પ્રેમ : ‘હું’ અને ‘તું’ વચ્ચે ‘અમે’ના બંધનથી બદ્ધ અપેક્ષારહિત સાંકળ….!

પ્રેમ એટલે,

થંભી ગયેલા સમય સાથે અવિરતપણે વહેતા રહેવાની મજા.

બેફિકરાઈથી મશગુલ થઈ હૃદય ફાડીને ચિક્કાર થવાની ઘટના.

દરિયાના મોજાની માફક પછડાટ ખાઈને પણ ઉંચે ઉઠવાની આશા.

હૃદયના ખૂણે અનંત અમાપ રંગીન સપનાઓ ગૂંથવાની આશા.

શબ્દોના સ્થાને માત્ર ઈશારાની સ્વીકૃતિમાં સમજવાની મનશા.

યાદોના ઝરુખાનો માળો ગુંથી એકલતામાં હાસ્યથી છવાતી શાંતતા.

શાહીના ખડિયામાંથી કાગળ પર ઉતરતા સંસ્મરણોની સુંદરતા.

અલ્પવિરામની સાથે અલ્પ જોડાઈને પૂર્ણવિરામ મૂકતી પૂર્ણતા.

ઝાકળના બુંદ બનીને નિષ્પ્રાણ જીવનમાં પુરાતા પ્રાણની ચેતના.

‘હું’ અને ‘તું’ ના દીવેટીયામાં ‘અમે’ નું ઉંજણ ઉંજતી સંવેદના.

-કંદર્પ પટેલ

વેલેન્ટાઈન્સ ડે. પ્રેમ-પ્રચાર, પ્રેમ-પ્રસાર અને પ્રેમ-વિચારનો દિવસ. પોતાના ‘લવ્ડ વન્સ’ને મળીને પોતાના ‘હાર્ટ’માં થતા ‘ડિસ્ટ્રકશન’ને ‘કરેજ’થી ‘લવેબલ ક્વોટ’ કહીને પોતાનો ‘લવ’ પ્રદર્શિત કરે તે એટલે વેલેન્ટાઈન્સ ડે. દિલના વાયોલીનમાં વાગતા તારની ઝણઝણાહટ કોઈને સંભળાવવાનો દિવસ. ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ સુધી જ માત્ર સીમિત ન રાખતા ‘લવ ફોર ઈચ-અધર’ સુધી જવાનો પ્રયત્ન થાય તે દિવસ. ‘લીમીટ ઇઝ બીલોન્ગ્સ ટુ ‘૦’’ ની સ્ટેબલ કંડીશન સુધી જવા માંગતા યુવા ધડકનોનો રિઝર્વ્ડ દિવસ. દુનિયાની સામે ખુલ્લું મુકાય ‘કોન્સ્ટીટ્યુશન’ જેમાં પ્રેમના હોય ‘લેજીસ્લેશન’. આ દિવસ એટલે ‘હું’ અને ‘ટુ’ મટીને ‘અમે’ બનવાનો દિવસ જેમાં ‘મારું’ અને ‘તારું’ નહિ પરંતુ ‘આપણું-અમારું’ની લાગણી જીવંત બને.

મારા મિત્રોનું કઈક ‘પ્રેમ’ વિષે…….

પ્રેમ એટલે લાગણીઓનો એવો પ્રવાહ કે જે બે હૈયાઓને હંમેશા તરસ્યા જ રાખે છે . પ્રેમ એટલે એવી તરસ કે જે ક્યારેય છીપતી જ નથી. પ્રેમ એટલે એક સમજણ. પ્રેમ એટલે સમર્પણ . પ્રેમ એટલે એવું મેગ્નેટિક આકર્ષણ કે જે બે ધ્રુઓને ખેંચાયેલા રાખે છે . પ્રેમ એટલે હૈયા નું એવું સંગીત કે જે સંભાળવા આયખું પણ ઓછું પડે. પ્રેમ એટલે એવી પૂષ્પ કે જે આત્માને સુગંધિત કરે . પ્રેમ એટલે એવું ગીત કે જેને હંમેશા ગાવાનું મન થાય. પ્રેમ એટલે શક્તિ કે બે હૈયાઓને હંમેશા જોડેલા રાખે .પ્રેમ એટલે એવું આકર્ષણ કે જેમાં વ્યક્તિને ભૌતિક આંખો ને બદલે અંતરમન ની આંખોને થાય. પ્રેમ એટલે એવું બળ કે જે ભૌતિકવાદના બધા સીમાડા તોડી નાખે . પ્રેમ એટલે વિશ્વાસ . પ્રેમ એટલે એક નવી જ દુનિયા . પ્રેમ એટલે સર્વોચ્ચ શિખર.

