ડૉ. ડૉકટર દવાખાનાવાલા

(એક્સક્લુઝિવ ફ્રોમ – હોસ્પિટલ @શાસ્ત્રીનગર, ખાતે બનેલ પ્રસંગ) સવારના દસેક વાગ્યે ‘હોસ્પિટલ રિસેપ્શન કાઉન્ટર’ પર કૉલ આવવાના શરુ થયા. જેમને સારવાર લેવાની છે અથવા રિ-ચેકઅપ માટે બોલાવ્યા છે તેવા પેશન્ટ્સ આવવા લાગ્યા. તેમના હાથમાં રહેલી થેલીની અંદરની કન્સલ્ટ ફાઈલમાં ડૉકટર સાહેબનો સમય ‘સવારના ૧૦:૦૦ થી બપોરના ૧:૩૦ સુધી’ લખેલો છે. ‘વેઈટિંગ એરિયા’માં બેસવાની સૂચના મળે… Continue reading ડૉ. ડૉકટર દવાખાનાવાલા

ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી

નાની ટેણકી હાથમાં ખંજરીનું રમકડું લઈને ઘોડિયામાં રમતી હતી. ત્યારે નહોતી ખબર કે એ, દીદુડી છે. નર્સરીમાં ભણતો ભઈલો તે રમકડું લઈને ભાગ્યો. ત્યારે એ માત્ર રડી. મમ્મી ભઈલાને વઢી. તે રમકડું ફરી ઘોડિયામાં પહોંચ્યું. ટેણકી મોટા ભાઈની આંગળી પકડીને સ્કૂલે જવા લાગી. રોજ ઘરે આવીને બંને ઝઘડો કરે. “મમ્મી, આને કંઇક કે ને !… Continue reading ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી

સુરત એટલે ‘હુરત’

1. સ્ટેશન (હમ્મારું ‘ટેસન’) – ટ્રેન પેલ્લે માળે એન્ટ્રી કરે એમ કે…! ‘ને જેવી એન્ટ્રી મારે ટે દોડ-બે કિલોના ઉંદર થાય રાજી – રાજજી, આવે જ તો ઓનલાઈન તાજી ભાજી. – ચાર જ પ્લેટફોર્મ : પેલ્લું ને તીજું અમ્દાવાડ ‘ને બીજ્જુ-ચોથું બોમ્બે. – રિક્સાવાડા ને ઉભા રેહવા જગા હો ની મલ્લે, બા’ર ઉભા રઈ’ને જ… Continue reading સુરત એટલે ‘હુરત’

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

પૃથ્વી અને ધરતી વચ્ચે એક પુસ્તક પડેલું છે. વિચાર્યું કે, આ પુસ્તકમાં અનેક કહાનીઓ હશે. તે દરેક કહાનીઓના અનેક પાત્રો હશે. પરંતુ, તે પુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો માત્ર સંઘર્ષ જ જણાયો. પુસ્તક વાંચતા અમુક વર્ષો થયા. તેમાંથી જેવું વાંચવા મળ્યું તે મારા જીવનનો અરીસો બની રહ્યું. મને ઘણા પાત્રો… Continue reading પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

…કબાટ ખોલ્યું. વિષયવાર ગોઠવેલા પુસ્તકો પરના ફ્લેપ પરના અનેક રંગો ચમકી ઉઠ્યા. વિભિન્ન સાઈઝના પુસ્તકો એકસાથે ગોઠવાયેલા હોવાથી તેની સપાટી આકર્ષક લાગતી હતી. વાંચવાની ઈચ્છા ન થઇ. તેથી ફરી પુસ્તકો તરફ જોઇને કબાટ બંધ કર્યું. ચશ્માં ટેબલ પર મૂકીને કપડા બદલ્યા. હાથપગ ધોઈને નવી સ્ફૂર્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. કાનમાં ઇઅર-પ્લગ્સ લગાવીને સોંગ્સ સાંભળવા બેડ પર… Continue reading ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

ઘોર ખોદણી !

