અદભુત..! ભારતીય સંસ્કૃતિમાં ખાલીપો જરૂર વર્તાય જો ઋષિ વાત્સ્યાયનનો ‘કામસૂત્ર’ ગ્રંથ ના હોય. સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રેમ’ પરના ઉત્કૃષ્ટ પુસ્તક ‘કામસૂત્ર’ના સર્જક વાત્સાયન છે અને તેમના સર્જન વગર દરેક સંસ્કૃત પુસ્તકાલય અધૂરું છે. આશરે ૨ જી સદી દરમિયાન ગુપ્તકાળમાં કુલ ૭ અલગ-અલગ ખંડોમાં વહેચાયેલું ‘કામસૂત્ર’ મનુષ્યના લૈંગિક અભિગમ પર સચોટ સાબિતી આપતું પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. ૭ અલગ-અલગ ખંડો માં ૩૬ અધ્યાયો છે જેમને ૧૨૫૦ વૃત્તોના સંગઠનથી સંસ્કૃતની ઉત્તમ અને ઉત્કૃષ્ટ રચના કરવામાં આવી છે. જીવનના ધ્યેયો, પ્રાથમિકતાઓ, પત્નીની પ્રાપ્તિ, શારીરિક આકર્ષણ, જાતીય આવેગો થી માંડીને રતિક્રીડા સમજાવતા ૬૪ વિભિન્ન કામકલા સુધીનું વિસ્તૃત વર્ણન ‘કામસૂત્ર’માં જોવા મળે છે.
આજના કહેવાતા અતુલ્ય ભારત..કે ઈન્ક્રેડીબલ ઇન્ડિયાના યુગમાં આવી ગયા પછી બુદ્ધિની નિરપેક્ષતાને કાટ લાગ્યો એ તો દેખાઈ જ આવે. કોફી શોપ કે આઈસક્રીમ પાર્લર પર એક સ્ટ્રો થી કોફી પીતા હોય કે પોતાની ડેઝલિંગ ડાર્લિંગ સાથે આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય ત્યારે આજુબાજુમાં બેઠેલા સડકછાપ લોકોની નઝર બગડે જરૂર. પરંતુ, આ જ લોકો અજંટા-ઈલોરા કે એલીફન્ટાની ગુફાઓમાં ભારતીય ઓળખ સમા ‘કામ’નું પ્રતિનિધિત્વ કરતા સ્કલ્પચર શિલ્પો પાસે ઉભા રહી-રહીને ફોટો ખેચાવવામાં સહેજ પણ છોછ નથી અનુભવતા. પ્રાચીન ભારતના દરેક સ્થાપત્યો કે કલાકૃતિઓમાં ‘કામ’શાસ્ત્રની ઝલક અચૂક ઝળકે જ. દરેક મંદિરોના ગર્ભગૃહથી માંડીને તેના પ્રવેશદ્વાર સુધી દરેક જગ્યા એ નૃત્ય-કળા-સંસ્કૃતિની ઝાંખી કરાવતા શિલ્પો એ જ સાબિતી આપે છે કે વર્ષોથી ભારત દેશ ‘કામ’ને પવિત્ર માનીને પૂજે છે. આજના સમયમાં જે વિચાર અને બુદ્ધિની અધોગતિ જોવા મળે છે તે માત્ર અને માત્ર આજના પિત્તળબુઠ્ઠી શિક્ષણ-પદ્ધતિ અને માતા પિતાની પોતાના સંતાનો સાથે સંકોચભર્યો અભિગમ અને વર્તણુંકના લીધે જ તો વળી..!