નિકુંજ ઠુંમર

કોઈ અંત નથી આ રોજબરોજની ભાગદોડનો, પણ ઉપાય થોડો છે; કહુ છુ આખિયે જીંદગી રંગાવુ છે તારા પ્રેમમાં, પણ સમય થોડો છે.

પ્રેમ માટે નથી દિવસ કે નથી કોઈ રાત, બસ જોઈએ છે કોઈનો સંગાથ; કહેવાય છે મન પર કોઈનો કાબુ નથી હોતો, એટલે જ તો છે પ્રેમ અગાથ.

ઈશ્વરનું એક અદ્ભુત સર્જન છે પ્રેમ; એમાં નથી સ્થાન ચર્ચા કે વ્હેમ.

ન તારુ ન મારુ, પ્રેમ તો છે નિષ્પક્ષ; કદિયે ન તોલશો એને, એ તો છે ત્રિ-અક્ષ.

જગત નો તારણહારેય છકેલો હતો; એટલે જ તો કાનુડો પ્રેમ પાછળ ઘેલો હતો.

નથી મહિમા પ્રેમનો માત્ર એક દિવસનો, છે આ તો યુગો-યુગો નું કથન; પ્રેમનું વર્ણન તો કરે છે કલ્પોથી ‘સમય’, સાંભળીને આવે સૌ કોઈને રુદન.

ચંચળ અને પવિત્ર છે આ પ્રેમ, છે બાંધેલો વિશ્વાસ નો દોરો; અરે દુનિયા થાય આમથી તેમ, ન તોડશો ક્યારેય આ સહારો.

લખુ છુ આ કવિતા, અર્પણ છે બધા પ્રેમિઓ ને; સાચ્ચો પ્રેમ કરજો, વાંચી સંભળાવજો આ મિત્રો-સહેલીઓને.

હવે દુવિધા એ થઈ કે સાચ્ચો પ્રેમ કહેવો કોને? શાહજહાં-મૂમતાઝ ને કે રોમિયો-જુલિએટ ને;

અરે મિત્રો! કોઈ કવિ નુ તો કહેવુ એવુ છે કે દુનિયા નું દરેક યુગલ હંસલો-હંસલી હોય;

પછી ભલેને ઘેર-ઘેર ‘તાજમહેલ’ હોય…!!

મહેશ બલદાણીયા

પ્રેમ એટલે સ્નેહ , લાગણી , અનુભવ , અહેસાસ , વિશ્વાસ .પ્રેમ એટલે ના ઓળખી શકાય એવો આભાસ . બીજા શબ્દોમાં કહું તો પ્રેમ એટલે પાણી સાથે વહેતો નિરંતર પ્રવાહ . પ્રેમ એટલે મૌનને સમજી શકાય એવું સત્ય . પ્રેમ એટલે જીભ દ્વારા ઝધડીને હોઠ દ્વારા હસાવીને મનાવવાનો સુંદર પ્રયાસ . દુઃખ એકને થાય અને પીડાનો અનુભવ કોઈક બીજું કરે એ જ પ્રેમ. પ્રેમ એટલે મનુષ્ય માં થતું એકાએક પરિવર્તન . પ્રેમ એટલે જીવનભર સમાધાન થી સાચવી રાખેલી અમુલ્ય યાદો . પ્રેમ એટલે સામી વ્યક્તિ અને તેના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર . જીવનમાં એકમાત્ર સખત મહેનત થી જીતેલી બાજી એટલે પ્રેમ . પ્રેમ એટલે પવનની મીઠી અને તાજી લહેર . પ્રેમ એટલે ખુલ્લી અને બંધ આંખે આવતા સુંદર સ્વપ્નો .વધુ માં પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગરનું સમપૅણ. આ ગુલાબી હોઠો પર એક જ નામ સૌથી પહેલું આવે ત્યારે જે લાગણી ઉત્પન્ન થાય તે પ્રેમ . પ્રેમ એટલે ૨ દિલો વચ્ચે બંધાયેલો અતૂટ સેતુ. પ્રેમ એટલે આ લખાણ લખતાં અત્યારે મને જેનો ચહેરો યાદ આવે તે પોતે…..!!

વિવેક નાયક

પ્રેમ એટલે,

વારંવાર એક વ્યક્તિને યાદ કરીને એકલા-એકલા મલકાયા કરવું તે.

સ્કુલમાં પાછળ ફરીને આવ્યો છે કે નહિ એની ખાતરી કરીને ધડકન ધીમી કરવી.

હું એને જેમાં ગમું તેવા કપડા પહેરીને વારંવાર આવવું.

બોલ્યા વગર આંખોના ઇશારાથી બધી વાત જાની લેવી.

આ લેખ વાંચીને તમે અત્યારે જેને યાદ કરી રહ્યા છો તે તમારો પ્રેમ.

યશ પટેલ

પ્રેમ એટલે…

તેની રજૂઆત કરતા ખચકાવું, વિસ્મયકારક બેચેનીનો અંદાજ-એ-બયાં કરતા ખચકાવું, નવી-નવી મીઠી તકલીફોમાં ઘેરાવું, છતાં તને નિહાળીને હરખાવું, કારકિર્દી અને તારી વચ્ચેની મૂંઝવણમાં મૂંઝાવું, ત્યારે મનના વમળરૂપી વિચારોને અહી રેલાવું, ના-જાણે હું ક્યાં જાઉં છું..?બસ, તારી પ્રીત કેરી રીતને હાલ બિરદાવું છું.

જેનીશ ટેઈલર

‘પ્રેમ’ અઢી અક્ષરનો શબ્દ,

શું છે આ વળી પ્રેમ?

કદાચ કાદવમાં ખીલેલું કમળ,

કે પછી કોઈના નિ:સાસામાંથી સંભળાતા શબ્દનો સુર?

કોઈને ‘ટેમ્પરરી’ થાય તો કોઈને ‘પરમેનન્ટ’

કોઈને મળતો જ નથી કે કોઈને થાય ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’

કોઈને જીવતા શીખવે તો કોઈને મંઝિલ બતાવે,

જે કહો તે પણ ગુલાબની સાથે કાંટા પણ વગાડે,

આવે છે જયારે આની હવા દિલ ને,

લાગે છે ત્યારે ટૂંકા રસ્તા, પતલી હવા ને આવે એમાં જીવવાની મજા.

લાગે ક્યારેક ફીલિંગ-એ-સજા પણ આજ તો છે દોસ્ત, ઈશ્ક-એ-મજા.

પિયુષ કાજાવદરા

પ્રેમ એટલે એકબીજાના વિશ્વાસથી ખીલેલી કોમળ પુષ્પ,

મેળવવા કરતા આપવાની ભાવનાથી ખીલતું આ પુષ્પ.

મિત્રતામાંથી જન્મ લેતી આ પ્રેમ નામની ‘ફીલિંગ’,

પછી આખી લાઈફ ‘નોટ આઉટ’ રહેવાય એવી ‘ઇનિંગ’.

નથી એ પ્રેમ કે જેમાં કોઈને જોઇને થાય એટ્રેક્શન,

છે એ પ્રેમ કે જેના થયા પછી થાય ડીસ્ટરેકશન.

‘આઈ લવ યુ’ એ તો પ્રેમને દર્શાવવાનું એક રૂપ છે,

પણ એની ‘સ્ટ્રેન્થ’ જેટલી જ એની ‘લેન્થ’ હોય છે.

દીપેશ પટેલ

પ્રેમ એ અલગ લાગણી છે જેમાં દરેકને ભીંજાવું ગમે છે. તેની કલ્પના માત્રથી ચહેરા પર અનેરી રોનક પ્રસરી જાય છે અને ક્યારેક એ જ પ્રેમમાં આંખમાંથી આનંદના ઝરા ની માફક આંસુની હેલીઓ આવે છે. એક એવો સંદેશ વ્યવહાર જેમાં એકબીજાની લાગણીઓ ફક્ત આંખો માત્રના ઇશારાથી સમજાય જાય છે. સુકા મમરાની ભેળ જેવી જિંદગી તો બધા જીવે જાણે છે પણ એમાં આમલીની ચટણી વળી મસાલેદાર જિંદગી તો નસીબદારને જ મળે..! આમાં સારા-નરસા દરેક પાસાઓને અદ્ભુત રીતે પરસ્પરની સમજણ અને પ્રેમથી જીવી જાણે છે અને લ્હાવો માણે છે. પ્રેમ એક મંદિર છે તેમાં ભક્તો પોતાની પ્રિયપત્રને ભક્તિ કરીને પામવા ઈચ્છે છે. પ્રેમ એ તો અહેસાસની પરિભાષા છે.

મયંક ડોબરિયા

ટહુકો:-

“હેઅર સ્ટાઈલ જાણે ‘સ્પાઈક’ અને લડકી પણ હોય એકદમ ‘ટાઈટ’, થોડી-થોડી જ્યાં થાય ‘ફાઈટ’ અને ફ્યુચર પણ હોય ત્યાં ‘બ્રાઈટ’, પાણીપુરીની એક સ્પાઈસી ‘બાઈટ’ અને બ્રાઉની પર ‘હોટ આઈસ’, ડીનર હોય ‘કેન્ડલ લાઈટ’ અને તેની ફેસબુક પર હોય ‘સુપર લાઈક’ આજ તો છે મજ્જાની ‘લાઈફ’ જ્યાં પ્રેમ થાય ‘લવ એક ફર્સ્ટ સાઈટ’.”

-કંદર્પ પટેલ

related posts

દિલવાલી દિવાળી (4/5)

દિલવાલી દિવાળી (4/5)

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!