ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

ઉત્તરાયણ એટલે મિત્રતાનો રંગ. આ રંગ ગગનની ‘બોઝિલ’ હવાઓમાં એવો તે પ્રસરી જાય છે જાણે નવવધુનો શણગાર. આ મિત્રતાનો વાયરો સમગ્ર આકાશને ‘દોસ્તી’નો અર્થ સમજાવી જાય છે. કદાચ, આકાશની કોઈ તાકાત એ ચીચીયારીઓને વાદળ ચીરીને વિશાળ ફલકના અંતિમ છેડા સુધી પહોચતા રોકી ના શકે. મિત્રતાના રંગમાં રંગાઈને પ્રેમપત્રો આકાશ સુધી પહોચીને યુવાનીના જામ છલકાવે છે. આ દિવસે ‘યંગ બ્લડ’ શાહી ઉફાન પર હોય છે, જેને કોઈ સીમા કે સરહદ રોકી નથી શકતી. જાણે દોસ્તીના રંગએ તે દિવસે આઝાદીની મહોર ફરમાવી દીધી ન હોય !

ઉત્તરાયણ એટલે,
“મિત્રતાનો રંગ, હૈયે અનેરો ઉમંગ,
પતંગને પણ છે ફીરકીનો સંગ,
હોય જ્યાં યુવા દિલોના મેળાનો પ્રસંગ,
‘મેનકાઓ’ રૂપ-લાવણ્યથી કરી દે દંગ,
‘વિશ્વામિત્રો’નું પણ થાય ધ્યાન-ભંગ,
સ્તનદોષથી પીડાય સમગ્ર અંગ-અંગ,
પ્રેમના પેચ કરે હૃદયને તંગ,
પેચની પીચ પર છે તોયે અભંગ,
આંખનું મિલન રચે દિલમાં સુરંગ,
બંધાય સંબંધની દોર જાણે લવંગ,
ત્યારે પુલકિત થઇ ઉઠે પ્રેમનો પતંગ.”
– કંદર્પ

આજે દરેક મિત્રોને ‘ઉત્તરાયણ’ પર મારી સાથે લખવાનો મોકો મળ્યો છે, અને તેમને હોશે-હોશે કઈ ને કઈ સ્પેશિયલ લખ્યું છે જે મારા માટે તો છીપમાં રહેલ મોતી સમાન કીમતી છે. જો ઉત્સવ પુરા જોશથી ઉજવવો હોય તો મિત્રોનો સાથ જરૂરી છે, તેમ જો આ ઉત્સવ વિષે લખવું હોય તો પણ મિત્રોનો સાથ મળી રહે તો એનાથી વિશેષ શું હોઈ શકે?

મારા લેખક મિત્ર સંજય પિઠડીયા, દોસ્તી એમની સાથે થઇ જયારે તેઓ જર્મની કોન્ફરન્સમાં જઈને બેંગ્લોરના એરપોર્ટ પર હતા ત્યારે. જોતજોતામાં એવો તે સ્નેહ બંધાઈ ગયો કે એ દોસ્તીના પતંગને ચાર ચાંદ લાગી ગયા. ઉપરાંત, તેમણે મારી અપેક્ષાને માન આપીને ખુબ સરસ લખ્યું.

