“જીંદગી માત્ર બીજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા જ કે ?”

“પપ્પા, મારે ડોક્ટર નથી બનવું. મને નથી ગમતું લોહી. મારે કઈક બીજું બનવું છે.મારી ઈચ્છા જુદી છે.”

દીકરા એ ૨૦ વર્ષથી મેડીકલના ડોનેશન માટે દિવસ-રાત દોડતા પપ્પાને ડરતા ડરતા કહ્યું.

“તારે કેમ ડોક્ટર નથી બનવું? અહી અમે તારા માટે રાત-દિવસ જોયા વિના દોડીએ છીએ, તને અમારી પણ પરવા નથી? અને તારી ઈચ્છા અમારા કરતા મોટી છે વળી? ” પપ્પાએ થોડા ઊંચા અવાજે પૂછ્યું.

“હા, તારા પપ્પા તારા માટે થઈને દિવાળીએ કપડા પણ નથી ખરીદતા નવા. અમે બંને બધી ખુશીઓ છોડીને તારા ભણતર પાછળ થનાર ખર્ચનો હિસાબ કરીને ચાલીએ છીએ.” મમ્મી એ પપ્પાની પેરવી કરી.

“પરંતુ…” પપ્પા એ અટકાવ્યો.

“મારે કઈ સાંભળવું નથી. મોટા જે નક્કી કરે એ સાચું જ હોય હંમેશા. તારે મેડીકલમાં એડમીશન લેવાનું જ છે. એક વાર બધું શરુ થઇ જાય પછી બધું ગમવા લાગે.” પપ્પા એ ધીરેથી સમજાવતા કહ્યું.

http://kparticleworld.files.wordpress.com/2014/12/efeda-expectationsquote.jpg

કેમ ભાઈ? પરાણે ગમાડવું શું કામ જોઈએ? લોકોની અપેક્ષાઓનો ભરો આખી જીંદગી માથા પર લઈને ચાલ્યા જ કરવાનું? જે વસ્તુ નથી ગમતી છતાં આખી જંદગી એને મલ્લસ્તંભ બનાવીને એની જ આજુબાજુ ઘૂમ્યા કરવાનું? કેમ આવા જ સામાજિક એપ્રુવલવાળા ગ્રાફમાં રહીને હમેશા ઉતર-ચઢાવ વળી લાઈફ જીવવાની? બીજાની અપેક્ષા-ઈચ્છા-લાગણી-મનોદશા ને સમજવામાં આપણી ઈચ્છા-શોખને ‘હમેશા’(શબ્દ પર ભાર આપું છું) દબાયેલી-કચડાયેલી રાખવાની? કેમ કાયમ જ બીજાની વાત સ્વીકારીને કોઈ પણ પ્રકારનું ‘સ્ટેન્ડ’ જાતે લેવાની આપણામાં તાકાત નથી? શું આપણે આજે પણ ૨૦-૨૦ વર્ષ આટલું મોટું-મોટું ‘સાઈન-કોસ’ ભણ્યા પછી પણ આખરે જિંદગીના ગુલામ જ રહીએ છીએ? આઝાદ કહેવાતા આવડા મોટા ભારત દેશમાં ‘નિરાંતનો શ્વાસ’ લઇ શકે અને એ પણ પોતાનો…?

“સલામતીની ભૂખ દરેક મહાન અને ઉત્તમ સાહસની આડે આવે છે.”

ઈ.સ. ૫૬માં યાનિ કી આશરે ૨૦૦૦ વર્ષ અગાઉ જન્મેલા રોમન ફિલસૂફ ટેક્ટિસનું આ સનાતન સત્યસમું ક્વોટ આજે તો વધુ રિલેવન્ટ છે!

આજે દરેક વ્યક્તિ એક જ સવાલને જીવનમંત્ર બનાવીને લાઈફની રેસમાં પુરપાટ દોડી રહ્યો છે. અને એ સવાલ છે, “હું આમ નહિ કરું તો, બીજાને શું લાગશે?”….જીવન થોડું કઈ ફોર્માલીટી છે, તો આવ્યા-ગયા અને પાછા આવ્યા. જીંદગીને ‘વેલ પ્લાન્ડ’ શું વિચારીને બનાવવી જોઈએ? દરેક ‘અનએક્સ્પેકટેડ કેઓસ’ ને આમંત્રણ સ્વીકારીએ ત્યારે ‘જંગલ સફારી’ જેવી થ્રિલ-કલર-એડવેન્ચરસ સભર લાઈફની સાથે ઝૂમવાનું મળે, તાલ સાથે તાલ મિલાવીને ગાવાનું ગમે. બધું જ આગોતરા આયોજન મુજબ થાય એવી જૈન ખાખરા જેવી ફિક્કી બેસ્વાદ બટકણી જીંદગી. આ ચાલુ ચીલાના ચકરાવાની સલામતીને જરાક ભેદી છેદીને કોઈ થોડો સ્વતંત્ર માર્ગ પકડે કે એને લાશ બનાવી મોર્ગમાં થીજાવી દેવાની કાગારોળ શરૂ થઈ જાય છે. કારણ છે, નવીનતા સામેનો ગભરાટ. પોતાની પ્રિય સેફટીના તકલાદી છીપલાંનું કોચલું ભાંગીને ભૂક્કો થઈ જશે એ વલવલાટ. અને આ લોકો ક્યારેય મહાન નથી થઇ શકતા કે સફળતાનો સ્વાદ ચાખવા નથી મળતો અને બેસ્વાદ રેસમાં નિષ્ક્રિય થઈને દોડ્યા કરવું ‘પડે’ છે.

