સગાઇ અને લગ્ન: ઉભરાતી ઊર્મિઓનો ઉત્સાહ :-)

હમણાં-હમણાં ઘણા યુવા દિલની ધડકન જેવા ‘સિંગલ ટુ મિંગલ’ થવા માટે થનગની રહ્યા હોય તેઓ સગાઇ કરીને ખીંટી પર ટીંગાયા. હા હા હા….પેહલા કન્ફયુઝન….પછી કનક્લુઝન…અને પછી સિલેકશન….આ ત્રણ વાતો પછી ઇલ્યુઝન….શરુ…!!! એ લોકો પરથી વિચાર આવ્યો કે..લાવ ને કૈક આવા ‘સગાઇ ટુ મેરેજ’ ની થ્રીલ્લીંગ, લવિંગ, ઈરોટિક, ડ્રામેટિક, સેન્સેશનલ, ઈનોસેન્ટ, ક્યુટ એવી લાઈફની ‘લાસ્ટ એન્ડ ફાઈનલ’ (સ્કુલ,કોલેજ,ટ્યુશન,…એ બધી તો ગૌણ ગણવાની ને…) લવ સ્ટોરી પર ફોકસ કરીએ.

એ ફર્સ્ટ મેસેજ, એ ફર્સ્ટ કોલ, એ ફર્સ્ટ ‘હાઈ…’, એ ફર્સ્ટ ‘બાય…’, એ ફર્સ્ટ મુવી, એ ફર્સ્ટ પાણીપુરી, એ ફર્સ્ટ લોંગ ડ્રાઈવ, એ ફર્સ્ટ ‘આઈ લવ યુ’, અને હા…ફર્સ્ટ ‘આઈ લવ યુ, ટુ…’ તો ખરું જ ને વળી… કૈક આવી ડ્રામેટિક મેલોડી રચાય છે.

બારણું બંધ હોય, બારીમાંથી ચંદ્ર એ પરીનું રૂપ નિહાળતો હોય તેવી રીતે ડોકિયા કરતો હોય, બેડ પર મોબાઈલ હાથમાં લઈને ફર્સ્ટ ટાઇમ વાત કરવાની હોય, ત્યારે નંબર ટાઇપ કરવામાં પણ હાથ અચકાતો હોય, ફરી ફરી ને હાથ પાછો વળતો હોય, હૃદયની ધડકન ૮૦+ હોય, બેડ પરના ચાદર પર ની ડીઝાઇન પર વારે-વારે આંગળી ફરતી હોય અને ત્યારે જ….સામેથી કોલ આવે અને ફોન વાઈબ્રેટ થાય(ચોરી છુપે વાત કરવાની હોય ને પેહલી વખત તો….શરમ લાગે યાર) ….એટલે સાઈલેંટ માં હોય …અને સામેથી થોડી વાર ના સન્નાટા પછી અવાજ આવે…એકદમ ધીરેથી … “હેલો…”..અને અહીંથી રિપ્લે જાય…(એક ઊંડા શ્વાસના અવાજ પછી)… “હાઈ…”…અને ફરી પછી ઘોર શાંતિ….વાત શું કરવી??…..અને ધીરે – ધીરે સિલસિલો આગળ વધતો જાય….રોજના પ્રેમી પંખીડાઓ વાતો કરે…આખી ને આખી રાત ક્યાં જતી રહે એ ખ્યાલ ના રહે…આયે….હાયે….વોટ અ ફિલિંગ….એક્સટ્રીમલી ગુડ….સ્ટીલ લાઇક અ ફેબલ…!! અરે….અરે…હું તમારી નહિ …આ લોકો ની વાત કરું છું….આ તો જસ્ટ તમે ગાલમાં હસ્યા એટલે મારે ચોખવટ કરવી પડી.

અને પંકજ ઉધાસના એક મજેદાર ગીતની પંક્તિ યાદ આવી,

“ઓર આહિસ્તા કીજીયે બાતે, ધડકને કોઈ…..સુન રહા હોગા…

 લવ્ઝ ગીરને ના પાયે હોઠો સે, વક્ત કે હાથ ઇનકો ચુન લેંગે,

 કાન રખતે હૈ યે દરો-દીવારે,રાઝ કી સારી બાત..સુન લેંગે…

 ઓર આહિસ્તા કીજીયે બાતે……”

અને આ શરૂઆતનો લવ એડિકશનવાળો હોય છે, જેમાં પ્રેમી/પ્રેમિકાનું વળગણ થયા રાખે છે. આસમાનના સિતારા કરતા વધુ સંખ્યામાં રોજ એના જ વિચારો આવ્યા કરે, એનો જ ચહેરો દેખાયા કરે, એના જ સ્વરના ભણકારા ગુંજયા કરે! એક પેશનવાળો હોય છે, જેમાં ગમે તેમ કરીને એને પામવાની, સ્પર્શવાની, જીતવાની, ચૂમવાની આરઝૂમાં મન ઝૂર્યા કરે. એના ગાલ સાથે ગાલ અડાડી ભેટવાનું કે એના ખોળામાં માથું અને એમાં ચાલતા સઘળા અવળાસવળા વિચાર મૂકીને સૂવાનું મન થયા કરે.

મેરેજ પછી નો જે લવ હોય છે તે ડીવોશનવાળો હોય છે. ટેન્શન નહિ, સેન્સેશન. ટુ સરેન્ડર, ટુ સેક્રિફાઈસ. કોઈ અપેક્ષા નહિ, બસ ભક્તિની માફક મુક્તિ કાજે સમર્પણ! તર્ક નહિ, લાગણીઓનો અર્ક. વિકસતો-વિકસતો આ પ્રેમ આપોઆપ કેસરકઢેલી બાસુંદી જેવો મલાઈદાર અને મેચ્યોર બને છે, જીવનના તાપમાં ઉકળી ઉકળીને!(સેન્ટેન્સ કર્ટેસી :જય વસાવડા  પ્લેનેટજેવી બ્લોગ પરથી)

related posts

વિ આર સુપર મારિયો!

વિ આર સુપર મારિયો!

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર