આવી કઈક રહી મારી ૧૦૦ મી વોટ્સએપ પોસ્ટ…!

100-grey-image1

હર્ષિત બારાઈ:-  પહેલા તો ૧૦૦ લેખ લખવા બદલ અભિનંદન. કેટલાક લેખ વાંચીને ઘણું જાણવા મળ્યું અને આનંદ દરેક લેખ વાચ્યા પછી થયો. ઉપરાંત, જેમને ફોરવર્ડ કર્યા એમને પણ ખુબ વખાણ કર્યા. કીપ સેન્ડીંગ આર્ટીકલ્સ.આઈ એમ ઓલવેય્ઝ વેઇટિંગ ફોર ઈટ.

દેવરાજ ઠાકોર:-  પહેલા તો ખુબ ખુબ અભિનંદન. આજ સુધી મને તારો એક પણ લેખ ખરાબ નથી લાગ્યો. દર વખતે ઘણું જાણવા મળ્યું. મને કેટલીક વાતો તો તારા અદ્ભુત વિચારો પછી જ ખબર પડી. મારી લાઇફમાં તારા જેવી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ ક્યારેય પણ મળી નથી. મને ગર્વ છે કે હું તારો મિત્ર છું, મને એમ તો લખતા નથી આવડતું પરંતુ, જ્યારથી તારા વિચારો વાચ્યા પછી આવી બાબતમાં પણ રસ પડવા માંડ્યો છે. ગમે તે હોય, પણ તું ગજબ છે. થેંક યુ ભાયા.

વિવેક નાયક:- અત્યાર સુધીના દરેક આર્ટીકલ બેસ્ટ જ હતા. દરેક અલગ ટોપિક પર અલગ લખવું એ સહેલી બાબત નથી જ. જે તે કરી બતાવ્યું છે, તેને માટે અમે પ્રાઉડ અનુભવીએ છીએ. પણ જો રેટિંગ આપવામાં આવે તો ૬૭ બેસ્ટ હતો. એ આર્ટીકલમાં તે તારા અનુભવને ખુબ સારી રીતે દર્શાવ્યા છે એ અનુભવ દરેક રીડરોએ કર્યો જ હશે જેનો શબ્દ એ શબ્દ કંડારેલો. હું એ જ આશા રાખું એ આર્ટીકલનો પ્રવાહ નિરંતર વહેતો રહે. કીપ ગોઇંગ મેન. ઓલ ધ બેસ્ટ.

દીપેશ પટેલ:- ચાર વર્ષ પહેલા ગુલાબી કુર્તામાં જોયેલો આ માણસ,જોતાજ ખ્યાલ આવી ગયો કે વરાછાના રોકેટથી અલગ છે આ માણસ

૧લા સેમેસ્ટરમાં પ્રથમ વાર નોન-અડાજણ વ્યક્તિ સાથે વાત કરી તે આ માણસ, જોતજોતામાં ફ્રેન્ડ બની ગયો આ માણસ,

૬ મહિના પહેલા શોખથી લેખક તરીકેની ઇનિંગ ચાલુ કરવાવાળો આ માણસ, આજે ૧લી સેન્ચુરી ફટકારતો આ માણસ,

લેખોમાં જુદા જુદા વિષયો પર પોતાના વિચારો દર્શાવતો આ માણસ, લેખન કાલથી લેખ વાચવા મજબુર કરતો આ માણસ,

લખવું એ ખાલી શોખ છે એવું કહેતો આ માણસ, પરંતુ ફ્યુચરનો પ્રેફેશનલ લેખક છે આ માણસ,

લેખોથી ઘણી નાવી નાવી વાત શીખવતો આ માણસ, આજે હું જે લખું છે એના માટે પણ જવાબદાર છે આ માણસ.

બેસ્ટ વિશ, કીપ રાઈટીંગ.

પાર્થ પટેલ:-  Whatever task you undertake, do  it with all your heart and soul. Always be a courteous, never be discouraged. Beware of him who promises something for nothing. Do not blame anybody for your mistake and failures. Do not look approval except the consciousness of doing your best. We can secure other people’s approval if we do right and try hard, but our own is worth a hundred of it, no way has been found out securing that.

ધવલ ભરોડીયા:- મારી સેન્ચુરી એમ ને? ચાલુ રાખ, આપણે લારાનો રેકોર્ડ તોડવાનો છે.

સંજય પીઠડીયા:- ખુબ સરસ! ઈશ્વર કરે કે તમે આ ૧૦૦ ના અંકને ૧૦૦ ગણ આગળ વધારો. ટહુકા કર્યા પછી જ મોર થનગનાટ કરે.

ઉમેશ હિરપરા:- ભાઈ ભાઈ,ગુડ. કીપ ઈટ અપ. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં તુ તારા સપનાઓ અને કલાત્મકતા ને એક નવા આયામ સુધી લઇ જા. અને ખુબ સકસેસફૂલ વ્યક્તિ બન. હજુ ૧૦૦૦૦૦ સુધી પહોચવાનું છે. સાચે જ, તારું  લેખન ખુબ સુંદર છે અને તારે આ ફિલ્ડને કરિયર તરીકે પસંદ કરવું જોઈએ.

મુર્તઝા પટેલ:- કોન્ગ્રેચ્યુલેશન દોસ્ત, કીપ ઈટ અપ. ઇન્શાઅલ્લાહ.

અન્ય મિત્રો:- ઘણા વ્યક્તિઓ ઘણું બધું લખે છે. લવ સ્ટોરી વાંચતી વખતે કોઈ એક લીટી પણ બાકી નથી મૂકતું જયારે ન્યુઝ પેપરના લેખો કોઈ વાંચતું નથી. એ સમયે, તારું લેખન અમને ખેચી લાવ્યું આ તરફ. કાયમી વાચકો બનાવ્યા. દર વખતે કઈ ને કઈ શીખવી જાય એવા સુંદર લેખો આકર્ષિત કરે છે હમેશા. પ્રગતિ કરતા રહો.

related posts

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

લેટર ટુ યુ, બડી!

લેટર ટુ યુ, બડી!