ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે : અ લિટલ ‘પ્રોમો’ ઓફ ‘કામસુત્ર’

જુવાનજોધ જુગલની અતિ વિસ્ફોટક, આક્રમક, અસામાન્ય શારીરિક સંબંધોની જુગલબંધીને સચોટ આકાર આપતી અને ચરમસીમાએ પહોચવાની તીવ્ર આવેગોની હિલોળા લેતી રોલર-કોસ્ટર રાઈડ એટલે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે. વર્ષ ૨૦૧૧. અત્યાર સુધીની અતિસફળ અને બહુચર્ચિત નવલકથાની લેખિકા એરિકા મિશેલ (ઈ.એલ.જેમ્સ) વિશ્વના ૧૦૦ ઇન્ફ્લુએન્શિઅલ લોકોની યાદીમાં સ્થાન ધરાવનાર બે પુત્રોની માતા ઈ.એલ.જેમ્સ. ૭૦ મિલિયનથી વધુ કોપી વેચાઈ ચુકી છે અત્યાર સુધીમાં આ ઈરોટિક ફેન્ટસીમાં ખોવાઈ જવાય એવા પુસ્તકની. ૪૦ મિલિયન ડોલરના બજેટ સામે ૫૭૦ મિલિયન ડોલરનો વકરો કરનાર અને ૨૦૧૫ ની સફળ ફિલ્મ એટલે આ જ નવલકથા પરથી બનેલ ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’.

url

આ વાર્તા છે ૨૧ વર્ષની ઉંમરના આયામ પર પ્રવેશેલી કોલેજ સ્ટુડન્ટ એનેસ્ટેસિયા સ્ટીલ (ડેકોટા જોહ્ન્સન). વાર્તા છે એક ૨૭ વર્ષના બિઝનેસ ટાયકુન ક્રિશ્ચન ગ્રે (જેમી ડોર્નન)ને ચાહવાની અને પામવાની. વાર્તા છે પાનેપાને શૃંગારિક દ્રશ્યોને ખુબ જ બારીકાઈથી બહેલાવવાની. વાર્તા છે વાચકને ઈરોટિક અને સંપૂર્ણપણે ‘કામ’ને વશ થયેલા યુગલની. વાર્તા છે ટેન્ગો ચાર્લી હેલિકોપ્ટર, હાથકડી, હન્ટર.. દ્વારા ઉત્તેજકતા મેળવનાર ક્રિશ્ચનની. વાર્તા છે શારીરિક સુખની કામેચ્છાથી પીડાતી અને તીવ્ર કંદર્પ-જ્વરથી ઝૂરતી એનેસ્ટેસિયાની. નામ-કામ-ઠામ સાથે કોઈ પણ પ્રકારનો સમય અને શક્તિ બગડ્યા સિવાય તેની રાઈડ પર જવામાં અને ‘કામ’રસના જામ છલકાવવામાં શક્તિ-સંચય કરીને રાખીએ. હિઅર વિ ગો….!

એનેસ્ટેસિયા સ્ટીલ ક્રિશ્ચન ગ્રે ના પ્રેમમાં ગળાડૂબ થયેલી છે જયારે ક્રિશ્ચનને માત્ર શરીરસુખ સિવાય બીજો કોઈ જ પ્રકારનો હૃદયનો સંબંધ માન્ય નથી. છતાં, એનેસ્ટેસિયા ક્રિશ્ચનના નિયમોને તેને પામવા માટે અનુસરે છે. એનેસ્ટેસિયા વર્જિન છે અને પ્રથમ વાર જ કોઈની સાથે શરીર સંબંધ બાંધવા તૈયાર થાય છે. એનેસ્ટેસિયા યુવાનીના ઉંબરા પર ઉભેલી એક પ્રગલ્ભ છોકરી છે. શરીરના અંદરના તપેલા ઉન્માદને લીધે એક નવો જ ઉન્મેષ છે. અનંગ આવેશની કલ્પનાને ઉત્તુંગ ચરમસીમા પર લઇ જવાના ઓરતાં છે. પ્રથમ શારીરિક મિલન આવી રીતે આકાર લે છે. શરીરના કણ-કણને પોતાના હોઠ વડે ચૂમવાની આરઝુની શરૂઆત થાય છે.

