“મિર્ઝા ગાલિબ”

એક મિત્ર મને ઘણા સમયથી ‘ગાલિબ’ કહીને બોલાવે. અને મને ગમે પણ ખરું. પરંતુ આજે થયું, સાલું આટલા સમયથી હું હસું ‘ગાલિબ’ સાંભળીને તો આજે એનું થોડું ચરિત્ર પણ સમજીએ તો મજા પડી જાય. તો પેશ-એ-ખિદમત મેં હાઝિર હૈ ગુલીસ્તા કે દીવાને, દિલો કે પરવાને, ગઝલ કે મસ્તાને  “મિર્ઝા ગાલિબ”.

http://i1.tribune.com.pk/wp-content/uploads/2010/12/Mirza-Ghalib-640x480.jpg

૨૧૬ વર્ષ.

એકમેવ. અજોડ. અદ્વિતીય. અનન્ય…આ તમામ વિશેષણોની સાપેક્ષે લઇ શકાય એવું એક નામ :  મિર્ઝા ગાલિબ. ૧૭૯૭ની ૨૭ ડિસેમ્બરે જન્મેલી આ ટાવરીંગ ટેલન્ટ કોઈ પણ એન્ગલથી એની સાથે જ બર્થ ડેટ શેર કરતા સલમાન ખાનથી પણ વધુ ફેન ફોલોઈંગ મેળવવા દરજ્જેદાર છે. ટાગોર, ગાલિબ, હુસેન, ઓશો, કબીર…આ પાંચ દાઢીઓ ભારત સાંસ્કૃતિક ખુશ્બૂનું પંચામૃત છે !

કમબખ્ત મિયાં ગાલિબ…… ટીન એજમાં જ પપ્પાના પ્રતાપે એમનો દીવાન વંચાઈ ગયા પછી અડદિયો ખાધા પછીની કોફી મોળી લાગે, એમ બહુ વખણાતી કે ગવાતી અમુક શાયરીઓ પણ ફિક્કી જ લાગે છે, તાઉમ્ર ..આજીવન ! ગાલિબ એટલે શહેનશાહે શાયરી. ‘ધ અલ્ટીમેટ’. નરસિંહ મહેતાની જેમ પેલે પાર કશુંક ભાળી ગયેલો ઈશ્કમસ્ત મૌલા. આગઝરતા કટાક્ષના તણખા વેરતી ભાષા અને નાભિમાંથી ઉઠેલી પીડાની કાળી ચીસ. બે પંક્તિઓમાં આખી નવલકથા કહેવાનું જૌહર અને હુનર રાખનાર આદમી.

વાંચીએ તો લાગે કે આદમી નહિ પાંખો વિના ફરતો ફિરસ્તો હોવો જોઈએ, જેના કદમ ચૂમીને ત્યારના દિલ્હીની ધૂળ સોનેરી બની ગઈ હશે અને વાંચીને આજે ય દિલમાં હીરા મઢાઈ જાય છે. શું કસબ, શું કમાલ ! પાનની દુકાને ઉભેલા આશિક આવારાઓની ચિઠ્ઠીબાજી કે ચોકોચિપ્સ આઈસ્ક્રીમ ખાતાં થતી એસ.એમ.એસ. બાજીની ડાયરીછાપ શાયરીઓ માટે ગાલિબ નથી. એ ખરા અર્થમાં  શેર કહે છે. દહાડતો , ગરજતો, ધ્રુજાવતો બબ્બર શેર!

ગાલિબ લોકપ્રિયતા અને ગુણવત્તા, વરસો નહિ, દસકાઓ નહિ, સદીઓ સાથોસાથ હોઈ શકે છે , એનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે. આસમાનની બુલંદીને ચુમતું એક આતિશી નામ, સાગરની ગહેરાઈઓ સુધી ઉછળતું એક ધોધમાર કામ.  એક જીવતી જાગતી હ્યુમન બ્રાન્ડ, જે શાયરી નામના શબ્દનો આજે ય બેન્ચમાર્ક છે, પર્યાય છે. એક નશો છે ખુમારનો , એક નકશો છે બહારનો…સલામ ગાલિબસાહબ, “ચમન મેં આપ કિ ફિઝા હી કુછ ઐસી બિખરી હૈ કિ ગુલ તો ખીલતે રહેંગે જઝબાતો ઔર ખયાલાતો કે ! જૈસે આપ હી ને કુછ મિલા હી દિયા હૈ શરાબ મેં…”

https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash2/v/t1.0-9/942055_350232335100126_1193729008_n.jpg?oh=715fd1ac5b3a5cfb0dfda1ebce8bdcec&oe=55050AFC&__gda__=1423098459_a7111aee7d89f06183a45b595278d731

“મિર્ઝા ગાલિબ” ની આ ચુનંદા પંક્તિઓ માણો…!

ટહુકો:

हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले
बहुत निकले मेरे अरमाँ, लेकिन फिर भी कम निकले

मगर लिखवाये कोई उसको खत तो हमसे लिखवाये
हुई सुबह और घर से कान पर रखकर कलम निकले

मुहब्बत में नहीं है फ़र्क जीने और मरने का
उसी को देख कर जीते हैं जिस काफिर पे दम निकले

खुदा के बासते पर्दा ना काबे से उठा जालिम
कहीं ऐसा न हो याँ भी वही काफिर सनम निकले

कहाँ मयखाने का दरवाजा ‘गालिब’ और कहाँ वाइज़
पर इतना जानते हैं, कल वो जाता था के हम निकले !!

related posts

પ્રેમની પરિભાષાના પવન..પ્રેમી પરખંદા..!

પ્રેમની પરિભાષાના પવન..પ્રેમી પરખંદા..!

મંત્રદ: પિતા

મંત્રદ: પિતા