ડિયર ફાલુ !
૭ માર્ચ, ૨૦૧૬ના દિવસે રૂપિયો-શ્રીફળ અપાયાં પછી ફાલુને મેં સૌથી પહેલો વોટ્સએપ પર મેસેજ કરેલો.
“When u r getting hooked with a writer, the best thing is ur anger on him will not stay for long…he will find different ways to make u smile every day n night. He is the writer n you will be the best story of his life.
Welcoming you for mad connection with me.
Lots of love.
Kandarp.”
દરરોજ રાત્રે ફોન-કૉલ પર વાતો થાય. એકબીજાને આખો દિવસ ડિસ્ટર્બ કર્યા વિના પોતપોતાનું કામ કરીએ. ફાલુ કૉલેજમાં માસ્ટર્સના લાસ્ટ સેમેસ્ટરના થિસિસ કમ્પ્લીશનનું કામ કરે. મને આજ સુધી કદી યાદ નથી કે, દિવસે અમે એકબીજાને કામના સમયે ફોન-મેસેજ પિંગ કર્યો હોય ! ઝઘડો થયો હોય તેવું પણ હજુ સુધી અમારી પ્રેમની નિશાળમાં બન્યું નથી. એક દિવસ રોજની જેમ જ વાતો ચાલતી હતી. મેરેજમાં ક્લોથ્સ સિલેક્શન અને ખરીદીની વાત ચાલતી હતી. તેમાં અચાનક મેં કહ્યું.
“આજે તો લખવાની મજા પડી ગઈ. આજે એક મસ્ત અનુભવ થયો એના વિષે લખ્યું.”
“અચ્છા. તો પછી મારા વિષે ક્યારે લખીશ ?”
અફ કૉર્સ. હાર્ડ ટુ હીટ ધિસ ક્વેશ્ચન.
બહુ વિચાર્યા પછી કહ્યું, “જે વ્યક્તિ સૌથી વધુ ગમતી હોય તેના વિષે ન લખી શકાય.” હજુ તો વધુ કઈ બોલું તે પહેલા જ તે બોલી, “ફાંકોડી ..! બહુ બોલતા આવડે બધું, નઈં ?”
“અરે, લખીશ. લખીશ. તને કહ્યા વિના જ તારા વિષે લખીશ.”
‘જુનાગઢ કૃષિ યુનિવર્સીટી’માં માસ્ટર્સ ઇન ‘એગ્રીકલ્ચર એન્જીનિયરીંગ’ કમ્પ્લીટ થયું અને સાથે-સાથે તે ફિલ્ડની સૌથી મોટી કંપની ‘જૈન ઈરિગેશન’માં તેનું પ્લેસમેન્ટ થયું.
થોડા દિવસોમાં સવારી જલગાંવ, મહારાષ્ટ્ર – ખાતે આવેલ ‘જૈન ઈરિગેશન’ / Jain Irrigation ના મુખ્ય ફિલ્ડ પર ટ્રેનિંગ માટે ગઈ. એક મહિનાની ટ્રેનિંગ પછી એક્ઝામ હતી. ‘ટ્રેનિંગ એક્ઝામ’ ક્લિઅર થાય તો જ પ્લેસમેન્ટ અનુસાર પોસ્ટિંગ મળે. આ એક્ઝામ ક્લિઅર કરીને દરેક એલિમિનેશન ફેઝ કમ્પ્લીટ કર્યા.
આ ન્યૂઝ આજે મળ્યા અને તરત જ કમ્પ્યુટરના કી-બોર્ડ પર ફાલુનું નામ ટાઈપ કર્યું.
મારો પહેલો લવ-લેટર, ઈ-લેટર કે બ્લોગ-લેટર – જે ગણો તે બધું એક જ.
“ડિયર ફાલુ,
આઈ એમ લાલુ. છોકરાઓ કદી ગોરા કે ખૂબસૂરત નથી હોતા. તેઓ મજબૂત હોય છે, બદમાશ હોય છે, બુદ્ધિમાન હોય છે. કદાચ તારા માટે હું આવો જ હોઈશ.