“રાતના અંધારામાં નીલી ઝાંયના પ્રકાશમાં તેમનું પ્રણયપ્રચુર મિલન થવા જઈ રહ્યું હતું. એનેસ્ટેસિયાની ભીની આંખના અંતરપટની ભીતર સંતાયેલ રોમાંચના ક્ષણનો આવિષ્કાર થઇ રહ્યો છે. ક્રિશ્ચનના બંને હાથ કાનની બૂટથી પસાર થઈને અંગુઠા ગાલ પર રમી રહ્યા છે. તેનો સ્પર્શ થતા જ ને આખા આયખાનો કતરો-કતરો તેને પામવા માટે ઝૂરે છે. એનેસ્ટેસિયાના હોઠ જાણે કઈ દીર્ઘ ચુંબન માટે સજ્જ થઇ રહ્યા હોય તેમ તે પોતાના હોઠ વડે નીચેના હોઠને બચકું ભરે છે. એની પાંપણમાં ઉન્મેષ ઉષ્માનો સંચાર થયો હોય અને જબરજસ્ત વીજળીક આવેગ અનુભવ કરે છે અને આંખ બંધ થઇ જાય છે. ઉપરના હોઠની ભાવ ભંગિકા જાણે કશુંક ક્રિશ્ચનને કહી રહી હોય તેમ જણાય છે. ઉપરના જડબાનો દાંત નીચેના હોઠ પર ફરી રહ્યો છે અને તરત જ ક્રિશ્ચન તેને પોતાના બાહુપાશમાં સમાવીને એક પ્રગાઢ ચુંબનથી બંને હોઠને શૂન્યાવકાશમાં ફેરવી દે છે. ધીરે ધીરે શરીર પરના વસ્ત્રો ખુલ્લા થતા જાય છે અને શરીરની સુંદરતા વાતાવરણના સમાગમમાં ખુલ્લું થઇ ઉઠે છે. ક્રિશ્ચનના હોઠ અને એનેસ્ટેસિયાના શરીર વચ્ચેનું થોડું અંતર તેના શ્વાસની ઉષ્ણતાને બરાબર સ્પર્શ કરતુ હતું અને જાણે મૌન ઊર્મિઓને વાચા આવી હોય તેમ રક્તનો પ્રવાહ પુરપાટ ઝડપે શરીરમાં દોડે છે. આછા કેસરી રંગના પ્રકાશમાં મદમાતી એનેસ્ટેસિયાના સાથળ પરની રુવાંટી જાણે સજીવન થઇ ચુકે છે અને ક્રિશ્ચન તેના માદક નિતંબને પોતાના હાથ વડે સંપુટ આપે છે. એનેસ્ટેસિયાના નસ-નસ આ ક્ષણને અનંત આશ્લેષમાં વિતાવવાનું ઈચ્છે છે. આદમ અને ઈવની જેમ માત્ર એ બંને જ પૃથ્વી પર હોય અને બીજા કોઈનું જ અસ્તિત્વના હોય તેવું પ્રતીત થાય છે. નાભિ પરનું ચુંબન જાણે તેના રોમ-રોમમાંથી રોમાંચનો અહેસાસ કરાવે છે અને ‘કામ’રસમાં જ સ્નાન કરવાની ઈચ્છાને તે વશ થઇ જાય છે. અહર્નિશ આ જ ક્ષણમાં સ્થિર થઈને ક્રિશ્ચન સાથે કામશૈયા પર રહેવા ઈચ્છે છે. ક્રિશ્ચનના પ્રેમથી વશ થયેલી એનેસ્ટેસિયાના શરીરને તે જુએ છે. તેની સ્નિગ્ધ ત્વચા પર ક્રિશ્ચનના હોઠ ફરતા રહે છે. ક્રિશ્ચન તેના ઉરોજને પોતાના આશ્લેષમાં પકડીને ગાળાની નીચેના ભાગમાં પોતાની શ્વાસની ફૂંકથી સમાગમને વધુ ઉત્તેજક બનાવે છે. ક્રિશ્ચનના બાણથી ઘાયલ થયેલી એનેસ્ટેસિયા પોતાને લાચાર બનાવીને ક્રિશ્ચનની બની જાય છે અને શરીરના આરોહ-અવરોહ સંગીતના સુરની માફક શૈયા પર રચાય છે. પહાડ પરથી ધસી આવતા ઝરણાની જેમ એનેસ્ટેસિયાને ક્રિશ્ચન વધાવી લે છે. એક ઝનૂનથી એનેસ્ટેસિયાને ક્રિશ્ચન પોતાના વશમાં કરે છે અને પ્રથમ ચરમસીમાનો ચરમ સ્પર્શ કરાવે છે. સ્ખલન થાય છે એનેસ્ટેસિયાના પ્રથમ આવેગનું, કૌમાર્યનું અને આલિંગનની ઝંખનાનું. આખરે ગાલ સાથે ગાલ ભીડાવીને, તેની છાતી પર માથું મુકીને એનેસ્ટેસિયા ક્રિશ્ચનની સામે જુએ છે. આ નિ:શબ્દ પ્રણયખેલમાં માત્ર હૃદય બોલે છે અને શરીર રમે છે.”