આજે સમાજના સુસંસ્કૃત કહેવાતા દરેક દંભી લોકો ના મતે ‘કામ’ અને શૃંગાર રસ માત્ર ચાર દિવાલ અને બે પગ વચ્ચેનો જ વિષય બનીને રહી ગયો છે. ‘સેક્સ’ નું નામ પડતાની સાથે જ એક અજીબ પ્રકારના હાવ-ભાવથી એકીટશે એકબીજાની સમક્ષ જુવે છે જાણે કોઈનું સાક્ષાત ખૂન કરી નાખ્યું હોય અને સાક્ષી એ વ્યક્તિ પોતે હોય. ઈચ્છા તો આ લોકોને પણ છે જ પરંતુ જાહેરમાં સ્વીકારતા પોતાનો જ દંભ આડે આવે છે. એવા પ્રકારનું એક સામાજિક ઢાંચાનું સર્જન થઇ ચુક્યું છે આજે જેમાં વ્યક્તિ સ્વતંત્ર મને પોતાની વાત પણ પોતાના પ્રિયપાત્રને નથી કહી શકતો. રખે ને, કહે અને બીજો કોઈ સાંભળી જાય તો દુનિયા શું સમજશે અને કેટલી હદે વિરોધાભાસી વલણ નોંધાવશે એના ડરથી આજે ‘કામ’પ્રેમી ભારત દેશ ચીબાવલા અને ચોખવટીયા લોકોનો થતો જાય છે. ફેસબુક પર લોગીન થઇએ એટલે જમણી બાજુ પેન્ટીની જાહેરખબર જોઇ આપણે ફેસબુક બંધ કરી દેતા નથી. નોવેલન્ટી સ્ટોર્સ સળગાવી દેતા નથી. માર્કેટમાં અંડરવેર પહેરેલા પુતળા જોઇ મોઢુ ફેરવી કે ત્યાંથી ચાલવાનું બંધ કરી દેતા નથી. આપણે સેક્સ કરવામાં શરમ રાખતા નથી તો સેક્સ વિષયક બાબતો પર શરમ-સંકોચ કે આટલા બધા સજ્જન હોવાનો ડોળ શા માટે? આ બધુ સ્વીકાર્ય છે તો આ પ્રકારની ચર્ચા, સાહિત્ય આવકાર્ય પણ હોવું જ જોઇએ.
ભારત હમેશા ‘કામ’નો પર્યાયી બની રહ્યો છે. ગુફાઓ, મંદિરો, વાવ, તોરણો, કિલ્લાઓ, સ્થાપત્યો, શિલ્પો, કલાકૃતિઓ…આ દરેક જગ્યા એ ‘કામ’શાસ્ત્રના નમૂનાઓ ભારત દેશને ‘કામ’નો પૂજક ગણાવે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવનના મુખ્ય ધ્યેયો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને ગણાવ્યા છે. જેમાં ચારેય ધ્યેયોને એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે. ઋષિ વાત્સ્યાયન ‘કામસૂત્ર’માં જણાવે છે કે,
“અર્થ કરતાં ધર્મ વધારે સારો છે, અને કામ કરતાં અર્થ વધારે સારો છે. પરંતુ રાજાએ સૌ પ્રથમ અર્થનો અમલ કરવો જોઈએ અને પુરુષોએ માત્ર અર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો જોઈએ. કામ એ જાહેર મહિલાઓનો વ્યાવસાય હોવાથી તેમણે અન્ય બે કરતાં તેને વધારે મહત્વ આપવું જોઈએ.”(કામસૂત્ર ૧.૨.૧૪)
ઋષિ વાત્સ્યાયન કહે છે, “યુવાનીમાં પ્રવેશેલી કોઈ માદક સ્ત્રી જયારે પોતે કોઈને ખુબ ચાહતી હોય અને તે પુરુષ કે પ્રેમીને મેળવી ના શકે ત્યારે કંદર્પ-જ્વરથી પીડાતી અને ભાન ભૂલેલી સ્ત્રી જયારે કોઈ પુરુષને શરણે થાય અને એ સ્થિતિમાં સમાગમની પ્રાર્થના કરે ત્યારે તે કામાતુર સ્ત્રી સાથે સંભોગ કરવો જ જોઈએ.” આ વાક્ય કહેવાનો ભાવાર્થ એ છે કે, આવા પ્રસંગો સિવાય પરસ્ત્રીગમન વર્જ્ય છે. જ્યાં સુધી સ્ત્રી-પુરુષ બંને અરસપરસ એકબીજાને ચાહતા હોય અને ઈચ્છિત હોય ત્યાં સુધી યુવાની ટકે. પ્લેઝર મેક્સિમાઈઝેશનનો બેનમુન ગ્રંથ લખનાર વાત્સ્યાયન ઋષિનું ‘કામસૂત્રમ’ સર્વોચ્ચ છે અને ૬૪ કળાઓમાં ‘કામ’કળાને સ્થાન મળે.
ટહુકો :-
…અચાનક તે દોડતી આવીને મને ભેટી પડી. સ્પર્શની સંવેદનાએ શરીર પરના દરેક રુંવાડાને સજીવન કર્યા. નિર્દોષતાથી હું તેને વશ થઇ ગયો. શ્વાસ ધીરે-ધીરે ગતિ પકડી રહ્યો હતો. બંધન એટલું તો અતુટ કે શરીરની દરેક રૂહ એકબીજાને મળવા ઝંખતી હતી.