“સવારે આકાશ ‘વ્હાઈટ’ અને ‘બ્રાઈટ’ હોય ત્યારથી માંડીને મોડી ‘નાઈટ’ સુધી, અગાસીની ‘હાઈટ’ પરથી ‘કાઈટ’ માટે ‘ફાઈટ’ કરવાની, ચીક્કી અને લાડવાને ‘બાઈટ’ કરવાની, પતંગની કિન્ના ને ‘ટાઈટ’ કરવાની, નેગેટીવને ‘રાઈટ’ કરવાની અને જિંદગીને ‘લાઈટ’ કરવાનો ઉત્સવ એટલે ઉત્તરાયણ.”- સંજય પિઠડીયા
ઉમેશ હિરપરા, બહુ બોલકો અને ૧ સેકંડ માટે પણ ફોન અને જીભ થી દુર ના થાય તેવો દોસ્ત. ખબર નહિ પણ, એને પોતાના ફોનને તિલાંજલી અને જીભને વિશ્રામની સ્થિતિમાં મુકીને કલમને દોસ્ત બનાવીને કૈક મનમાંથી સ્ફૂર્યું.
“જીવનમાં પતંગની જેમ આકાશમાં રહો. જો એક પતંગ કપાય તો ‘ડોન્ટ વરી’. બીજા પતંગને ચગાવીને ‘બી હેપ્પી’ રહો. છેવટે એક પતંગ તો એવો હશે જ કે જે અવિચલ ધ્રુવના તારાની માફક દુર-સુદૂર જશે અને પોતાનું સ્થાન કાયમ કરશે. એ જ રીતે જીવનમાં પણ એ પતંગની શોધમાં રહેવું, ન જાણે ક્યારે એ સ્થિરતા અને ઉંચાઈ મળી જાય..!” –ઉમેશ હિરપરા

મારા ડોક્ટર મિત્ર..! હમેશા અવ્વલ નંબરોથી પાસ થવાવાળા અને એમ.બી.બી.એસ માં અભ્યાસ કરતા મિત્ર નૂતન અને દક્ષા. બંનેની જુગલબંધીથી એક સરસ કવિતાએ સ્થાન લીધું. જે આજના આર્ટીકલમાં કલગી ઉમેરે છે. બંને લખે છે કે,

“ઉત્તરાયણ – મારા મિત્ર માટે મારા મતે તેનું ચિત્ર.
ઉત્તરાયણ એટલે…
ઊંધિયાની લિજ્જતથી લઈને શેરડી, ચીકીનું ગળપણ,
મિત્રોના સાથ વગર ના ભાવે એવું છે આ સગપણ.

ચક્મકતા કાચ અને પાયેલ દોરીનો માંજો,
બીજાનો કાપો તો પાક્કો અને પોતાનો કપાય તો વાંધો.

અગાસીના લાઉડસ્પીકર અને દોસ્તો સાથે ડાન્સ,
આંખો-આંખોમાં થતો યુવા દીલોનો રોમાન્સ.

બીજાના પતંગ લુંટીને જતા કરવાની મજા,
રાતની મિત્ર-ગોષ્ઠી અને બીજા દિવસે હેંગઓવરની મજા,

મનગમતાને ફીરકી પકડાવી પતંગ ચગાવવાનો ઉલ્લાસ,
જોડે મળે જયારે પવનનો સાથ, પછી તો બાપ્પુ ખલ્લાસ..!”
-નૂતન અને દક્ષા.

અપેક્ષા જેની પાસેથી માત્ર લાગણી અને હૃદયની હોય, ભીનાશ દોસ્તીની સોડમની હોય એ મિત્રતા એટલે મારી અને દેવરાજની. રંગીલો દોસ્ત દેવરાજ. પોતાના શબ્દોમાં ઘણું એવું કહી ગયો જે અતુલનીય છે.

“આરોગ્ય અને આનંદની સાથે જીવનમાં ઘણું બધું શીખવી જનારો ઉત્સવ છે ઉત્તરાયણ. નીલગગનમાં વિહરતો પતંગ જયારે કહેતો હોય કે જયારે તમે બંધાયેલા હોવ ત્યારે મુક્ત રીતે હારી-ફરી શકતા નથી. હે મિત્ર !તારી નજર આ નીલગગનમાં ફેરવ, જો મારા રંગબેરંગી ભાઈ-બહેન દોરીની મદદથી જોડાયેલા હોવા છતાં મુક્તપણે હરેફરે છે. એમ તો મને સાથે આપનારી દોરી થી અલગ થવાનું ગમતું નથી પણ દુનિયાની રસમ પ્રમાણે અલગ થવું પડે છે પરંતુ એમાં પણ કોઈનો આનંદ છે એ જોઇને મને આનંદ થાય છે. પતંગ જાણે સમજાવતો હોય કે ગમે તેટલા ઉંચે ઉડો પણ પછડાશો તો નીચે જ.

ડૉ. ઉમાકાંત પટેલ કહે છે,
પડી રહેશો તો ફાટી જશો,
ઉંચે ઉડશો તો ગગન ચુમશો,
અભિમાન કરશો તો કપાઈ જશો,
સંપથી રહેશો તો આકાશે મઢાશો.”
-દેવરાજ ઠાકોર

મારી સ્કુલ-દીદી. બેસ્ટેસ્ટ એવર. નાની સોયથી લઈને અધ્યાત્મિક અને ફિલોસોફીની મહેફિલ કદાચ કોઈ ભાઈ-બહેન વચ્ચે નહિ જામતી હોય ! પાણીના ઝરણાની જેમ સતત વહેતો અને પ્રેમથી છલકાતો રહે છે આ ક્યારો.

“પતંગ જયારે કાઈ જાય ત્યારે દુઃખ થાય છે પરંતુ એ જ જયારે બીજો પકડે છે ત્યારે એ ખુશ થાય છે. એમ જીવનમાં હમેશા તડકી-છાયડી રહે જ છે. મિત્રતામાં પણ એવું જ છે. જયારે જીવનમાં સફળતાનો દોર કાપીને નિષ્ફળતા હાથ લાગે ત્યારે મિત્રો જ એ દોર ઝાલી રાખે છે. આવી રીતે હમેશા હસતા-હસાવતા રહેવું એ જ સાચું નવનીત હોઈ શકે.”
-ભૂમિકા કથીરિયા

અમારો ધીર-ગંભીર મિત્ર ! અને ભવિષ્યનો બિઝનેસમેન. નવું જોવા-શીખવાની જીજ્ઞાસા રાખતો દોસ્ત એટલે દિપેશ. વધુ તો હું કહી ના શકું પરંતુ, એમના શબ્દો જ કહી દેશે.

“હવા છે મસ્ત, પતંગ ઉડે છે મસ્ત,
જીવન પણ છે મસ્ત જો જીવશો મસ્ત.

પતંગ ચગે, કપાય અને ફરી ચગે, એ જ તો એની છે મજા,
તકલીફમાં પણ હસતા રહેવું એ જ તો છે જીવનની મજા,

ચીકી, લાડુ અને શેરડીની જરૂરી છે મીઠાશ,
સારું જીવવું હોય તો વાણીમાં રાખજો થોડી મીઠાશ.

પતંગ તો ઉડશે જ ઉંચો જો એમાં હશે મન,
જીવનમાં પણ લક્ષ્ય પામશો જો સ્થિર હશે મન.”
-દિપેશ પટેલ

સ્કુલમાં સાઈલન્ટ સંબંધો રહ્યા અને આજે એક સારા મિત્ર તરીકે ફ્લુએન્ટ થયા એ એટલે દોસ્ત કિંજલ. દરેક કૃતિઓને સમય મળ્યે વાંચીને અચૂક સારા-નરસા પ્રતિભાવો આપતી દોસ્ત. કહે છે કે,

“બહારથી આવીને ગાડી પાર્ક કરી અને સરસ મજાની સુગંધ આવી ઉત્તરાયણ પર બનતા ‘પાક’ની. આ સુગંધે દરેક ટેન્શનને દુર ભગાવી દીધું. અને એ દિવસો યાદ આવી ગયા જયારે અઠવાડિયા પહેલા ઉત્તરાયણની તૈયારીઓ શરુ કરી દેતા અને મન ભરીને આખો ઉત્સવ માણતા ને ઉત્સાહને કાયમ ટકાવી રાખતા. પરંતુ, આજે દોડધામભરી લાઈફમાં ૨ દિવસ બાકી હોવા છતાં એ ઉત્સાહ ટકતો નથી. આ મોટા થયા એમ ભાવ ઘટતો ગયો કે પછી આપણે જ આપણામાં ખોવાઈ ગયા ?”
કિંજલ ખુંટ