સ્થિતિ : ઘરે પ્રસંગ છે. પ્રવૃત્તિ : ઘોર ખોદણી સહનશક્તિ : સોડાની બોટલના ગેસ જેટલી એક વડીલ જમીને સોફા પર બેઠા છે. તેઓ કુટુંબમાં માન-મોભો-રૂતબો ધરાવે છે. કારણ કે, તેમનું જીવન વેલ-સેટ છે. અથવા તો, તેઓ પોતાની ક્ષતિઓ કે પોતાના ઘરનાં નકારાત્મક પાસાને પોતાના ઘરમાં જ દાબી દેવા સમર્થ છે. ઘરમાં આવતી કાલે એક પ્રસંગ… Continue reading ઘોર ખોદણી !

સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

રાત્રે અચાનક બે વાગ્યે ફોન વાગ્યો. થોડી વાર વાત થયા પછી… “અચ્છા, એક વાત પૂછું ?” “પૂછો ને !” “કેટલો ?” “બહુ બધો !” થોડી વાર પછી ફોન મૂક્યો. જવાબ નહોતો. કહેવાની નહિ પણ મહેસૂસ કરવાની વ્યાખ્યા. યુ-ટ્યુબ પર નુસરત ફતેહઅલી ખાનના અવાજમાં ઉર્દુ અને ફારસી શબ્દો કાનમાં મધની જેમ રેડાઈ રહ્યા હતા. ખબર નહિ… Continue reading સાંસો કિ માલા પે સિમરૂ મેં પી કા નામ – (મીરાંબાઈ)

“મેઘદૂત” -કાલિદાસ

સંસ્કૃત સાહિત્યની રસયમુનાને કાંઠે શોભતા વૃક્ષની ઉપમા મહાકવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ’ને આપી શકાય અને ત્યાં નૃત્ય કરતા મયૂરનું સ્થાન ‘મેઘદૂત’ શોભાવે છે તેમ કહી શકાય. ‘કાવ્યમાં શ્રેષ્ઠ’ એવું મેઘદૂત ભારતવર્ષની સંવેદનાની સફર ખેડાવવા મજબૂર કરી મૂકે છે. શૃંગારની ચરમસીમા ધરાવતું ખંડકાવ્ય એટલે મેઘદૂત. વાક્યના શબ્દે-શબ્દે ચોમેર શૃંગારરસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે. ‘સાવન’ અને… Continue reading “મેઘદૂત” -કાલિદાસ

हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

  “મારે તબિયત નહિ, જીંદગી સારી જોઈએ છે.” મરાઠી રંગમંચના જાણીતા નાટકકાર અનિલ બર્વે, કલાકાર નાના પાટેકર અને ડિરેકટર વિજય મહેતાની ત્રિપુટી દ્વારા ભજવાયેલ મરાઠી નાટક ‘હમીદાબાઈ ચી કોઠી’ અદભુત છે. પહેલાના સમયમાં સાંજના સમયે મનોરંજન માટે નૃત્ય – સંગીતના કાર્યક્રમો થતા. ઠેર-ઠેર કોઠીઓ હતી. ઈમાનની કદર હતી અને ગર્વથી આ મોજશોખ થતા. આ તેવા… Continue reading हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

બૂટપાલિસ…! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ !

મૂળે હું સૌરાષ્ટિયન. જન્મ અને સમજણથી સુરતી. કર્મક્ષેત્ર મારું અમદાવાદ. વાત જાણે એમ છે કે, આ ત્રણ પ્રદેશોના ‘ટ્રાયો’માં હું બરાબર સચવાયો છું. ગળથુથીમાં કાઠિયાવાડના શબ્દો મળ્યા. જે જન્મતાંની સાથે પ્રિ-ઇન્સ્ટોલ જ હતા. જન્મીને આજુબાજુ જોયું, ટો મન્ને હુરટી મોજ કરટો મઈલો જે કે ! ટો એમનું પન થોરું-થોરું હમ્મારામાં ઇન્સ્ટોલ થિયું એમ કે !… Continue reading બૂટપાલિસ…! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ !