ગીતા, માત્ર ‘ધર્મગ્રંથ’ કે ‘વિશ્વગ્રંથ’…?

ગીતા, માત્ર ‘ધર્મગ્રંથ’ કે ‘વિશ્વગ્રંથ’…?

ચલકચલાણું, તારે ઘેર ભાણું!

ચલકચલાણું, તારે ઘેર ભાણું!