“પ્રેમ એટલે…”

એક સરસ કવિતા લખેલી આ બંદા-બહાદુરે, આશિકાના મિજાજથી જ એકદમ. પ્રેમની પૂર્ણ રીતે પરિ-પકવતા પમાડે એવી પદ્ય.

પ્રેમ એટલે ‘હું’ થી ‘તુ’ સુધી પહોચવાની પ્રણયની નાનકડી કેડી.

પ્રેમ એટલે પાનખરમાં ફૂટીને નીકળેલી એક કુમળી કુંપળ.

પ્રેમ એટલે શબ્દોના દિલના રસ્તેથી જવાનું પસંદ કરે એ અનુભૂતિ.

પ્રેમ એટલે કૃષ્ણની વાંસળીમાંથી છેડતા રાધાની ઉર્મિઓના સુર.

પ્રેમ એટલે અંતરમાં થતો મૌન વાચાનું છંછેડાઈને બોલી ઉઠવું.

પ્રેમ એટલે સુંવાળી પથારીમાંથી આવતી કામરસની કસ્તુરી.

પ્રેમ એટલે શાંત વાતાવરણમાં રહેલો પરમાત્માનો આવાસ.

પ્રેમ એટલે હૃદય પર પડતા ખંજનો દ્વારા ઝડપી ચાલતો ધબકાર.

એક ખોવાઈ ગયેલી, ચુકાઈ ગયેલી ક્ષણ ફરીથી મેળવવાની ‘દેવદાસીય’ પીડામાંથી પસાર થતા પુરૃષનો આ અંતર્નાદ છે. પુરૃષનો એટલે કે પ્રેમમાં ફાઈનલ ચોઈસ હમેશા સ્ત્રીની હોય છે. બળજબરીથી દેહ ભોગવવા કે સંબંધ દુનિયાને દેખાડવા મળે- પણ સ્ત્રીનું હૈયું ના મળે! પ્રપોઝ કરવા પુરૃષે ઘૂંટણિયા ટેકવવા પડે, અને પ્રચલિત માન્યતાથી વિરૃધ્ધ બહુધા (મોસ્ટલી) પુરૃષે અંદરથી ચોટ ખાઈને જીવવું પડે. સ્ત્રી તો રડી, પછડાઈને મોટે ભાગે પોતાનો રસ્તો એડજસ્ટ કરી લે. એટલે ભલે અમુક નાલાયક નાદાન પુરૃષો સ્ત્રીને રમકડું માની બહેલાવવા કે છેતરવા હથેળીમાં ચાંદ દેખાડીને ફરી જાય. અપવાદો બાદ કરતા સ્ત્રીના કન્ફ્યુઝન પુરૃષનો ફ્યુઝ ઉડાડી દેતા હોય છે! કારકિર્દીમાં આગળ વધવાની મનશા, એ પેલી મનમાં અડ્ડો જમાવીને પડેલી પ્રેયસીની યાદોમાંથી જલાધારીની જેમ ટપકતા સ્મૃતિઓના ટીપાંને લીધે કદી પૂરી થતી જ નથી.

પ્રેમમાં જે નાયક હોય છે એની સ્ટોરી કૈઈક આવી જ હોય છે. શરૂઆતમાં તો એની માટે ગમતી ‘નારી’(એટલે કે, નાયિકા સ્ટોરીની..) મગજમાં સ્થાન લઇ લે પછી એના માટે બીજું બધું ગૌણ બની જાય છે. એ આપણા ભોલાનાથ જેવી ધન્યતા અનુભવે છે, જે પ્રેમમાં સફળ થવાની નહિ પરંતુ પ્રેમમાં દ્રવિડની જેમ પીચ પર માત્ર ટકી રહેવામાં જ ખુશ રહે છે. પ્રેમ પ્રાપ્તિનો ખાલીપો એના અખા જીવનને ‘કન્ફયુઝન’ માં મૂકી દે છે, પછી નવાનું ‘ઈલેક્શન’ થાય પણ એનું ‘સિલેકશન’ કેમ કરવું એની સમજના અભાવે પોતાનું જ ‘ડીફ્લેક્શન’ કરી મુકે છે. પુરુષે ભલે આગ શોધી હોય પરંતુ બુઝાવવી કેમ ? એ સ્ત્રીઓ ખુબ સારી રીતે જાણે છે.

