બૂટપાલિસ…! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ !

મૂળે હું સૌરાષ્ટિયન. જન્મ અને સમજણથી સુરતી. કર્મક્ષેત્ર મારું અમદાવાદ.
વાત જાણે એમ છે કે, આ ત્રણ પ્રદેશોના ‘ટ્રાયો’માં હું બરાબર સચવાયો છું.

ગળથુથીમાં કાઠિયાવાડના શબ્દો મળ્યા. જે જન્મતાંની સાથે પ્રિ-ઇન્સ્ટોલ જ હતા. જન્મીને આજુબાજુ જોયું, ટો મન્ને હુરટી મોજ કરટો મઈલો જે કે ! ટો એમનું પન થોરું-થોરું હમ્મારામાં ઇન્સ્ટોલ થિયું એમ કે ! હજુ માંડ હું સિયખો, તિયાં અમ્દાવાડે મને બોલાઈવો. અમ્દાવાદમાં આવીને બધાને, ‘કઈ છૂ?’ કરતાં જોયા. પહેલા હું ‘નઈ’ બોલતો, આજે સ્પષ્ટ ‘ના’ બોલું છું. ‘આવ્યો’, ‘ગયો’, હતો’, ‘શા માટે?’, ‘અચ્છા’, ‘બરાબર’ – આ દરેક શબ્દો પહેલા હું આવી રીતે ઉચ્ચારતો. જેમ કે, ‘આઇવો’, ‘ગ્યો’, ”તો’, ‘હું લેવા?’, ‘એમ?’, ‘હમમ’.

આ ત્રણેય ભાષા અને પ્રદેશને એકદમ પરફેક્ટ વર્ણવતું એક ગુજરાતી ગીત મળ્યું. જે અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રના લોકોને જોડે છે.

*****

વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વીરપસલી’માં આ બંને શહેરોને જોડતું એક સરસ મજાનું ગીત અવિનાશ વ્યાસે લખ્યું છે. સુરતમાં વસેલા અને પાક્કા ‘હુરતી’ બનેલા કાઠિયાવાડી લોકોની સાથે મૂળ ‘હુરતી’ લોકો અને અમદાવાદના લોકોના અનુસંધાનમાં લખાયેલું આ ગીત ખરેખર દરેક ને જોડે છે.

-: ચંપલના ચાર આના :-

હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! (૨)
ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ (૨)

હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!
…બૂટપાલિસ!
…બૂટપાલિસ!

આવો મારા અમદાવાદના શાહીબાગના વાસી,
ઉપરથી ચિંગુસ લાગો પણ લક્ષ્મી તમારી દાસી,

પેરટ? હૈ હૈ…કોબરા? ચેરીબ્લોસમ?
કયું પાલિસ મારું? બોલો, કયું પાલિસ મારું?
એ સાચા અમદાવાદીને ભૈ મસ્કાપાલિસ સારું
હોય તો ભૈ મસ્કાપાલિસ સારું…

ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ
હેંડ હેંડ!

ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

હુરત એટલે હુરત સદાય હસતી સૂરત,
ભાંગીને ભૂકો થાય પણ સોના જેવી મૂરત,
આવો મારા હૂરતીલાલા
આવો આવો આવો…

તે વરી હું ઘેરે ગયેલો ‘ને,
તે પટેલીમાં ઊંધિયું કરેલું!

ઊંધિયામાં હું તરીને નાંખ્યું? તેલનો કાઢ્યો રેલો,
અરે હુરતીલાલા જમણા પગનો જોડો અહીંયા મેલો.

હૈં…

ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ
શું કે છ?

ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

એલા ચાલીસ ચાલીસ હું કરે?
હું તો હુરતી લાલો,
હું હરિ જરીવાળો,
પાલિસ ઉપર ઘીની ગાલ્લી,
ભુસું ઉપરથી ઢાળીશ!
ભુસું ઉપરથી ઢાળીશ!

…બૂટપાલિસ!…બૂટપાલિસ!
હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

હે…. એવું કાઠિયાવાડનું પગરખું જ રે…!
ઈને પાલિસ બાલિસ કોઈ દી’ નો થાય !
ઈમાં પાલિસની..
ઈમાં પાલિસની.. એક બે ડબલી નહિ
હે ઈમાં ડબલાં હાલ્યાં જાય !

મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતા યે પહેરે
પહેરી નાચે ઝાઝું એનું જોબનિયું કાંઈ લહેરે
મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતા યે પહેરે

ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ
હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!
…બૂટપાલિસ!
…બૂટપાલિસ!

*****
સ્વરઃ આશા ભોસલે, ઘનશ્યામ નાયક (નટુકાકા), રસિક પાઠક
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯)

related posts

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ગામને છેડે, એક બીમાર શહેર હોય !

ગામને છેડે, એક બીમાર શહેર હોય !