અલગ જ સંબંધ છે આ દોસ્ત સાથે. કારણ કદાચ સ્વભાવ હોઈ શકે. સિંગલ ‘પંચ લાઈન’ બોલીને હિટલરને પણ હસાવી મુકે એવો દોસ્ત. પોતાની મજાક ઉડાવીને બીજાને હસાવવા એ કદાચ કોઈ જ કરી શકે. એટલો જ ગંભીર પણ ખરો. જનરલ નોલેજમાં અને કોઈ પણ વાતની ‘બાયોપ્સી’ કરીને ચોક્કસ મુદ્દા સાથે વાતનું વર્ણન કરવાની ક્ષમતા હોય તો એ છે હર્ષિત.

“મકરસંક્રાંતિમાં જેમ આપણી પતંગ અનંત આકાશમાં વિહરે છે તે મનના અનંત વિચારો તરફ ઈશારો કરે છે.”
-હર્ષિત બારાઈ

લેખનના શોખને લીધે મિત્રતા વધુ ગાઢ બની. સમય જાત એ વિચારોના આદાન-પ્રદાનથી મજબુત બની. આજે એકબીજાનો ઉત્સાહ વધારીને મદદ કરવા તૈયાર છીએ. આ મિત્ર એટલે પિયુષ.

“દિલના પતંગને પ્રેમની દોરીથી બાંધજો,
બને તેટલા દુર ગગનમાં ઉદાવજો,
નફરત સાથે પેચ લડાવીને કાપજો,
આવી છે ઉત્તરાયણ મિત્રો,
જૂની યાદોને ભુલાવી નાવી યાદ બનાવજો.”
-પિયુષ કાજાવદરા

ક્રિકેટનું ખતરનાક ભૂત અને જીવનમાં અઘરી વસ્તુ એટલે કોઈનો બર્થ ડે યાદ રાખવો તે. આ બંનેને ખુબ સારી રીતે સંભાળી શકે તે એટલે વિવેક. નામ પ્રમાણે થોડું અપવાદ જેવું ખરું, પરંતુ નિજાનંદમાં ખુશ રહેવાવાળો વ્યક્તિ. મિત્ર તરીકે અજોડ સ્થાન ધરાવે છે આ દોસ્ત. કૈક લખે છે એ ,

“ઉત્તરાયણ એટલે, આનંદ, પતંગ અને ભોજનનો સુભગ સમન્વય. આ તહેવાર છે આકાશના હૈયાને ચીરવાનો, નીલા રંગને રંગબેરંગી બનાવવાનો, સૌન્દર્યને છટાદાર વૃક્ષોની માફક સોળે કળાએ ખીલેલું જોવાનો, એકસાથે અગાસી પરથી ખુશીઓની ચિચિયારીઓ પાડવાનો, નવા ગીતો સાંભળવાનો તહેવાર છે. રાત્રે આકાશમાં ઉડતા ટુક્કલ આકાશના અસંખ્ય તારાઓને પાર કરી જાય તો પણ નવાઈ નહિ. આનંદ સાથે લાગણીઓનો પ્રવાહ એટલે ઉત્તરાયણ.
જિંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી…
સ્વાર્થી લોકો વધતા ગયા અને ગાંઠો વધતી ગઈ.”
-વિવેક નાયક

લગભગ ૧૨ વર્ષ સુધી એક જ ક્લાસમાં ભણ્યા છતાં ક્યારેય બોલવાનું થયું નહિ ક્યારેય, પરંતુ આજે ઘણા વર્ષો પછી અચાનક ફેસબુકએ ફરી મિત્રતા કરાવી. તે એટલે પૂજા. એ પણ કૈક લખે છે અને સૂચવે છે,

