હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ

cerebro

આપણી આજુબાજુનું વિશ્વ અનેકાનેક ડાઈવર્સીટી ધરાવે છે. જો દરિયાકાંઠે ઊભા રહીને ઓબ્ઝર્વેશન કરીએ તો પાણી, પાણીમાં ઊછળતાં મોજાં, ફીણ, ઘુઘવાટને લીધે ડેસિબલમાં ઉદ્ભવતો અવાજ, બ્રિઝી કમ્પોઝીશન ઓફ ગેસિસ, કલાઉડ, આઇરોનિક સૂર્ય, નેવી બ્લુ આકાશ, પ્રકાશ, ડિફરન્ટ હાર્ડનેસ ધરાવતી રેતી અને પથ્થરો, લાઈવ ક્રીચર અને દરિયાકાંઠે ઊભેલો અવલોકનકાર..! તેના મનમાં રહેલા વિચારો અને એનો આનંદ. વિશ્વના કોઈ અન્ય સ્થળે પણ આટલી જ વેરાઇટી અને અસરોમાં કુદરત તમને દેખાશે. તે જ સમયે માનવમનમાં રહેલી આતુરતા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે. પરિણામે આપણે આ તમામે તમામ પ્રથમ દર્શને અલગ ભાસતી ઘટનાઓને એકસૂત્રે જોડીને એક જ મૂળ રૂપનાં અલગ અલગ પાસાં તરીકે સમજી શકીએ છીએ. જેમ કે મિકૅનિક્સ અને થરમૉ-ડાયનૅમિક્સ. કણ એટલે અત્યંત સૂક્ષ્મ અણુથી માંડીને પૃથ્વી કે સૂર્ય પણ ગણી શકાય. ક્યાં રેફરન્સના આધારે ડિફાઇન થઈ રહી છે, તેના પર એ આધાર રાખે છે. માનવજાતની આ ક્ષમતા એને એ ઊંચાઈ પર લઈ ગઈ કે આજે આપણે જાણીએ છીએ કે દ્રવ્ય અને ઊર્જા એ એક જ મૂળભૂત વસ્તુનાં બે અલગ અલગ પાસાં છે, જેમની વચ્ચેનો સંબંધ આઇન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ  (ઊર્જા = દળ અને પ્રકાશની ગતિના ગુણાકારનો વર્ગ) વડે સ્થાપિત છે. આ સિવાય પણ બીજી પ્રથમ નજરે ભિન્ન લાગતી ઘટનાઓના તાર ફિઝિક્સે જોડ્યા છે. જેમ કે ઇલેક્ટ્રીસિટી અને મેગ્નેટિઝમ (બંનેના સંયુક્ત અભ્યાસને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહે છે). તેમ જ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને કવોન્ટમ મિકેનિકસ. સમગ્ર બ્રહ્માંડને અને એમાં બનતી ઘટનાને કોઈ એક મૂળ રૂપના અલગ અલગ પાસાં તરીકે જોવાં એ જ ફિઝિક્સનું મિશન છે.
ન્યુટનના ગ્રેવિટેશન અને સ્પિડ સંબંધી લો’ઝ વ્યક્તિના વ્યક્તિત્વ, વિચાર અને વર્તન સાથે બખૂબી કો-રિલેટ થાય છે. જેમ શરીરના બંધારણ માટે જનીનદ્રવ્ય મૂળભૂત છે તેમ ક્લાસિકલ સાયન્સ માટે ન્યૂટનના નિયમો જરૂરી છે.
ગતિના નિયમો:
પહેલો નિયમ: સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે જયારે ગતિમાં રહેલી વસ્તુ પર કોઈ એક્સ્ટર્નલ ફોર્સ આપવામાં નહિ આવે ત્યાં સુધી તે એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતી રહેશે.
ડોબો, ટોપો અને ગગો જેવા ‘હુલામણા’ નામથી ઓળખાતા ૨૫ વર્ષની અંદરની રેંજના જુવાનીયાઓ માટે ન્યૂટનનો પ્રથમ કારણભૂત નિયમ છે. પથ્થરની જેમ સ્ટેટિક કન્ડિશનમાં ઢસડાઈને જીવતા હ્યુમનને જ્યાં સુધી ધક્કો મારવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની જગ્યા છોડતો નથી. વિચારશક્તિ ક્ષીણ થયેલી હોય તે પોતાની પ્રકૃતિ છોડતા નથી. તેમને કશુંક કહેવામાં આવશે ત્યારે જ તે પોતાની સ્થિતિ બદલશે. તેમનું માઈન્ડ કોરી પાટી હોય છે જેમાં બીજા એક્સ્ટર્નલ ફોર્સથી લખાણ કરવું પડે છે.
બીજો નિયમ: કોઈ પણ વસ્તુ પર લગાવેલ ફોર્સ તેની વેલોસિટીમાં થતા ચેન્જના રેટ જેટલું હોય છે.
નિયમ દર્શાવે છે કે, વસ્તુને મોશનમાં રાખવા માટે કોઈ એક પકારનો ફોર્સ જરૂરી છે. તેમ વ્યક્તિ સતત મલ્ટિપલ વર્કલિસ્ટ સાથે પૂરી એફિસિએન્સિ સાથે કામ કરી શકે માટે તેના પર અમુક ચોક્કસ પ્રકારનો ફોર્સ લાગવો જરૂરી છે. જે સેલ્ફ મોટીવેશનથી જ આવી શકે. જેમ કે, જુવાનીના પવનને રોકવા માટે મન નામનાં ઘરને બુદ્ધિના દરવાજા હોવા જરૂરી છે. વહેતી નદીને કાંઠા વડે રેઝિસ્ટન્સ ફોર્સ લાગે છે, તેથી જ તે લિનીઅર મોશનમાં ચાલ્યા કરે છે. કોઈ પણ ટોપિક પર જેટલું વધુ મનોમંથન (સ્વ:) કરવામાં આવે તેમ તેમાંથી ફ્રુટફૂલ આઉટપુટ મળે છે. જેટલું વધુ શરીર કસાય તેટલું જ વધુ મજબૂત બને છે. જે ડાળી પર વધુ ઝડપી ફળ પાક્યું હોય તે જ પહેલું નીચે પડે છે.
ત્રીજો નિયમ: દરેક ક્રિયાની સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.
દરેક વિચારને હંમેશા બે ફાંટા હોય છે. હંમેશા લાઈફના દરેક ડેસ્ટીનેશન પોઈન્ટ પર ઉભા રહેતી વખતે બે જ રસ્તા હોય છે. ઉપરાંત, તે બંને રસ્તાઓ વિરુદ્ધ દિશામાં જ હોય છે. બંને રસ્તાનું મૂલ્ય તો સરખું જ. વળી, બંને રસ્તે એક સમાન પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો જ હોય. એ બંનેમાંથી વે-સિલેકશન હંમેશા વ્યક્તિની થોટ-પ્રોસેસ પર આધારિત છે. તેના આધારે દરેકના મતે પાછો પોતાનો રસ્તો સાચો જ છે. બસ, માત્ર પરિણામ અલગ છે. વિચાર કોઈ પણ હોય, પરંતુ તેના પર વિમર્શ તો બંને બાજુએથી એકસમાન જ હોય. સિક્કો એક જ છે, બસ હેડ્ઝ અને ટેઈલ્સમાંથી કયું પસંદ કરવું તે આપણા હાથમાં છે. બંનેમાંથી જે પણ આવ્યું હોય, રમવાનું તો બંને એ જ છે ને ! જેમ સફળતા અને નિષ્ફળતાના ચોકઠાંની ફ્રેમ બનાવીને આપણે પોતાના રીજીડ થોટ્સમાં રાચીએ છીએ. છતાં, પરફોર્મન્સ તો બંને પરિસ્થિતિમાં આપવાનું જ છે.