“સાગરના તળિયા સુધી જવાની હિંમત રાખનાર વ્યક્તિ જ મોજા સામે બાથ ભીડી શકે છે.”

અને, જેટલો માણસ મોટો એટલી જ તેની લાઈફમાં પડકારો વધુ. અને એટલુ જ સાહસ પણ વધુ. આપણી ટૂંકી સમજણના ચોકઠાંમાં આ અફાટ-અસીમ-અગાધ જીવનનું વિરાટ વિસ્મય સમાતું નથી. આજે આપની આજુબાજુના સમાજમાં શરૂઆતના ઉદાહરણની જેવા જ ‘કુવામાંના દેડકા’ બનીને રેહનારા વધુ છે. પોતાની જ સ્વતંત્ર નિર્ણય શક્તિ નથી એનું મુખ્ય કારણ છે કે, ૨૦ વર્ષ સુધી ચડ્ડી-નીકર ખરીદવા સુધીના નિર્ણયો માતા-પિતા લે છે અને તરત જ બાજી બીજા વર્ષે પોતાના સંતાનોને આપી દે છે. આવા દેડકાને ‘વેલ ઓબ્ઝર્વર’ કહી શકીએ પણ ‘વેલ ટ્રેઈન્ડ’ કઈ રીતે કહેવો? અને એટલે જ વ્યવહારિક અને સામાજિક સંબંધોમાં ‘વામણા’ પુરવાર થાય છે. ત્યારે તેને મામુલી રીક્ષાવાળો પણ ‘મામુ’ બનાવી જાય છે અને બની પણ જાય છે. આપણી આખી લાઈફનો નિર્ણય બીજાના ઓથાર હેઠળ લેવાય, જાણે કે ભણેલો-ગણેલો ‘હિપ્નોટીઝ’ થયેલો લાગણી વિનાનો ‘રોબોટ’. છતાં, હજુ ‘ડિફેન્સીવ’ રમતમાં જ મજા આવે છે આવા ઘુડ્બંગાઓને.

નવું ફુડ ટ્રાય ન કરો, જોખમી જગ્યાએ ફરવા ન જાવ, નાચો નહિ, હસો નહિ,આમ તો કરવું જ પડે..!, આવું ના હોય, ‘એથીકલ’ હોવું જોઈએ- આવા બધા ડરામણા ‘ડોન્ટસ’ આપણને રસ્તા પરથી હાંસિયામાં ધકેલી દે છે. અને, જીંદગી જીવવાના નિયમ હોય વળી? મહાચિત્રકાર પાબ્લો પિકાસોએ કહેલું કે “ઇશ્વર બહુ અજીબ કલાકાર છે, એની કોઇ એક શૈલી નથી. ઇશ્વર હંમેશા કશુંક નવું, કશુંક અલગ કરવા પ્રયત્ન કરતો રહે છે!”.

અને આ, લાંબુ ચોળીને ચીકણું મારે આ પરીક્ષામાં ઘેંશની જેમ બેઠેલા અને ચોખલીયાવેડા કરતા સ્ટુડન્ટની પેપર પહેલા એમના હૃદયના વધતા ધબ-ધબને લીધે કરવું પડ્યું છે !!!!

ટહુકો: ડો. આલ્બનનું વર્ષો પહેલા હિટ થયેલું સોંગ,

ઈટસ માય લાઈફ! સેટ મી ફ્રી… વોટસ ધ ક્રેપ – પાપા ન્યુ ઈટ ઓલ. સ્ટોપ બગિંગ મી, સ્ટોપ બોધરિંગ મી, માઈન્ડ યોર બિઝનેસ એન્ડ લીવ માય બિઝનેસ, આઈ લિવ ધ વે આઈ વોન્ટ ટુ લિવ.

આઇ મેઇક ડિસિશન્સ ડે એન્ડ નાઇટ. શો મી સાઇન્સ એન્ડ ગુડ એકઝામ્પલ્સ, ટેઇક એ ટ્રિપ ઇસ્ટ ટુ વેસ્ટ, યુ ફાઇન્ડ ધેટ યુ ડોન્ટ નો એનીથિંગ, સ્ટોપ યેલિંગ મી… ઇટસ માય લાઇફ!

related posts

દિલવાલી દિવાળી (1/5)

દિલવાલી દિવાળી (1/5)

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)