પ્રેમનો અર્થ….!

“કાયમ મને એ પૂછતી પ્રેમનો અર્થ,
કહેતો હું મને જ કેમ પૂછે છે વ્યર્થ,

પ્રેમ તો કદાચ મને પણ હતો અખૂટ,
સમજી ના શક્યો ત્યારે હું અબુધ,

એના બાહુપાશમાં સમેટાવું ગમ્યું,
એની ‘લટ’ને સહેલાવવું પણ ગમ્યું,

કમળ જોતા જ અધર પર સ્મિત છવાતું,
ગુલાબ સમા ગાલથી જાણે હૃદય ઘવાતું,

કાતિલ નયનના બાણ વેધક લાગતા,
અંગ-અંગને કામરસથી ટપકાવતા,

ઉરોજના વળાંકો દીસે જાણે વિલાસીની,
કદાચ એ જ લાગતી મને મારી કામિની,

આંખો જયારે એને ચંદ્રમાં શોધતી,
દાસ્તાન-એ-ઇશ્ક તો નિયતિ લખતી,

મનની ઈચ્છાઓ કરતી ઘણા વિતર્ક,
પણ પાંગર્યો હતો લાગણીઓનો અર્ક,

પ્રેમમાં ત્યારે ‘બાળક’ ના થયો સમર્થ,
સમજાયું આજે ‘કંદર્પ’ જાણીને એ અર્થ.

ટહુકો: “અડધી ખુલ્લી બારીમાંથી ચાંદની જયારે મારા ઓરડાને પ્રકાશિત કરે અને પવનની લહેરખીથી આગળ આવેલી ‘લટ’ને હું કાનની પાછળ લઇ જઈશ ત્યારે ઝુમરના રણકારથી મારા ચહેરા પર મંદ-મંદ સ્મિત ફરકશે અને તે મને યાદ કરતો હશે.”  આવું એણે મને કીધેલું.

કદાચ વર્ષો પછી પણ એ મને યાદ કરતો હશે એવો આજે ભાસ થાય છે.

related posts

દિલવાલી દિવાળી (2/5)

દિલવાલી દિવાળી (2/5)

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?