અડધી ખુલ્લી બારીમાંથી આવતો ઠંડો પવનનું શરીર સાથેનું જોડાણ વીજળીક પ્રવાહનું કામ કરતો હતો. આછા નારંગી રંગની ઝાંય ધરાવતી સફેદ ચાંદનીની ચાદર નીચે પ્રગાઢ આલિંગન દુનિયાને ભૂલીને માત્ર ‘અમે’ ના સંવાદમાં જ વિલીન થઇ ગયું. સ્પર્શ જેમ-જેમ નીચે ઉતરતો ગયો તેમ-તેમ ફાળકા સમયે પેટમાં પડતી ફાળ જેવું સંવેદન જગાવતા હતા. તેના સ્પર્શથી અનંગ ક્રીડામાં પ્રથમ વખત ભાગ લેતો હોઉં તેવું લાગ્યું. શરીરની સમાધિ લાગી હોય અને સમય શૂન્ય થઇ ગયો હોય તેવો ભાસ થયો.
પથારી પર પછડાતા અમારા બંનેના વસ્ત્રો ગુલાબના પુષ્પની કળીની માફક જમીનના શરણે થતા ગયા. લજામણીના પુષ્પને સ્પર્શ કરતાની સાથે જ જેમ બીડાઈ જાય તેમ ‘કામ’શૈયા પર વીંટળાઈને પડ્યા. દેહની સંપત્તિ ઓરડાના ઉજાસમાં ઉજાગર થઇ. ઓરડાના નારંગી આચ્છાદિત પ્રકાશમાં તેના બંને સ્તનો ઢળી ચુક્યા હતા, આ કામુક નગ્નતામાં ધીરે ધીરે કામરસનું પાન કરવાની ઈચ્છા વધુ ને વધુ જાગ્રત થતી ગઈ. બાણની પણછમાંથી તીર ‘કૌમાર્ય’ને વીંધવા આગળ વધી રહ્યું હતું. એક કિશોરમાંથી પુરુષ બનવા તરફ હું આગળ વધી રહ્યો હતો. તેની શરીરની મોહક ઉત્તેજના, ચહેરાની ભગ્નતા, શરીરના વળાંકોને જોડતી રેખાઓને નિર્મિતપણે તામસી નજરે નિહાળી રહ્યો હતો અને તેનો આસ્વાદ મન ભરીને માણી રહ્યો હતો.
એ મમત્વમાં મારું અસ્તિત્વ રમતું હતું. કઈ પોતાનું છે એવી ‘મારા’પણાની લાગણીનો બંધ રચાઈ રહ્યો હતો. તેના શરીરની કુદરતી સુગંધ અરોમા અને લોબાનના કૃત્રિમ ખૂશ્બોની મજાક ઉડાવતું હતું. ધીરે-ધીરે શૃંગ પરની ચઢાઈ શરુ થઇ. આજે ના તો હતી વાસના, કે ના હતો વ્યભિચાર અથવા તો ના કોઈ જરૂરિયાત. આજે કોઈ દિવ્યની અનુભૂતિ અને સ્વર્ગનો ઉત્કૃષ્ટ અહેસાસ. મીઠા સ્પંદન, કંપન, આલિંગન અને ચુંબનના એક પછી એક આરોહણ થવા લાગ્યા. શરીરમાં રક્તનો પ્રવાહ જાણે એક જ દિશામાં આગળ વધી રહ્યો હતો.
અમર્યાદ ખુશીની લુંટાતી મિજબાની, સમુદ્રની જેમ ઘૂઘવતો-ગજવતો ઉત્સાહ, નૌકાની જેમ મોજામાં સંતાઈને ફરી આકાશને આંબવા માટેના પ્રયત્ન કરતી અનન્ય તન્મયતા, ઢળતી રાતમાં નશીલા જામ માંથી ઢોળાતો પ્રેમ… આ દરેક પ્રથમ વખત લાગ્યું હતું. મારી સળગતી યુવાનીનું અંતિમ ચરણ હતું. બેહોશ-મદહોશ કરીને હોશ ખોઈ બેસાય એવી રાતનો આફતાબ હતો. એ ચુંબન મારી જીભના ટેરવે રમતું કોઈ મૃદુ રમકડું હતું. એ શરીર પર પડેલી નખથી મહોરેલી સીલવટોએ કાયમી મીઠા ઝખમ દિલમાં ઉંડે ઉતારી દીધા હતા.
હેમંતની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે શરુ થયેલ ‘પ્રણય’ શિશિરની પાનખરમાં ઝૂમીને વસંતના વાયરામાં વેગવંતી બનીને ગ્રીષ્મની ગરમાહટ સાથેના પરસેવામાં આનંદ લઈને વર્ષાની લીલોતરીમાં હૃદયને નવપલ્લવિત કરીને શરદની શીતળતા સાથે ચરમસીમાએ પહોચે છે.