હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

1028_radha-krishna-raslila-wallpaper

જયારે દ્વારકાનો રાજકોષ સમાપ્ત થઇ જશે અને યાદવોને આજ નહિ તો કાલે મથુરાથી ખરાબ જીવન વિતાવવું પડે, તો પછી ઉત્સવ મનાવવામાં તકલીફ કેમ અનુભવું? પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલા ધનનો ઉપયોગ પોતાની આંખો સામે જ કેમ ન કરું? બસ, આ વાત વિચારીને જ હું આવનારી શરદપૂર્ણિમા પર દ્વારકામાં ઉત્સવ રાખવાનું નક્કી કર્યું. મેં આ વખતે ‘મહારાસ’ રચવાનું નક્કી કરી લીધું હતું.

અહી નક્કી કર્યું અને જોત-જોતામાં જ આ ખબર આગની જેમ પૂરા દ્વારકામાં ફેલાઈ ગઈ. ખબર સાંભળીને પૂરી દ્વારકા ઉત્સવના રંગમાં રંગાવાની શરુ થઇ ગઈ. લોકોનો ઉત્સાહ જોઇને મારું મન પણ આ ઉત્સવને એક યાદગાર ઉત્સવ બનાવવા હેતુ ખુશ થઇ ગયું.

આ બધી જ તૈયારીઓ તેમજ ઉત્સાહને લીધે ઉત્સવનો દિવસ આવવામાં વાર ન લાગી. એ દિવસે સૂરજ ઉગતા પહેલા જ સમુદ્રતટ પર લોકોએ આવવાનું શરુ કરી દીધું. શરૂઆતમાં મહિલાઓ અને બાળકોનો ધસારો થયો. બીજી તરફ સવાર થતા-થતા જ હું પણ રાણીઓ સાથે ઉત્સવ-સ્થળ પર પહોંચી ગયો. દિવસ ચઢતા વૃદ્ધો અને યુવાનોએ પણ આવવાનું શરુ કરી દીધું. લગભગ બે હજાર વ્યક્તિઓ એ સમયે સમુદ્રતટ પર હતા. બાળકો જ્યાં રમવામાં મસ્ત હતા ત્યાં પ્રૌઢો એ પોતાની ટુકડીઓ બનાવી લીધી હતી. હું  ક્યારેક બાળકોનો ઉત્સાહ વધારતો તો ક્યારેક રાણીઓ સાથે ફરવા નીકળી પડતો. ક્યારેક મિત્રો સાથે ફરવા નીકળી પડતો તો ક્યારેક સમુદ્ર નિહાળતો. આ વખતે તો મેં વિશેષ કરીને યુવાઓ માટે મલ્લ-યુદ્ધ, તીરંદાજી અને ગદાયુદ્ધ જેવી અનેક પ્રતિયોગિતા રાખી હતી. પરંતુ, દુર્ભાગ્યવશ દ્વારકાના અકર્મઠ યુવાઓ આ પ્રતિયોગિતાઓને લઈને કોઈ ઉત્સાહ દર્શાવતા નહોતા. કદાચ દરેકને સાંજની રાહ હતી. પરંતુ હજુ સંધ્યા થવાને વાર હતી. બીજા અર્થમાં આ દરેક માટે ઉત્સવનો અર્થ માત્ર નૃત્ય તેમજ મદિરા સુધી સીમિત રહ્યો હતો. આ જોઇને મને તો એવું લાગ્યું કે આ યુવાનો આજની સંધ્યા નહિ, દ્વારકાની સંધ્યાની રાહ જોઈ રહ્યા છે. મારી રાણીઓ તેમજ પુત્રીઓ સ્વયં તેમની પ્રતિયોગિતામાં ભાગ લઇ રહી હતી

ખેર ! આ તરફ વાતો કરતા-કરતા સાંજ પડી ગઈ. સ્વાભાવિકપણે સાંજ થતા મોટાભાગના બાળકો થાકી ગયા હતા. બધાએ ખૂબ ખાધું અને પોતાની માતાઓ પાસે ચાલ્યા ગયા. પરંતુ, તરત જ વાતાવરણ તેના વાસ્તવિક રૂપમાં પાછું ફરી ગયું. જે બાળકોથી ભરેલું હતું એ યુવાનો અને પ્રૌઢથી ભરાઈ ગયું. તરત જ, ભાઈના નિર્દેશથી મદિરાલય ખોલવામાં આવ્યા. એ ખૂલતા જ યાદવોના વાસ્તવિક સ્વરૂપનો અંદાજ આવી ગયો. હવે કોઈ રાહ જુએ? બસ, જોતજોતામાં જ વેશ્યાઓના સામૂહિક નૃત્ય અને  સંગીતનો થોડી જ ક્ષણોમાં પ્રારંભ કરવામાં આવ્યો. એક નજરો એવો પણ હતો કે સમુદ્રતટ પર વીસ નૃત્યાંગનાઓ સાથે નૃત્ય કરી રહી હતી. આ તરફ યુવા તેમજ વૃદ્ધ દૂર બેસીને મદિરાપાન કરી રહ્યા હતા. બીજી તરફ હું મારી દરેક રાણીઓ સાથે શાનદાર સંગીત અને નૃત્યનો આનંદ લેવામાં ડૂબેલો હતો. અમે બાકીના લોકોથી થોડા દૂર બેઠા હતા. અમારી સાથે લગભગ સો થી વધારે સ્ત્રી-પુરુષ બેઠેલા હતા. મજા એ હતી કે લોકો આ ઉત્સવને અંતિમ કાર્યક્રમ માની રહ્યા હતા, જયારે મને રાત ચઢવાની રાહ હતી.