ઘડીકમાં વ્હાલ વરસાવે, ઘડીકમાં અંતર રાખે! અને રિયલ લાઇફના ડાહ્યાડમરા લાફા ખાઇને પણ પપ્પીનો અહેસાસ મેળવનારા બિચારા ‘લાલિયા’ ઓ ભમરાળી ‘લલુડી’ ઓને ‘સંભાળી’ કે ‘સંભળાવી’ પણ નથી શકતા! ક્યારેક છોકરી સેનેટરી નેપકીનની જેમ સુંવાળી ‘ઇઝી’ તો ક્યારેક વાયડી વાણીયણની જેમ ‘બીઝી’ આવે છે. જયારે આ પ્રેમની અસર હેઠળ ઘવાયેલા પુરુષો ઉનાળામાં અગાસી પર મુકેલા અથાણાના તપેલાની અંદર ચાસણીમાં ડુબાયેલી કેરીની ચીમળાઈ ગયેલી ચીર ની જેવા હોય છે. ‘લવગુરુ’ નો ગુરુમંત્ર યાદ રાખજો બિરાદરો, દહીં છોકરી મળે તો ‘હા’ પાડવામાં વાર નહિ લગાડતા જરા પણ.(આફ્ટરઓલ, ઓથોરીટી તો આખરે પહેલેથી જ ‘નારી’ જતી પાસે જ રહી છે.) પણ જો ઓવરહેડ હાઈ હિલ્સ પહેરેલી છોકરીઓ ના ગમે એટલા નખરા ભરેલા અંગો વાંકા વળે, ત્યારે એની પાછળ હજારો સાયરન વાગતી લાલ લાઈટને મગજ માં લાવવી અને દુર ભાગતા શીખવું દરેક એ. એ સમયે જો ‘ગાંડા-ગમાર’ કે ‘ઘેટાશંકર’ બનીને ‘હા’ કીધી તો એણે તો તમારી ‘લીધી’ એમ સમજવું. કારણ કે આ વિષયમાં જે સવાલ આવે એમાં કોઈ જ ઓપ્શન નથી હોતો. એટલે, સુંવાળી સલાહ છે કે, ‘બબુચક’ બનવું નહિ. એકઝાટકે નહિં મરો, તો ટુકડે ટુકડે એને કયારેક જોઇને, મળીને, વાત કરીને, એનો ખભો બનીને ટેકો કરીને અંદર અંદર મરતા રહેશો! એને તો આ દર્દનો કદી અહેસાસ જ નહિં હોય, સહાનુભૂતિ હશે બસ બહુ બહુ તો!

રાંઝણા ફિલ્મનો છેલ્લો ડાયલોગ, બેશુમાર છે. ગોલ્ડન વર્ડ્સ…..! “ લેકિન સાલા, અબ ઉઠે કૌન? કૌન ફિર સે મેહનત કરે દિલ લગાને કી, દિલ તુડવાને કી. યે લડકી આજ ભી હાં બોલે તો મહાદેવ કી કસમ વાપસ આ જાયેંગેલેકિન અબ સાલા મૂડ નહિ હૈ!

 http://kparticleworld.files.wordpress.com/2014/12/1309d-hd-black-and-white-couples-hug-wallpapers252892529.jpg

શરદની જેવો ગુલાબી ઠંડો સ્વભાવ હોય, દોસ્ત થઈને હમેશ પૂછે મને દોસ્તી નો અર્થ, એના આગમનથી બાગની કળીઓ પણ શરમાય અને પુષ્પો હરખાય, એના અંગ-અંગમાંથી કામરસ નીતરે, એને જોઇને ‘કામાગ્નિ’ પ્રગટે, અધરો નું સ્મિત અને કાતિલ નયનોના વેધક બાણ મારા હૃદયને વીંધે, ત્યારે જ દિલમાં વ્યથા ઉપડે અને ઉર્મીઓ સંગીત રેલાવે.” કોઈ એક ગુણ પણ મળે તો મારું મન હિલોળે ચડે.

 

ટહુકો :-

સ્ટડીના છે ચઢ્‌યા મોજા, આંખે ચશ્માં ને મોંએ સોજા,

ફૂટવાની ઉમરે મૂંજી જનરેશન રાખે છે પ્રેમના રોજા.

નગરમાં ચર્ચા કે પેલી બેઠી’તી પેલાની બાઈક પર,

છે મજા અપ્લોડીયા ફોટાને મળતી સો લાઈક પર.

સામસામેના ધાબા દીસે ના, મારતા હવે તો લાઈન,

ચઢે ક્યાં છે, પહેલા ચડતી’તી એવી પ્રેમની વાઈન.

related posts

લેટર ટુ યુ, બડી!

લેટર ટુ યુ, બડી!

અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?

અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?