fifty-shades-of-grey-on-set-4-1542x1025

આ હતો, ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ ફિલ્મનો ફર્સ્ટ કટ આપણી ભાષામાં. બાકીના ફોરપ્લે મેક્સિમાઈઝેશનને અનુભવવા માટે સંપૂર્ણ ફિલ્મ જોવી જરૂરી છે. આ તો માત્ર એક પ્રોમો હતો. ઈ.એલ.જેમ્સ એ ફેન્ટસી અને ફોરપ્લેનું પાનાંઓ ભરી ભરીને વર્ણન કર્યું છે. એના માટે તો ફિલ્મ જોવા કરતા બુક વાંચવી જ વધુ હિતાવહ છે. પ્લેઝર મેક્સિમાઈઝેશનના બેઝિક નોલેજ માટે, ગો ટુ ધ ‘કામસૂત્ર’ બાય ઋષિ ‘વાત્સ્યાયન’. પ્રોમો જોવા એના કરતા મૂળ ફિલ્મ જોવી વધુ સારી રહેશે.

ઋષિ વાત્સ્યાયન કહે છે, “યુવાનીમાં પ્રવેશેલી કોઈ માદક સ્ત્રી જયારે પોતે કોઈને ખુબ ચાહતી હોય અને તે પુરુષ કે પ્રેમીને મેળવી ના શકે ત્યારે કંદર્પ-જ્વરથી પીડાતી અને ભાન ભૂલેલી સ્ત્રી જયારે કોઈ પુરુષને શરણે થાય અને એ સ્થિતિમાં સમાગમની પ્રાર્થના કરે ત્યારે તે કામાતુર સ્ત્રી સાથે સંભોગ કરવો જ જોઈએ.” જે આ ફિલ્મમાં ખુબ જ સારી રીતે વણી લેવાયું છે.

ટહુકો:- “Every time you move tomorrow, I want you to be reminded that I’ve been here. Only me. You are mine.” – E.L.James (Fifty Shades of Grey)

related posts

જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’…

જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’…

એનિ ‘વર્સ’ રી : વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું કાવ્ય

એનિ ‘વર્સ’ રી : વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું કાવ્ય