‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)
એક અઠવાડિયાથી
બારીની જાળી પર લટકતા
કેટલાક કપડાં,
ખેંચી-ખેંચીને કાઢ્યા તેને
ડૂચાની જેમ બહાર,
જોયું તેની સામે મેં
ગુસ્સાભરી નજરે,
પૂછ્યું મેં તેને
તું શાને બગડે રોજેરોજ?
સામે તેણે માર્યો ઢીક્કો
સીધો મારા નાક પર,
દબાવી કોલર ’ને પકડી પેન્ટ
નાખ્યો ડૂચો ડોલમાં,
પાઉડર નાખી ફીણ બનાવ્યા
’ને કર્યા બધાને ઓલ-ઘોળ,
વાર જોઈ આંટા માર્યા
’ને કપડા મને બોલાવે,
શાંત રાખવા એને
મેં બ્રશ-ધોકે ધોકાવ્યા,
સટ-સટ ઝાટક્યા કપડા મેં
’ને રડે તે સામે જોઈ,
વળ ખાઈને નીચોવ્યા એને
દોરી પર સૂકવ્યા,
જોઈ તેને પાછો ફરતો હતો હું
ત્યાં બોલ્યું એક શર્ટ,
મને પહેરીશ ત્યારે તું
ટીપ-ટોપ બહુ લાગીશ,
કોઈ છોકરી થાય ફિદા જો
ક્રેડિટ તું લઇ લેજે
પણ ભાભી હંમેશા યાદ કરશે
એ પહેલું પહેરેલ શર્ટ.
– કંદર્પ પટેલ
(કપડાં ધોતી વખતે)
(2-2-16. 9:30 PM)
Comments
divendhimmar
?????