શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતી અઘરી નોટો!

એક વખત અનેક ગર્ભવતી સ્ત્રીઓ શહેરમાં આવી. એમનો ઉતારો પોળ, શેરીઓ અને રિંગ રોડના સાઈડના ફૂટપાથ પર રાખવામાં આવ્યો. એક બચ્ચું પેટમાં હતું અને બાકીના બંને કાંખમાં હતા, તેમના બીજા બે મોટા ભાઈ-બહેન બાજુની સોસાયટીમાં ડ્યૂટી પર હતા. એ સ્ત્રીઓ આવી ત્યારે તે મેલા-ઘેલા કપડાં, ફાટેલો સાડલો, મોઢાના પડખામાં ભરેલું તમાકુ, ગંદા દાંત, ફાટેલું પોલકું, ઠચરી બની ગયેલ શરીરનું પિંજર, એક ગંધાતું પોટલું અને વધારાનો એક દારૂડિયો પતિ.
ત્યારે એક વાત સમજાઈ કે તેમનામાં, ડ્યૂટી, ત્રણ વર્ષથી લઈને વીસ-બાવીસ વર્ષ સુધી જ કરવાની હોય છે. એ પછી એમનો ધંધો તેમના શુક્રાણું દ્વારા જન્મેલા ઘણાં-બધાં સંતાનો સંભાળે છે અને સંસારને સદાય હર્યોભર્યો રાખે છે. તકલીફ એ થઇ કે આ દરેક સંતાનો હવે મોટા થઇ ચૂક્યા છે અને શહેરમાં બૂમરાણ મચાવી ચૂક્યા છે.
જેઓ શહેરમાં આવ્યા ત્યારે ઓલરેડી મોટા હતા અને ફરજ બજાવતા શીખી ગયા હતા, તેઓ આજે રાત્રે રીવરફ્રન્ટ પર ઠોઠીયાં ગાડીઓના અવાજો કરે છે અને દિવસે નો પાર્કિંગમાં રીક્ષાઓ લઈને તમાકુ ચોળતા હોય છે. ટૂંકમાં તકલીફ આપે છે! નસબંધી જરૂરી છે, એ પ્રમેય સાબિત કરનાર કૉમ હવે મળી ચૂકી છે.
તકલીફ એ થઇ છે કે, જે નાના હતા અથવા શહેરના ઘોંઘાટ સાંભળીને ગર્ભમાંથી બહાર આવ્યા, તે દરેક હવે વધુ ઘોંઘાટ કરતા થયા છે અને એમના પેરેન્ટ્સ હવે રસ્તાને ટેકે, ઝાડની નીચે, અમૂલ કૂલ અને ક્રીમવાળા કૂકીઝ ખાતાં જોવા મળે છે અને પોતાના સંતાનોની પ્રગતિ જોયા કરે છે. સાંજે એકાદી દેશી ચડાવીને પોતે સૂઈ જાય છે, અને તેઓ સૂઈ જાય પછી છોકરાઓ રસ્તાની સામસામેના તંબુમાં અદલાબદલી કરે છે.
એક મહત્વની વાત એ કે, તેઓ ખૂબ સરસ અભિનય કરી જાણે છે. તેઓ અદ્દલ પ્રખર તાલીમાર્થી છે. અને જમીનથી બે વેંત હંમેશા ઉપર ચાલે છે, કારણ કે તેમના પેન્ટ ખૂબ ટૂંકા હોય છે અને ડ્રેસ ઘૂંટણ સુધી જ હોય છે. તેઓ સતત પોતાની નાસિકામાંથી લીલા રંગના શ્લેષ્મનો પ્રવાહ શરુ રાખે છે, જાણે કે હરિત ક્રાંતિ! હવે તેઓ સતત કીડી-મંકોડાની જેમ ઉભરાય છે. મંદિરે દર્શન કરતા પહેલા તમારે એમના દર્શન કરવા પડે છે. હરહંમેશ કશુંક ઝંખતા હોય છે, અન્યના ખિસ્સા મહીં! કેટલા જિજ્ઞાસુ છે તેઓ!
તમારી કારનો ડ્રાઈવર તરફનો ગ્લાસ વાઈપર કરતા પણ ખૂબ સારો સાફ કરશે અને પછી સાઈડ ગ્લાસ પર હોઠ પર હાથની બખોલ મૂકીને વરાળ કાઢે, ગંદા પગથી તમારા ડૉરને સુંદર તરીકાથી સાફ કરશે. કદાચ તમે બાઈક ચલાવો છો તો, તેના આગળના મોરાને પણ સાફ કરશે. અતિ પ્રામાણિક અને અતિ શાંત. તેઓ હવે બે-પાંચ રૂપિયા સ્વીકારતા નથી. જેમાંથી અમૂલ કૂલ અને કૂકીઝ આવે તેટલી રકમ જ પોતાના દાનપાત્રમાં સ્વીકારે છે. અત્યંત પ્રગતિશીલ છે, સતત કશુંક મેળવવાની, હાંસિલ કરવાની તલપમાં જ રહે છે. તમે પૈસા ન આપો તો તેઓ સુંદર શુભાક્ષારી પર બોલે છે. એ વખતે તમે દુનિયાનું ખૂબ હીણું કામ કર્યું છે તેવી ગટ્સ ફીલિંગ પણ આવે છે. છતાં, તમે કશું નહીં કરી શકો.
તમને નિરાંતે ચા પણ નસીબ નથી થવા દેતા. એટલા બધા હોશિયાર છે કે, માત્ર તમે જે ખાઓ-પીઓ છે તેટલું જ તેમને જોઈએ છે. તેઓ હવે ડોમિનોઝમાં પણ આવતાં થયા છે. શુભ પ્રસંગોમાં હવે તેઓ માત્ર ફુગ્ગા લઈને બહાર નથી ઉભા રહેતા, પરંતુ તેઓ અભિવાદકની એકદમ નજીક બારાતને અઢેલીને ઉભા હોય છે. લોકો ભલે ચિત્કાર કરે, પણ તેઓ સત્કાર જરૂર કરશે અને જરાયે ગુસ્સો પણ નહીં કરે. તેમને કોઈ પ્રકારની ધૃણા, શરમ, લાજ કે સંવેદના નથી. તેઓ અવ્યાખ્યાયિત પદ છે.
આ દરેક મોટા થયેલા ગરબડિયા ભાઈ-બહેનોના શ્લેષ્મવાળા નાકમાં કોટિ-કોટિ ફેંટ!

(તમામ વાક્યો અત્યંત ગુસ્સે થઈને લખાયેલા છે. પીડા સમજવી અને તમે પણ જો આ પીડાનો ભોગ/શિકાર/વિક્ટિમ બન્યા છો તો તમે પણ અહીં તેને ક્રમશ: પ્રસ્તુત કરો.)

related posts

Forever Irrfan Khan: इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं

Forever Irrfan Khan: इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