ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ગઈકાલે એક ખાસ મિત્રએ ખુબ સારો ટોપિક ચર્ચા કરવા માટે ફેક્યો. વિચાર પણ ખુબ સરસ. “ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર.”
ક્યારેક તો ગરીબની ઝુંપડી જેવું લાગે આ ફિલ્ડ. દરેક એન્જીનિયર બની શકે એ વાત તો શિક્ષણજગતમાં કોલેજોનો ફાટી નીકળેલો રાફડો રાક્ષસી રાવણહથ્થાની જેમ મોં ફાડીને બેઠો છે, એ જ સાબિત કરી આવે છે. લાયકાત-પ્રતિભા-ઇનોવેશન-એક્સટ્રીમ થોટ્સ- આવું કઈ નહિ, બસ બની જાઓ એન્જીનીઅર એટલે ઘણા લાયસન્સ મળી જાય.

ઓળખાણ ધરાવતી (નોકરી+છોકરી)

કેટલીય પ્રકારની કોમ્પિટિટીવ એકઝામ્સ આપીને સારી કૉલેજમાં એડમિશન લીધું હોય અને ત્યાં જ બાજુમાં મેનેજમેન્ટ ક્વોટા પર ભોપો – ટોપો – જેન્તીભાઈ જેવો બાજુમાં બેઠો હોય. ખેર, આ બધો બળાપો ક્યાં કાઢે હવે? આવી પરિસ્થિતિ અસર શું કરે છે ભારતની યુવા બ્રિગેડ પર એના પર એક નજર ઠરાવીએ.
આજે, વિશ્વવિદ્યાલયો રાજકારણીઓના રમકડાં થઈ ગયા છે, અને યુનિવર્સિટીઝની ફેવરિટ એક્ટિવિટિઝ એકેડેમિક નહિ, પણ પોલિટિકલ હોય છે. સ્ટુડન્ટસને મોરાલિટી શીખવાડવાવાળાઓ જ એટલા વેલ્યૂલેસ બનતા જાય છે કે કાયમી નોકરીમાં ચોંટેલા ન હોય, તો પોતાની જાતે પાણીપુરીની રેંકડી ન ચલાવી શકે !

હમણાં જ ‘ભારત રત્ન’ અવોર્ડ વિજેતા સી.એન.આર.રાવ (ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવ..{જસ્ટ ફોર નોલેજ, જો કે પૂરું નામ તો ખ્યાલ જ હશે બધાને.}) એ ભારતની એજ્યુકેશન સિસ્ટમ પર બળાપો ઠાલવ્યો હતો. જાણે કોઈ શિક્ષક તેના તોફાની સ્ટુડન્ટને ઘઘલાવી નાખે એવી રીતે રીતસરના સરકારી તંત્રને ખખડાવ્યું હતું. મુદ્દો એ જ હતો કે, “વી (ઈન્ડિયા) ઈઝ હેવિંગ એન એક્ઝામિનેશન સીસ્ટમ, બટ નોટ એન એજ્યુકેશન સીસ્ટમ ! વ્હેન વિલ યંગ પીપલ સ્ટોપ ગિવીંગ એકઝામ્સ એન્ડ ડુ સમથિંગ – વર્થવ્હાઈલ..?” હા, એકદમ ડંકાની ચોટ પર નિશાનો લગાવ્યો. આપણી સમગ્ર પરીક્ષાપદ્ધતિ ફેરવિચારણા માંગી લે છે. ફાઈનલ એકઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ, ક્વોલિફાઇંગ એક્ઝામ્સ, સિલેકશન એક્ઝામ્સ….સબ કુછ છતાં ય હજુ તો મેડિકલ ગ્રેજ્યુએટ્‌સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ માટે એક્રેડિટેશન એક્ઝામની ચર્ચા ચાલે છે ! છતાં, જયારે સખત મહેનત કરીને જયારે વિદ્યાર્થી એન્જિનિઅરીંગ માં પ્રવેશ લે છે, ત્યારે પણ કોઈ પ્રકારનું ‘વર્થવ્હાઈલ’ તો આવડતું જ નથી.
ખરેખર તો, આઇઆઈટી (આઈઆઈએમ પણ ખરી) એકઝામ્સ અઘરી અને હેતુપૂર્ણ હોવાનો દબદબો ધરાવે છે. પણ કૂમળા જવાન દિમાગો પર તેની નેગેટિવ ઈફેક્ટ થાય છે. આવી એન્ટ્રન્સ એક્ઝામ્સમાં યેનકેન પ્રકારે સફળ થવા યુવાવર્ગ ભારે પીડામાંથી પસાર થાય છે, અને એ બધામાં શિક્ષણ માટેનો જે સાહજીક રોમાંચ છે – એ જ ગુમાવી દે છે ! લાખ્ખો વિદ્યાર્થીઓ માટે પ્રિમિયમ ઈન્સ્ટિટયુટસના દરવાજા બંધ થઈ જાય છે, એમની ક્ષમતા નીચોવાઈ જતા એ લોકો પોતાને નકામા સમજીને હતાશ થાય છે, સારો દેખાવ કરી શકતા નથી.


હા, હનુમાનજી ને પણ જાંબુવાને કહ્યું હતું કે , “તારામાં આ શક્તિ છે, જેથી તુ સમુદ્ર પાર કરીને સીતામાતાની શોધખોળ કરી શકે છે.” એમ જો હનુમાનને પણ પોઈન્ટ પણ કરવા પડ્યા હોય તો આજના આ કોમ્પીટીશનના યુગમાં ડગલે-પગલે જરૂર છે. આજે, તો પોતાના લોકો જ આટલું પણ કહેવા તૈયાર નથી હોતા, કે બેટા આ નહિ-પરંતુ આ કર. એટલે જયારે ફોર્મ ભરવાનો સમય આવે ત્યારે, “ઈન્ટરેસ્ટ” નહિ પરંતુ, બાઘાશંકર જેવા વાલી અને છોકરાઓ  માટે એડમિશન લાઈનમાં કઈ જ વિચાર કર્યા વિના ઉભા રહી જાય છે. અને આવી પરિસ્થિતિમાં ૧૨માં ધોરણમાં મગજ ખાલી કરીને આવેલા વિરલાઓ ભવિષ્ય વિષે કઈ જ વિચાર્યા વિના ગમે-તેમ લાઈન ચૂઝ કરીને – ફોર્મ ભરીને – ગમેતેમ ભણીને – ૪ વર્ષ સુધી સુષુપ્ત રહીને – નિષ્ક્રિય બનીને લાઈફ જીવે છે અને જલસા કરે છે.
ગમે તે હોય, પરંતુ આ સૃષ્ટિના સર્જનહાર “વિશ્વકર્મા”ના વારસદાર છીએ એવું ફિલ થાય છે આજે. જીંદગીમાં ડગલે-પગલે ક્રિએટીવીટી બતાવનાર એન્જીનીઅર અમે જ છીએ. “પાર્ટી અભી બાકી હૈ” ના તાલ પર ડોલવાવાળા પણ અમે જ છીએ અને કુદરતી પરિસ્થિતિઓ સામે તાકી રહેવા માટે અલગ જ દુનિયા બનાવનાર પણ અમે જ છીએ. આજે આકાશ અને સમુદ્રને પણ સીમાઓ છે એ સાબિત કરવાવાળા પણ અમે જ છીએ. મંગલ અને ચંદ્ર પણ એક દિવસ અમારી સોસાયટીના ભાગરૂપે હશે એ સાર્થક કરવાવાળા પણ અમે જ છીએ. જે વસ્તુ શક્ય નહોતી એક દિવસ એ દરેક યથાર્થ કરવાવાળા પણ અમે જ છીએ. દુનિયાના સીમાડાઓને બાંધીને એક પોકેટમાં સમાવિષ્ટ કરવાવાળા પણ અમે જ છીએ. દુનિયાની તકલીફોને પોતાની સમજી નવું ઇન્વેન્શન કરવાવાળા પણ અમે જ છીએ. આમ માણસનો બીજો ભગવાન ભલે ‘ડોક્ટર’ હોય પરંતુ એ જીવે છે ત્યાં સુધી મોજ કરાવવાવાળા પણ અમે જ છીએ.

related posts

નવા વર્ષ વિષે થોડું નવું…

નવા વર્ષ વિષે થોડું નવું…

ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!

ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!