૪૮*…યંગ બ્લડ.

ઘણા વર્ષો પૂર્ણ થયા એન્ડ મેની મોર ટુ કમ. ભગવાનને ધન્યવાદ કે દુનિયામાં લોકોને બાબા-ગુરુ-મોટીવેટર-લાઈફ કોચ-ગાઈડ-આઇડોલ-ફિલોસોફરમાંથી કોઈ એકની તો જરૂર પડતી જ હોય છે અને મને એ એક જ વ્યક્તિમાં મળ્યું. ઉત્તમ વિવેચક-તત્વચિંતક-સ્પષ્ટવકતા મળ્યા. જસ્ટ લાઇક અ કોમ્બો પેક. અને આજે એમનો જન્મદિન. જો કે એના કરતા પણ થોડું વિશેષ એટલે મારા મિત્ર-આદર્શ-ફિલોસોફર-લાઈફ કોચ નો જન્મદિવસ. અને, એ એટલે મારા સુપર પાવર સોર્સ ‘પપ્પા’નો બર્થ ડે.
દુનિયામાં માતા વિષે તો ઘણા એ ઘણુબધું લખ્યું છે. પરંતુ પિતા વિષે બહુ જુજ જોવા મળશે. આજના દિવસે મારા પિતા વિષે હું કૈક કહેવા ઇચ્છુ છું. અને કદાચ આના કરતા વધુ સારો દિવસ બીજો કોઈ ના હોઈ શકે.
પપ્પાના ખિસ્સાની ડેડ લાઈન કરતા જયારે મારી માંગણીઓ કદાચ વધુ હશે, ત્યારે કદાચ તે પોતાની હૃદયની દબાયેલી લાગણીઓને ‘પોસ્ટ’ કરીને આપણી ‘પ્રેઝન્ટ’ની માંગને વધુ યથાર્થ ઠરાવતા હશે. કદાચ એટલે જ ભગવાન મજબુત હૃદય બનાવતા હશે પિતાનું કે જેથી તે પરિવારની સુરક્ષા કરી શકે. પોતાને શરદી છે એવું કહીને આપણને આઈસક્રીમ લઇ આપતા હશે. પોતે ચપ્પલ સંધાવીને પહેરતા હશે પરંતુ આપના ચપ્પલને સાંધો કરાવતા પહેલા નવા લઇ આપતા હશે. પોતાના શર્ટનો કોલર ઘસી ગયો હશે પરંતુ સિલાઈ જાય ને આપણને નવા કપડા લઇ આપતા હશે. દરેક બર્થ ડે પર અપેક્ષા વિના કઈ ને કઈ ગીફ્ટ લઇ આપતા હશે. આર્થીક પરિસ્થિતિને ક્યારેય સામે લાવ્યા વિના જ આપણને હિંમત આપ્યા કરતા હશે. કોઈક ખૂણે રડી પણ લેતા હશે અને ક્યારેક હસી પણ લેતા હશે. ક્યારેક પ્રેમ પણ આપશે અને સીખ પણ આપશે.

“પિતા જીવન છે. પિતા શક્તિ છે. પિતા સૃષ્ટિના નિર્માણની અભિવ્યક્તિ છે. પિતા આંગળી પકડીને ચાલતા બાળકનો સહારો છે. પિતા પાલન છે, પોષણ છે, પરિવારનું અનુશાસન છે. પિતા પ્રેમનું પ્રશાસન છે. પિતા રોટી છે, કપડા છે, મકાન છે, નાના બાળકનું મોટું અસમાન છે. પિતા અપ્રદર્શિત અનંત પ્રેમ છે. પિતા ત્યાગ છે, સમર્પણ છે. પિતા છે એટલે જ બાળકના મોટા-મોટા સપના છે, દુનિયાના દરેક રમકડા પોતાના છે. પિતા છે તેથી માં નો ચાંદલો અને સુહાગ છે. પિતા ગૃહસ્થાશ્રમમાં ઉચ્ચ સ્થિતિની ભક્તિ છે. પિતા પરિવારની પૂર્તિ છે, સંસ્કારોની મૂર્તિ છે, જીવનનું જીવનને દાન છે. પિતા સુરક્ષા છે, માન છે, અભિમાન છે.”

DSC03482

‘ત્યાગ’ અને ‘હિંમત’ નો સમન્વય એટલે પિતા. દવાખાનેથી ૯:૩૦ એ પપ્પા અને અને કંદર્પ દોડીને એમને ભેટી પડે અને પપ્પા એને પ્રેમથી વહાલ કરે. પપ્પા આવે નહિ ત્યાં સુધી જમવાનું જ નહિ આવો નિયમ બનેલો અને એ પણ મારા લીધે. જમતા-જમતા એકડા-કક્કો શીખવાડતા જાય અને ‘બાળપોથી’ માંથી સબ્જી-ફ્રુટ-કઠોળ-ધાન્ય બતાવીને ઓળખાવતા જાય. રાત્રે એમના ખોળામાં બેસું ત્યારે રોજ પૂછે, “શું બનીશ ?” અને, રોજ રાત્રે જવાબ બદલાતો જાય. નવું ફ્રીજ આવ્યું હોય અને એના ખોખામાં છુપાઈને પપ્પાને ‘હાઉકલી’ કરું અને પપ્પા જાતે કરીને ડરવાની વ્યર્થ કોશિશ કરે. ભારતવર્ષમાં થઇ ગયેલા તેજસ્વી ચરિત્રો-ઋષીઓ-મહાપુરુષોની વાતો કરે. રોજ રવિવારે ચોપાટીમાં જવાનો નિયમ. કદાચ આખા સુરતમાં કોઈ ડોક્ટર એવો નહિ હોય કે જેને પોતાના બાળક પાછળ આટલો સમય કાઢ્યો હશે. સ્કુટર પર આગળ ઉભા રહીને દુનિયાને જોવાની મજા તો કદાચ સંભારણું બની રહેશે. એમના પેટ પર જ ગળે વળગીને સુઈ જવાની મજા જ અલગ હતી. ૧૦માં ધોરણમાં સારા માર્ક્સ આવ્યા એટલે ઘરમાં નૈયું પણ ના હોવા છતાં મારા માટે એક જોડી કપડા લઇ આવ્યા એ કદાચ ક્યારેય ના ભૂલાય. સામાન્ય પરિસ્થિતિમાં પણ કઈ રીતે ગર્વથી અને લઘુતાગ્રંથી છોડીને તેજસ્વીતાપૂર્વક જીવન જીવવું એ કદાચ આનાથી વધુ સારી રીતે કોઈ ના શીખવી શકે.
ઘણું બધું છે, પરંતુ પછી ક્યારેક કહીશ.
ટહુકો: ‘ઉપનિષદ’ અનુસાર એક પિતાની વ્યાખ્યા.

મંત્રદ: પિતા ||” – “પોતાના સંતાનોને જીવનના અમુલ્ય સંસ્કાર-મંત્રો શીખવે તે એટલે પિતા.

related posts

સામાન્ય તર્ક – વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

સામાન્ય તર્ક – વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!