ભૂલી ગયા? કે હું આજે અહી ઐતિહાસિક મહારાસ રચવાના ઉદ્દેશ્યથી આવ્યો હતો. હવે નાચ-ગાન તેમજ મદિરાને લીધે રાત્રિ ચઢવામાં વાર નહોતી લાગી રહી. બસ, મેં પણ ભીડની વચ્ચે ઉભા થઈને વાંસળી વગાડી દીધી. આ મારું સ્વરૂપ જોઇને બધા આશ્ચર્યમાં પડી ગયા. બીજી તરફ મારી રાણીઓ પોતાના કૃષ્ણનું અનોખું રૂપ જોઇને ખરાબ રીતે ક્રોધિત થઇ. હવે તેને મદહોશ કરવા માટે જ તો મેં વાંસળી વગાડી હતી. જો તેઓ મોહિત નહિ થાય તો હું મહારાસ કેવી રીતે રચાવીશ? એમને કોણ સમજાવે કે હું તો ઐતિહાસિક મહારાસની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યો હતો. હવે પાયો નંખાઈ જ ચુક્યો હતો તો વાર શાની? હું તો નાચતા-નાચતા પોતાની દરેક રાણીઓને ભીડથી દૂર સમુદ્ર તરફ લઇ ગયો. મારો આ રંગ જોઇને રાણીઓએ મારી સાથે નાચવાનું શરુ કરી દીધું. બીજી તરફ આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર મારી સાથે ધરતીના આઠ-આઠ ચંદ્ર જોઇને પાગલ થયો હતો. કારણ કે હવે તેણે સમુદ્રની લહેરોને પણ ઉત્તેજિત કરવાનું શરુ કરી દીધું હતું. કહી શકાય તેમ હતું કે, સમુદ્રની લહેરો વચ્ચે પોતાનો જ એક રસ પૂરી યુવાનીમાં પ્રારંભ થઇ ચુક્યો હતો.

આ તરફ આ જોઈ હું અને મારી રાણીઓ વધુ મદહોશ થતી હતી. ઉત્સાહથી એ રીતે ભરાઈ ગયા હતાં કે અમે સમુદ્રની ધીમી ધીમી લહેરોની સાથે નાચવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ મારા પુત્ર અને પુત્રીઓ મારું આ સ્વરૂપ જોઈ દંગ રહી ગયા. આ સાથે જ મેં શરૂ કરેલો રાસ એ ‘મહારાસ’માં બદલાઈ ગયો. ચંદ્રમા જે રીતે સમાન રીતે પ્રકાશ આપે એ જ રીતે સમુદ્ર તટ પર ચાલતો આ રાસ બધાને બરાબરીનો આનંદ આપતો હતો. આમ પણ સમુદ્રની શીતળ લહેરો રાસને સવાર સુધી ખેંચવાની મંજુરી આપે એમ પણે ન હતી

મહારાસ તો સમાપ્ત થઈ ગયો પણ સૌથી આનંદની વાત એ હતી કે એ રાસની યાદો કાયમની માટે દ્વારકાના માનસ પર અંકિત થઈ ગઈ હતી. મહિનાઓ સુધી બધી જ જગ્યાએ આ મહારાસની જ ચર્ચા થતી હતી. સાચું કહું તો મારી આ અદાઓ જ હતી જેના લીધે હું પ્રજાના દિલ પર રાજ કરતો હતો. આ રાજાઓને બાજુ પર મૂકીએ અને ફરી પ્રજા પર આવું તો પાછળના ૨૫ ૩૦ વર્ષોમાં આખા આર્યવ્રતનો સૌથી ચર્ચાસ્પદ વ્યક્તિ હું જ રહ્યો છું. છતાં, ભોગવિલાસમાં ડૂબેલી યાદવાકુળી દ્વારકાનો વિનાશ મારી આંખ સામે થયો.

મારા જીવન તરફ દૃષ્ટિ કરો. મને દુઃખોની ભરમાર હતી. શું ઈતિહાસમાં કોઈએ આટલા દુઃખો સહન કર્યા હશે? પરંતુ તમે મને કોઈ દિવસ પોતાની માટે દુઃખી થતો જોયો છે? મારી નજરે સૌથી પહેલા કષ્ટ પર વિજય મેળવવા પ્રયાસ કરવો અને જો ન થાય તો ઈશ્વરની કૃપા ગણી સ્વીકાર કરી લેવો. આ જ કારણ છે મારા અત્યંત કષ્ટદાયી જીવન છતાં હું પ્રસન્ન જ રહ્યો છું.

અરે, આર્યાવર્તના નાગરિક ! મેં તો મૃત્યુ સામે પણ બંસી વગાડી છે.

 

related posts

સગાઇ અને લગ્ન: ઉભરાતી ઊર્મિઓનો ઉત્સાહ :-)

સગાઇ અને લગ્ન: ઉભરાતી ઊર્મિઓનો ઉત્સાહ :-)

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?