સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

1550_meerabai-wallpaper-06

રાત્રે અચાનક બે વાગ્યે ફોન વાગ્યો. થોડી વાર વાત થયા પછી…
“અચ્છા, એક વાત પૂછું ?”
“પૂછો ને !”
“કેટલો ?”
“બહુ બધો !”

થોડી વાર પછી ફોન મૂક્યો. જવાબ નહોતો. કહેવાની નહિ પણ મહેસૂસ કરવાની વ્યાખ્યા. યુ-ટ્યુબ પર નુસરત ફતેહઅલી ખાનના અવાજમાં ઉર્દુ અને ફારસી શબ્દો કાનમાં મધની જેમ રેડાઈ રહ્યા હતા. ખબર નહિ કેમ, આ ભાષાના શબ્દો આવે ત્યારે જ પ્રેમની પરિભાષા પૂર્ણ થતી હોય તેવું લાગે ! ‘કોયલા’ મૂવી જોતી વખતે સૌપ્રથમ સાંભળેલું ગીત આવ્યું. અને, જવાબ મળ્યો.

હંમેશા એક નામ અનેકાનેક સદીઓ સુધી નવું જ રહેશે. તે નામ કદી જૂનું કે ‘આઉટડેટેડ’ નહિ થાય. તે છે, ‘મીરાં’. આજથી વર્ષો પહેલા અને વર્ષો પછી પણ, આ નામ હંમેશા ટ્રેન્ડમાં રહેશે. દરેક પ્રેમી યુવકને ‘મીરાં’ નામની માળા પોતાના હૃદય ફરતે વીંટવાનું ગમશે જ !

सांसों की माला पे सिमरूं मैं पी का नाम
अपने मन की मैं जानूं और पी के मन की राम |

આ કોમ્પોઝિશન એવી રીતે લખાઈ હશે, જે આજે પણ વ્યક્તિમાત્રના છાતીના પોલાણમાં રિધમ સાથે ધબકી રહેલા અંત:કરણને વાચા આપે છે. મીરાંબાઈ દ્વારા મૂળે ગવાયેલ રચનામાંથી ઉભરતા વત્સલ રસની ઉત્કટતા જ અદભૂત છે. જેનો દરેક શ્વાસ પોતાના પ્રીતમનો ટ્રેન્ડમાર્ક હોય, તે શ્વાસ પર કૉપીરાઈટ હોય અને તેનો ટ્રેન્ડ સળગતા હૃદય પર સૌપ્રથમ હોય – એ પ્રેમની પરાકાષ્ઠા જ હોઈ શકે. ‘પ્રેમ’ નામનાં સોફ્ટવેરમાં એવો કોઈ કૉડ એવો જરૂર હશે જે હંમેશા ઘસાતો હશે, છતાં ઈન્સ્ટ્રુમેન્ટ બંધ નહિ કરતો હોય. ‘તેનો કોઈ દોષ નથી, તે તો છે નિર્દોષ !’ આ સારતત્વ હંમેશા અંદરના અવાજને જગાડતું હશે. કોઈક એકલું-એકલું પોતાની જ સાથે વાતો કરતું હશે. પૃથ્વીના કોઈ છેડેથી દિલનો તાર ક્યાંક જોડાતો હશે. પ્રબળ ઝંખના હશે, ત્યારે જ આટલું સુંદર પદલાલિત્ય અને લયનિર્માણ થયું હશે ને ! આ દરેક પદ સજીવ સૌંદર્યચિત્રો લાગે. છેલ્લા શ્વાસ સુધી પ્રેમ ઝંખનાર અને તેની ગરિમા જાળવનાર લોકો જૂજ જ હશે, તેથી જ તેઓ અમર થયા હશે. જે જીવનમાં પ્રેમના ‘ફેઝ’ હોય ત્યાં હંમેશા દોરીને કોઈ ધરીની જરૂર પડતી હોય છે. જીવનનું પ્રાથમિક લક્ષ્ય પ્રેમ જ હોઈ શકે. તેના માટે ઝેરના પ્યાલાં પણ પીવાતાં હોય. ગળા સુધી અટકાવીને નહિ, લાલ રક્તના છેલ્લામાં છેલ્લા કણને પોતાના પ્રેમની ઝાંખી કરાવવા સુધીની પરાધીનતા દર્શાવતો પ્રેમ. પ્રેમના બંધાણીને અન્ય અમલ (અફીણ) અસર નહિ કરતા હોય.

એક વિશ્વાસ હશે, એ સાંભળતો હશે. સમજતો હશે, મારા અવાજને જાણતો હશે. છતાં, તેને યાદ કરીને ઝૂરવાની ટેક. અદભૂત છે આ નિ:સ્વાર્થ સમર્પણ ! પોતાની બદનામીનો કોઈ છોછ નથી, પણ તેના નામને કાંકરી જેટલો પણ ઘસારો ન થવો જોઈએ. તેમાં કોઈ શકની વાતને સ્થાન જ નથી. ચપટી ધૂળ કાળા મલીરને છેડે બાંધીને મનમાં પ્રેમની ગાંઠનો અણસાર બીજાને ન આવે. તેના માટે જીવન હરક્ષણ મૃત્યુના પારખાં જ હોય ! અહર્નિશ કાળા કમળાના પડછાયામાં કૃષ્ણ દેખાય તેનાથી વધુ પરખ શાની હોય ? અગ્નિકુંડમાં દૃઢતાથી શરીર સમર્પિત કરનાર મીરાં કરતા પ્રેમકુંડની પ્રેમાગ્નિમાં પ્રજ્વલિત મીરાં વધુ લાવણ્યમય લાગે છે, દેદીપ્યમાન થઇ ઉઠે છે.

