હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

જયારે દ્વારકાનો રાજકોષ સમાપ્ત થઇ જશે અને યાદવોને આજ નહિ તો કાલે મથુરાથી ખરાબ જીવન વિતાવવું પડે, તો પછી ઉત્સવ મનાવવામાં તકલીફ કેમ અનુભવું? પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલા ધનનો ઉપયોગ પોતાની આંખો સામે જ કેમ ન કરું? બસ, આ વાત વિચારીને જ હું આવનારી શરદપૂર્ણિમા પર દ્વારકામાં ઉત્સવ રાખવાનું નક્કી કર્યું. મેં આ વખતે ‘મહારાસ’… Continue reading હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

પૃથ્વી અને ધરતી વચ્ચે એક પુસ્તક પડેલું છે. વિચાર્યું કે, આ પુસ્તકમાં અનેક કહાનીઓ હશે. તે દરેક કહાનીઓના અનેક પાત્રો હશે. પરંતુ, તે પુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો માત્ર સંઘર્ષ જ જણાયો. પુસ્તક વાંચતા અમુક વર્ષો થયા. તેમાંથી જેવું વાંચવા મળ્યું તે મારા જીવનનો અરીસો બની રહ્યું. મને ઘણા પાત્રો… Continue reading પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

…કબાટ ખોલ્યું. વિષયવાર ગોઠવેલા પુસ્તકો પરના ફ્લેપ પરના અનેક રંગો ચમકી ઉઠ્યા. વિભિન્ન સાઈઝના પુસ્તકો એકસાથે ગોઠવાયેલા હોવાથી તેની સપાટી આકર્ષક લાગતી હતી. વાંચવાની ઈચ્છા ન થઇ. તેથી ફરી પુસ્તકો તરફ જોઇને કબાટ બંધ કર્યું. ચશ્માં ટેબલ પર મૂકીને કપડા બદલ્યા. હાથપગ ધોઈને નવી સ્ફૂર્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. કાનમાં ઇઅર-પ્લગ્સ લગાવીને સોંગ્સ સાંભળવા બેડ પર… Continue reading ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

રાત્રે અચાનક બે વાગ્યે ફોન વાગ્યો. થોડી વાર વાત થયા પછી… “અચ્છા, એક વાત પૂછું ?” “પૂછો ને !” “કેટલો ?” “બહુ બધો !” થોડી વાર પછી ફોન મૂક્યો. જવાબ નહોતો. કહેવાની નહિ પણ મહેસૂસ કરવાની વ્યાખ્યા. યુ-ટ્યુબ પર નુસરત ફતેહઅલી ખાનના અવાજમાં ઉર્દુ અને ફારસી શબ્દો કાનમાં મધની જેમ રેડાઈ રહ્યા હતા. ખબર નહિ… Continue reading સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

  “મારે તબિયત નહિ, જીંદગી સારી જોઈએ છે.” મરાઠી રંગમંચના જાણીતા નાટકકાર અનિલ બર્વે, કલાકાર નાના પાટેકર અને ડિરેકટર વિજય મહેતાની ત્રિપુટી દ્વારા ભજવાયેલ મરાઠી નાટક ‘હમીદાબાઈ ચી કોઠી’ અદભુત છે. પહેલાના સમયમાં સાંજના સમયે મનોરંજન માટે નૃત્ય – સંગીતના કાર્યક્રમો થતા. ઠેર-ઠેર કોઠીઓ હતી. ઈમાનની કદર હતી અને ગર્વથી આ મોજશોખ થતા. આ તેવા… Continue reading हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. મારા માટે જે વાર્તા કાલ્પનિક હોય તે વિશ્વના કોઈ ખૂણે બેઠેલ અન્ય વ્યક્તિ માટે કદાચ પોતાના જીવનનો ચિતાર પણ હોઈ શકે. એક વાર્તા મળી, કોઈના જીવનની ! શેરડીના રસની લારી… Continue reading ‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!

પ્રશ્ન જવો ટપકે, ‘ગમતી ઋતુ કઈ’ ? એટલે બાળકો જવાબ આપશે ‘ચોમાસું’ અને નીતનવા રોજ પ્રેમના માર્કેટમાં હરાજીમાં બહાર પડતા ‘લવરિયા’ પબ્લિક કહેશે ‘શિયાળો… (વિન્ટર)’. આ પ્રશ્નના જવાબનું કારણમાં આ ઋતુની વધુ પડતી ‘અચ્છાઈ’ નહિ પરંતુ ઉનાળાની ખોબલે-ખોબલે મનમાં ‘પિંગ’ થતી ‘બુરાઈ’ જ હોય. એમાં પણ, મનમાં વિચારે કે કઈ ઋતુ ગમતી હશે? અને ઉનાળાએ… Continue reading ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!

કાર્લ માર્કસના ‘શ્રી ગણેશ’ બાદ સામ્ય(વાદી)ઓની સુપડીમાં વૈજ્ઞાનિક ઢબે સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…!

ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’… Continue reading કાર્લ માર્કસના ‘શ્રી ગણેશ’ બાદ સામ્ય(વાદી)ઓની સુપડીમાં વૈજ્ઞાનિક ઢબે સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…!

‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જોઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે. દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..! કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની… Continue reading ‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?