એક જાદુઈ ડબ્બો : Only for EMI

એક જાદુઈ ડબ્બો : Only for EMI

મારા પપ્પાએ મને લાઈફમાં એક જ સલાહ આપેલી.
“જ્યારે તકલીફ જેવું લાગે ત્યારે હંમેશા ઉપરની બાજુએ ન જોવું. નીચે નજર કરવી. એટલે કે, ક્યારેય પણ ઉપરવાળાને દોષ ન આપવો. રસ્તે ઓઢવાનું નસીબ પણ ન થતું હોય તેવી વ્યક્તિ તરફ નજર કરી લેવી. આપોઆપ સમજાઈ જશે.”

અચાનક જ અમિતભાઈની આ વાત સાંભળીને મજા પડી. સતત અસંતોષમાં જીવતા માણસને ખબર બધી પડે છે પરંતુ અનુકરણ કદી નથી કરી શકતો.

અમિતભાઈ આજે સવારે બોપલ Uber cab લઈને આવ્યા. ઓફિસ જવા માટે હું Cabમાં બેઠો અને GSC બેંક પાસે જે મજૂરોની ભીડ હતી તે જોઇને તેઓ બોલ્યા, “આટલા મજબૂત શરીર છે પણ કોઈને કામ નથી કરવું એટલે જ રોજ સવારે અહીં ઊભું રહેવું પડે છે. રોજ બસો-પાંચસોનું કામ મળે તો કરવાનું પરંતુ એ પછી રાત્રે દારૂની પોટલી નાખીને ઉડાવી દેવાના.”

“સાહેબ, હું નરોડા રહું છું અને રોજનો પંદરસોથી બે હજારનો ધંધો થઇ જાય છે. પચ્ચીસ હજાર જેવું સૂઝી રહે બધું બાદ કરતા. જો પાત્ર સારું મળે, સમજદાર મળે અને પોતાની જાતે અમુક કામો કરતુ હોય તો તમને ઘણો સપોર્ટ રહે છે. મારી વાઈફ સિલાઈ કામ કરે છે અને મહિને આરામથી સાત-આઠ હજાર રૂપિયા કમાઈ લે છે. ખિસ્સાખર્ચીના હું આપી દઉં અને છોકરાઓની ફીના પૈસા મારી વાઈફની આવકમાંથી નીકળી જાય.”

“મારા મિત્રે મને હપ્તો ભરવા માટે એક ખૂબ સારી સલાહ આપી. મને કહ્યું કે, આખા મહિનાના હપ્તાની રકમ શું આવે છે? તેને ત્રીસ દિવસમાં ભાગી દેવાના. ઘરમાં એક ડબ્બો રાખવાનો અને તેના પર લખી દેવાનું, ‘Only for EMI’. એ ડબ્બાને દર મહિનાની પહેલી તારીખે ખોલવાનો અને હપ્તો ભરી દેવાનો. આજે મારી ત્રણ લોન ચાલે છે. રોજના પાંચસો રૂપિયા હું એ ડબ્બામાં નાખી દઉં. લોન ભરતા હોઈએ તેવું લાગે જ નહીં. જો ગણતરી હોય તો જીવનમાં બધું બહુ સરળ થઈ જાય છે.”

“ભગવાને મને બે બાળકો આપ્યા. એ પણ એક જ સાથે. બને વચ્ચે અડધી મિનિટનો માંડ ફેર છે. આનાથી વિશેષ તમે બીજું શું માંગી શકો? નોટબંધી પહેલા હું અને મારી વાઈફ બંને એકસાથે સિલાઈ મશીન ચલાવતા હતા. ત્યારે આરામથી અમે મહીને ત્રીસથી ચાલીસ હજારનું કામ કરી લેતા હતા. લોકો નોટબંધી પછી કકળાટ કરવા માંડ્યા અને મેં કામ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. અહીં મારે મહિનાના ફાંફા હોય તેમાં સરકાર સામે ક્યાં પડવા જાઉં. આપણે રસ્તો કરી લેવાનો. કામ કરવું જ હોય તેને શું ઉપાધી? રોજ સવારે પાંચ વાગ્યે નીકળું. પાંચસો રૂપિયાનો ગેસ પુરાવી લઉં. એ પૂરો થવા આવે એટલે ઘરે પાછા.”

બસ, આ જ વાત માટે મને હંમેશા આવી નાની નાની જર્ની ગમે છે. આવી જર્નીમાં વાતો કરવી ગામે છે. કારણ કે, એક અજનબી વ્યક્તિ તેવી જડીબુટ્ટી આપી જાય કે જેને અનુકરણ કરવી ગમે. ચાવીને કકડાટી બોલાવી જવી ગમે.

~ Kandarp

uberstories #lifelessons #storiesaround

related posts

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

કાર્લ માર્કસના ‘શ્રી ગણેશ’ બાદ સામ્ય(વાદી)ઓની સુપડીમાં વૈજ્ઞાનિક ઢબે સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…!

કાર્લ માર્કસના ‘શ્રી ગણેશ’ બાદ સામ્ય(વાદી)ઓની સુપડીમાં વૈજ્ઞાનિક ઢબે સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…!