તેથી જ પવિત્ર તીર્થોના સલિલથી મીરાના મસ્તકે અભિષેક થતાં હશે. પ્રેમની ખાંભીઓમાં હંમેશા મીરાં અને કૃષ્ણ અટલ રહેશે. કાળા કામળાના ઘૂંઘટને ભેદીને કોઈને શોધતી આંખોને દ્વારકાના દીવા દેખાતા હતા. હૃદય નામે લાલ બદામનું પત્તું, મર્મસ્થાન, આત્મન !

मैं नज़र से पी रहा हूँ ….

 

સંપૂર્ણ  રચના :

सांसों की माला पे सिमरूं मैं पी का नाम
अपने मन की मैं जानूं और पी के मन की राम
सांसों की माला पे सिमरूं मैं पी का नाम
प्रेम के पथ पे चलते चलते हो गयी मैं बदनाम
सांसों की माला पे सिमरूं मैं पी का नाम

यही मेरी बंदगी है , यही मेरी पूजा
एक था साजन मंदिर में और एक था प्रीतम मस्जिद में
पर मैं प्रेम के रंग में ऎसी डूबी बन गया एक ही रूप
प्रेम की माला जपते जपते आप बनी मैं श्याम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम..

पपीहे ओ पपीहे तू ये क्यों आंसू बहाता है
जुबां पे तेरी पी पी किस लिए रह रह के आता है
सदा -ए – दर्द ओ ग़म क्यों दर्दमंदों को सुनाता है
जो ख़ुद ही जल रहा हो और क्यों उस को जलाता है
काटूं तोरी चोंच पपीहरा डारूं ओ पे नून
मैं पी की और पी मोरा तू पी कहे है कौन

मैं पी की मूरत को पूजूं
मैं पी की सूरत को पूजूं
है और नहीं कछु काम के
मतवारे पी के नाम की हर दम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम

प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष
अपने आप से बातें कर के हो गयी मैं बदनाम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम
सजनी पाती कब लिखूं जो प्रीतम हो परदेस
तन में मन में पिया बसे भेजूं किसी संदेस
मैं सांसों की माला पे सिमरूं मैं पी का नाम ..
हर हर में है हर बसे , हर हर को हर है हर की आस
हर को हर हर ढूँढ फिरी, और हर है मोरे पास
साँसों की माला मैं सिमरूं मैं पी का नाम..

दीन धरम सब छोड़ के मैं तो
पी की धुन में सुध बुध खोयी
जित जाऊं गुन पी के गाऊँ
और नहीं कोई दूजा काम

साँसों की माला में सिमरूं मैं पी का नाम
प्रेम के रंग में ऐसी डूबी
बन गया एक ही रूप
प्रेम की माला जपते जपते
आप बनी मैं श्याम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम..

आ पिया इन नैनन में ,
मैं पलक ढांप तोहे लूं
ना मैं देखूं ग़ैर को ना मैं तोहे देखन दूं

ऐसे डूबी प्रेम के रंग में
प्रीतम हम तुम एक हैं
जो कहाँ सुनन में दो
मन को मन से तोलिये तो
दो मन कबहूँ न हो
ऐसी डूबी प्रेम के रंग में

प्रीतम तुम्हरे संग है
अपना राज सुहाग
तुम नाही तो कछु नाही
तुम मिले तो जागे भाग
ऐसी डूबी प्रेम के रंग में

औघट पूजा पाठ तजे
और लगा प्रेम का रोग
प्रीतम का बस ध्यान रहे
यही है अपना जोग
ऐसी डूबी प्रेम के रंग में
हाथ छुडावत जात हो , जो निर्मिल जान के मोहे
हिरदे में से जाओ तो तब मैं जानूं तोहे
ऐसी डूबी प्रेम के रंग में

हर दम देखो मोरा
पहरवा सदा रहत मोरे घर माहि
अंदर बाहिर आप वोही है
मैं नाहि मैं नाहिं
ऐसी डूबी प्रेम के रंग में
जोगनिया का भेस बना के
पी को ढूँढन जाऊं री
नगरी नगरी द्वारे द्वारे
पी की शबद सुनाऊँ री
दरस भिखारी जग में हो के
दर्शन भिक्षा पाऊँ री
तन मन उन पर वारूं
पी की जोगनिया कहलाऊँ री
ऐसी डूबी प्रेम के रंग में

काजर डारूं करकिरा जो
सुरमा दिया लगाय
जिन नैनन में पिया बसे
भला दूजा कौन समाए ?
ऐसे डूबी प्रेम के रंग में

अब क़िस्मत के हाथ है इस बंदन की लाज
मैंने तो मन लिख दिया सांवरिया के नाम

जाने कौन से भेस में सांवरिया मिल जाएँ
झुक झुक कर संसार में सब को करूं सलाम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम

प्रीतम का कुछ दोष नहीं है , वो तो है निर्दोष
अपने आप से बातें कर के हो गयी मैं बदनाम
प्रेम के रंग में ऐसी डूबी

वो चतुर है कामिनी वो है सुन्दर नार
जिस पगली ने कर लिया साजन का मन राम
साँसों की माला पे सिमरूं मैं पिया का नाम

प्रेम पियाला जब से पिया है जी का है ये हाल
दीवारों पे नींद आ जाए काँटों पे आराम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम

जीवन का सिंगार है प्रीतम मांग का है सिन्दूर
प्रीतम की नज़रों से गिरकर जीना है किस काम
साँसों की माला पे सिमरूं मैं पी का नाम |

related posts

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું  છીંડું…!

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!

સગાઇ અને લગ્ન: ઉભરાતી ઊર્મિઓનો ઉત્સાહ :-)

સગાઇ અને લગ્ન: ઉભરાતી ઊર્મિઓનો ઉત્સાહ :-)