વિજ્ઞાન એ માત્ર પુસ્તકથી અટકી જતું નથી. એ કોઈ ને કોઈ પરિવેશે ‘લાઈવ લાઈફ’ સાથે તન્મયતાથી જોડાયેલું છે. દરેક થિયરીને કોઈક સ્ટ્રોંગ પ્રૂફ છે, તેનું સિમ્પલીફિકેશન છે, ઈમ્પ્લીમેન્ટેશન છે. અલ્ટીમેટ,જે ક્ષણે પ્રેમને ગાણિતિક સૂત્રોમાં બાંધવામાં સફળતા મેળવીશું તે ક્ષણે આપણે પ્રેમ સમજી તો શકીશું જ. દુ:ખ, આનંદ, ઉન્માદ વગેરે જેવી માનવીય લાગણીઓ ફિઝીકલી નહિ તો રિલેટીવલી ન્યુટોનિયન ફિઝીક્સ સાથે જોડાયેલ છે જ. કો-રિલેટ કરતા જણાય છે કે જે પ્રક્રિયા સમગ્ર બ્રહ્માંડમાં આકાર લે છે તેવી રીતે જ તે અલગ સ્વરૂપે હ્યુમન સાથે કનેક્ટ થતી રહે છે. ઘણી વખત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓ પર એવો આરોપ મુકાય છે કે તેઓ કુદરતની સુંદરતાને માણવાને બદલે તેનું વૈજ્ઞાનિક પિષ્ટપેષણ કરીને સમગ્ર ચિત્રને ડલ કરી નાખે છે. જે જરા પણ સત્યતાની દીવાલો જોડે રિજીડ કનેક્શન નથી. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ફૂલની સુંદરતા નીરખીને આનંદ પામે છે ત્યારે એ સુંદરતા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓને પણ પ્રાપ્ય છે જ. બસ, એ બંને વિચારસરણી વચ્ચે વે ઓફ થિન્કિંગ અને સાયન્ટીફીક આઉટલૂકનો જ ફર્ક છે.

related posts

Experience

Experience

હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’