એક વર્તુળની ત્રિજ્યાના છેડે હું ઉભો છું. પેલે પાર તું ! આ વર્તુળની વચ્ચેનું ભાવવિશ્વ હંમેશા પ્રેમવિશ્વ બની રહે તેવો હું પ્રયત્ન કરીશ. બહુ સાઈકલ ચલાવ્યા છતાં, ઊંચાઈ વધી નથી. તેથી તું ‘હાઈ હિલ્સ’ પહેરીને મારી સમકક્ષ જ રહે તેવું હું ઈચ્છું છું. મારી અને તારી કીકીઓ સ્થિર રહે અને એકબીજા તરફ ગર્વિષ્ઠ માર્ગે ઉંચી ટકટકી રહે. જીવનનો પરપોટો જ્યાં સુધી જીવંત રહે ત્યાં સુધીમાં તે મેઘધનુષ્યના સાતેય રંગોમાં નાચી લેવા મળે, આંખોની ખુશીની ઝિલમિલમાં જરા ઝબોળાઈ જવા મળે, કિલકારનો કેકારવ કરવા મળે અને એકબીજાની હથેળીમાં વિશ્વાસની સુગંધ રહે.
ઓ, ઓ ! ફિલ બોરિંગ ! જો બકા, હું આવું બધું એલ-ફેલ બોલું ત્યારે તારે આંખ બંધ કરી, ‘ફિલિંગ બોરિંગ’નો ઊંડો શ્વાસ લઈ, ગોદડાંમાં સંતાઈને સૂઈ જવાની એક્ટિંગ કરવાની – એટલે ‘પ્રવચન ક્લોઝતિ ’ કરી દઈશ. એક નન્નો મુન્નો કેમેરા, એક નોટ-પેન, તું અને હું – ફરીશું, ખુબ ફરીશું. નવું-નવું ફૂડ ટ્રાય કરીશું. ક્યાંક જંગલમાં ટ્રેકિંગ કરીશું, લેટ લાઈટ મુવિઝ જોઈશું, અડધી રાત્રે તને ગમતી ચા પીવા જઈશું.
હાથી-કીડીની વાર્તાઓ કહીશ ! રોજ નવી-નવી. ‘લાઈફ’ નામની બુકમાં ‘બુકે’ ઓછા અને ‘થ્રિલ’ વધુ આવશે. કેટલાક કલરફૂલ તો કેટલાક બ્લેક & વ્હાઈટ પન્નાઓ હશે. ઘાસ છોડીને કાંકરીઓના ગ્રેવલ-વે પર એકબીજાને જોઇને જ ચાલવાનું થશે. બંને પરિસ્થિતિને માણીશું, મજા આવશે.
હજુ તો ઘણુબધું છે. કેટલુંક તારી ડાયરીમાં, તો કેટલુંક મારી રોજનીશીમાં ! આ બંનેની વચ્ચે ઘણા શબ્દો સચવાયેલા હશે.
તારી સાથે શરુ કરેલી સફરના અનેક Un-known ‘સ્ટિલ સ્નેપ્સ’ લેવા માટે તત્પર…
લિ. જાડિયો ફાંકોડી
Comments
aarti rohan
Jordar , kanderp Bhai , every girl want a lover like u
કંદર્પ પટેલ
Thank you ! My pleasure.
Every man dreams to get girl like Falu. 🙂
શૂન્યતાનું આકાશ
સ્વપ્નિલ છોકરાને સ્વપ્નો પુરા કરવા સ્વપ્નિલ છોકરી મળી ગઈ. God bless
ikirtanquote
Jordaar ho bhai…..
Ashwin Majithia
રોમાન્સનાં થ્રીલનો રોમાંચક અનુભવ કરાવી જતી ઇનોસેન્ટ પ્રેમની.. ભાવિ જીવનનાં શમણાઓથી તરબતર એવી બેનમૂન વાતો..
divendhimmar
તારા દરેક અક્ષરસહ શબ્દમાં પ્રેમના આલિંગની વચનોની લાગણીસભર રજુઆત અને એ પ્રથમ પ્રેમ ડાયરીના પ્રથમ પ્રેમપત્રની પરિપક્વતા , દિર્ધાયુષ્ય સફળ જીવનની સતત સાબિતી રહેશે.