“ઉત્તરાયણ વિષે તો શું કહું ? આખું ફેમિલી એક સરખા ઉત્સાહ સાથે આખા વર્ષમાં સમાન ભાગીદારીથી ઉત્સવ ઉજવાતા હોય તો તે છે ઉત્તરાયણ. ભાષાની સ્વતંત્રતાની સાથે આકાશ સાથે દોસ્તી કરવાની પણ સ્વતંત્રતા. એને બાથ ભીડીને પકડવાની સ્વતંત્રતા. હા, કેટલાક રંગીલા પતંગ જેવા વિરલાઓ અમારી જેવી નાજુક કામણગારી કન્યાને તાકી-તાકી ને દૂરબીનથી જોતા હોય છે. હા ..હા..હા..
સાવધાનીપૂર્વક આ પર્વને ઉજવો અને પતંગ જતા કરીને આનંદ લુંટો.”
પૂજા લાલીવાલા

ધમાકેદાર વ્યક્તિ અને એવી જ પર્સનાલીટી. ધવલ ભરોડીયા ઉર્ફે ભગો. દરેક લેખ પછી હિંમતનું અને આશાનું કિરણ બતાવવાવાળો મિત્ર. ઉત્સાહનું સિંચન કરતો દોસ્ત. લંગોટ પહેરતા નહોતા શીખ્યા ત્યારનો લંગોટીયો યાર. દરેક આર્ટીકલ વાંચીને પોતાની લાગણીને શબ્દોમાં રજુ કરતો દોસ્ત. ચોટદાર લખ્યું છે ભાઈ એ,
“See, truly speaking, whatever you are going to read, is possible because of our respectable pedagogue – K.T. Patel. Special words of gratitude for him to elevate us to show some special creativity and sharing his thoughts, vision, knowledge with us incessantly.

We are Kites….!
Aren’t we? Absolutely. As we know, sky has no limit same way no one can anticipate hoe far this world going to survive. So, we- kite surviving ourselves in this endless sky with the colorful threads of breathing. Obviously our thread handler is GOD. We are just puppet of drama. All these are fixed with the very next moment of your born analogous with the pre-task which we performing with the kites to put in cruel world. There are just thread-handlers who are helping survive us for 24*7. Whatever may be situation, have faith on your faith-handlers. “
-ધવલ ભરોડીયા

આ દરેક મિત્રોએ આજે મારું આટલા સમયનું લેખન સફળ બનાવ્યું સાચા અર્થમાં. ઘણા બીજા મિત્રો પણ છે કે, જેઓ ગળા સુધી લાવી ચુક્યા છે પરંતુ હોઠ પર આવાનું બાકી છે, એ દરેકનો પણ ખુબ ધન્યવાદ. જીવનની આ સૌથી સફળ ઉત્તરાયણ તરીકે શુમાર થશે. ભૂતકાળમાં ડોકિયું કરતા પ્રકાશિત થતો દિવસ દેખાશે તો તે આજનો દિવસ હશે.

ટહુકો:- પતંગ એટલે જોબનવંતી-માદક-રૂડી-રૂપાળી-કુવારી કન્યા .
પવન એટલે રખડું-તોફાની-મરજીનો માલિક એવો વીંઝાતો ઝંઝાવાતી પવન.
પતંગ અને પવનની સગાઇ એટલે ઉત્તરાયણ.
-સંજય પિઠડીયા

related posts

‘મીડિયા’- “વાણી-વર્તન-વ્યવહાર” ની વ્યવસ્થિતપણે ‘વિરોધી’ વણઝાર.

‘મીડિયા’- “વાણી-વર્તન-વ્યવહાર” ની વ્યવસ્થિતપણે ‘વિરોધી’ વણઝાર.

ધીખતે તડકે રોંઢડિયું (1)

ધીખતે તડકે રોંઢડિયું (1)