નવા વર્ષ વિષે થોડું નવું…

સામાન્ય રીતે નવા વર્ષને આપણે ખુબ ધામ-ધૂમથી પાશ્ચાત્ય ઢબથી પુરા જોશ સાથે ઉજવીએ છીએ. પરંતુ, ઈ.સ. પૂર્વે (BC) અને ઈ.સ. ને (AD) {ઇસવીસન} કેમ અને કઈ રીતે કહીએ છીએ? ‘બિફોર ક્રાઈસ્ટ’ (ઈસુના જન્મ પહેલા)(BC) અને ‘એન્નો ડોમિની’(ઈસુના જન્મ પછી)(AD). ‘એન્નો ડોમિની’ આ શબ્દ ઇસુ ખ્રિસ્ત માટે મધ્યયુગમાં લેટીન ભાષામાં વપરાયો. જે પછીથી ‘આપણા ઈશ્વર ઇસુના યુગમાં’( In the Year of Our Lord Jesus Christ ) ના વર્ષો માટે ઉપયોગમાં લેવાયો. આજ સુધી ગ્રેગોરિયન અને જુલીયન કેલેન્ડર વૈશ્વિક રીતે પ્રમાણભૂત રહી ચુક્યા છે. જે આજે પણ અનુસરવામાં આવે છે. આ કેલેન્ડરને આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર, પરિવહન અને વ્યાપારી એકીકરણને સંલગ્ન વ્યવહારિક હિતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર અને યુનિવર્સલ પોસ્ટલ યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા માન્યતા મળી.

beautiful-2015-calendar-download-1

બિન-ખ્રિસ્તી લોકો ઈસુના જન્મ પછીના વર્ષને ‘ક્રિશ્ચન, કરંટ, અથવા કોમન એરા’(CE) તરીકે ઓળખાવે છે. ઉપરાંત, ઈ.સ. અને ઈ.સ. પૂર્વે વચ્ચે ની ભેદરેખા વચ્ચે કોઈ ‘૦’ અંકનું વર્ષ હતું જ નહિ તેથી સીધું જ ઈ.સ. ૧ ને ગણવામાં આવે છે. ઉપરાંત કેલેન્ડર શબ્દ લેટીન શબ્દ ‘kalendae’ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ દરેક મહિનાનો પહેલો દિવસ થાય છે.ઉપરાંત, રોમન કેલેન્ડરમાં પણ નવા વર્ષના દિવસ તરીકે ‘૧ જાન્યુઆરી’ ને જ ગણવામાં આવે છે. જુના રોમન કેલેન્ડરમાં ‘નુમા પોમ્પીઅસ’( Numa Pompilius) નામના રાજાનું શાસન ઈ.સ.પૂર્વે ૭૦૦ દરમિયાન હતું અને તેઓ ડિસેમ્બર થી જાન્યુઆરી વચ્ચેના સમયને નવા વર્ષ તરીકે ઉજવવાનું શરુ કર્યું. ચેક રિપબ્લિક, ઇટલી, સ્પેન, યુકે અને યુએસ માં આ દિવસને રાષ્ટ્રીય રાજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. મધ્ય યુગમાં પશ્ચિમી યુરોપીય દેશોમાં આ દિવસ અનેક વાર જુલીયન કેલેન્ડર અનુસાર બદલાતો રહ્યો. તે એક દિવસથી માંડીને અનેક દિવસ સુધી, ૧ માર્ચ, ૨૫ માર્ચ, ૧ સપ્ટેમ્બર, ૨૫ ડિસેમ્બર ના દિવસોએ ઉજવાતો રહ્યો.

તદુપરાંત, ૧ જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ પણ છે. ઈસુના જન્મ પછીનો ૮ મો દિવસ, કે જે દિવસે એમનું નામ રાખવામાં આવ્યું હતું. તેથી પૂર્વીય ઓર્થોડોક્સ ક્રિશ્ચન કેલેન્ડર પ્રમાણે એક પવિત્ર દિવસ ‘૧ જાન્યુઆરી’ હોવાથી તેને ઉજવવાનું નક્કી કર્યું. વિશ્વમાં ક્રિશ્ચન લોકો સૌથી વધુ વસ્તી ધરાવનાર ધર્મ તરીકે ઉભરી આવતી જતી છે. જેથી સર્વસામાન્ય આ રિલિજિયન ધરાવતા દેશો પણ વધુ હોવાથી સૌથી વધુ નવા વર્ષ તરીકે આ દિવસ ઉજવાય છે.

OPEN_365_DAYS_A_YEAR_

‘રોમન રિપબ્લિક’ અને ‘રોમન એમ્પાયર’ના શરૂઆતના વર્ષોમાં ઈ.સ.પૂર્વે ૨૨૨ માં ૧લી મે, ને બંધારણીય રીતે નવા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ જુલિયસ સીઝરના શાસન દરમિયાન ૧લી જાન્યુઆરીને ફરીથી નવા વર્ષના દિવસ તરીકે ‘સિવિલ ન્યુ યર ડે’ તરીકે ઉજવવાનું શરુ કર્યું અને તેના નામ પરથી જે કેલેન્ડર બન્યું એને જ ‘જુલીયન; કેલેન્ડર તરીકે ઓળખવામાં આવ્યું. ઉપરાંત, ખ્રિસ્ત સમાજમાં પણ ઈજીપ્તમાં ઓગસ્ટસ નામનો રાજા હતો ઈસુના સમયકાળ દરમિયાન, ઈજીપ્તમાં. ત્યારે ઈજીપ્તિયન કેલેન્ડર અનુસરવામાં આવતું હતું.

ગ્રેગોરિયન, જુલીયન, ઇસ્લામિક, હિંદુ, પર્શિયન(ઈરાનીયન), સોમાલિયન, ઇસ્ટર્ન, હિબ્રુ, ઈથીઓપિક, સોલાર, લુનાર, બુદ્ધિસ્ત, રાજનૈતિક કેલેન્ડર આજે ઉપયોગમાં લેવાય છે. જેમાં દરેક પ્રાંત, પ્રદેશ, દેશ મુજબ અલગ-અલગ ઢબથી પોત-પોતાના નવા વર્ષની ઉજવણીઓની સાથે સાથે ‘૧ જાન્યુઆરી’ ને પણ નવા વર્ષ તરીકે ગણવામાં આવે છે.

દરેક મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ. ગઈકાલે તમામ સાથી મિત્રો તરફથી મળેલા અભીવાનને ભૂલી નહિ શકું કદી પણ. અને નવા વર્ષ નિમિત્તે ‘શુકન’ નો એક સિક્કો તો ગજવામાં નાખવો જ રહ્યો. એટલે આજથી કર્યા કંકુના શ્રી ગણેશ.

ટહુકો : –

હર્ષિત થવા થોડો આનંદ આપ,

ઉત્સાહ માટે થોડો ઉમંગ આપ,

ઉત્સવ પહેલા થોડો ઉલ્લાસ આપ,

‘સમય’ કહે મને સમય આપ.

related posts

कुछ भूल तो नहीं न रहें?

कुछ भूल तो नहीं न रहें?

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…