ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે

એવું થયું જે અચાનક રાણીઓને શું વાત સૂઝી કે તેમણે ‘રાધા-કૃષ્ણ’ રમવાની ઈચ્છા પ્રગટ કરી. હવે આ કેવી રમત થઇ? ખબર નહિ તેમને રમત રમવાની ઈચ્છા હતી કે મને તેમની નાદાની પર હસવાની? મને તો સમજમાં નહોતું આવી રહ્યું કે આ શરારતી સૂચન કોના મનની ઊપજ છે? કદાચ આ સૂચન ‘ભદ્રા’નું હતું. મેં તો સાંભળીને જ ખેલનો જોરદાર વિરોધ કર્યો. આ તે કોઈ રમત થઇ? અરે, હું તમારો પતિ છું કોઇ રમકડું નહિ. પરંતુ બધા જ એક થઇ જાય તો મારી શું વિસાત? છેવટે બધી રાણીઓની મિલીભગતને લીધે ચૂપચાપ વૃંદાવનના ગોવાળનો વેશ પહેરીને બેસી ગયો. એ તો ઠીક પરંતુ, દરેક રાણીઓ મારો શૃંગાર કરવામાં લાગી ગઈ. જોતજોતામાં જ આ પંચાવન વર્ષના દ્વારકાધીશને રાણીઓએ એક રમકડું બનાવીને મૂકી દીધું. જેને જેવું મન થાય તેવો શૃંગાર કરતી. ન તો પતિની ઈજ્જત વધી હતી કે ન કોઈ શાનની ફિકર ! મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ સ્વયં પર નિયંત્રણ રાખીને ચુપચાપ સહન કરી લેતો હતો. વાત તો સાચી હતી. માં યશોદા અને રાધા પણ મને આવી જ રીતે સજાવ્યા કરતી હતી. અને જયારે રાધા-કૃષ્ણ રમી રહ્યા છીએ તો સજાવવા તો પડે જ ને ! પરંતુ, એ સમયે બાળક હતો છતાં મને શૃંગાર જેવી બાબતોથી દૂર રહેવું પસંદ હતું. તો આ સમયે મારા શું હાલ થયા હશે એ તમે સમજી શકો છો. ત્યારે બાળક હતો એટલે મજબૂર હતો. અને આ સમય, આઠ-આઠ લગ્ન કરીને તેને ભોગવી રહ્યો હતો. એક-બે હોતે તો હું તેમને ના પણ કહી શું, જયારે આ તો આઠ-આઠ રાણીઓની સંયુક્ત ટોળી છે જેનાથી બચવું મુશ્કેલ હતું. હું ગુસ્સો કરું કે ગમે તે કરું, તેમને ક્યાં કઈ પડી હતી? અહી તો તેઓ મારો શૃંગાર કરવામાં જ વ્યસ્ત હતી. શૃંગાર કર્યા પછી મારા વાંકડિયા વાળમાં આઠ-આઠ મોરપિચ્છ લગાવી દીધા. હું વિરોધ કરતો રહી ગયો કે એ સમયે એ સમયે હું એક જ મોરપિચ્છ લગાવતો હતો. પરંતુ, આજે દરેક શરારત એવી હતી કે તેઓ કોઈ મારી વાતો સાંભળી જ નહોતી રહી. મારી આટલી ખરાબ હાલત તો જયારે મને જરાસંઘ કેદ કરી લેત તો પણ ના હોત. છેવટે હું કંટાળી ગયો. આ તો હદ થઇ ગઈ. બસ, મેં હિંમત કરીને વિરોધ દર્શાવ્યો. મારા વિરોધ કરવાથી રુક્મિણી જોરથી બોલી, ‘આવો પણ શું પક્ષપાત સ્વામી ! એક રાધાનું એક મોરપિચ્છ તો આઠ રાણીઓના આઠ.’
રુક્મિણીનો તર્ક એટલો સ્પષ્ટ હતો કે હું ચૂપ થઇ ગયો. સારો એવો સોનાનો મુગટ ઉતારીને મોરપિચ્છનો મુગટ લગાવી દીધો હતો. કલાકોની નાટકબાજી પછી મારો શૃંગાર પૂર્ણ થયો. શૃંગાર પૂરો થયા પછી વારંવાર મને દર્પણમાં ચહેરો જોવાની વિનંતીઓ થવા લાગી. હું એટલો ગભરાઈ ગયો હતો કે મારો ચહેરો જ દર્પણમાં જોવા પહેલા ડરી રહ્યો હતો. હું દર્પણમાં જોઉં કે ન જોઉં, તેમને દરેકને તો મારો ચહેરો સ્પષ્ટ દેખાઈ જ રહ્યો હતો. જોતજોતામાં જ દરેક રાણીઓમાં મારા ચરિત્રને લઈને કટાક્ષ કરવાની હોડ મચી ગઈ. આ તો હદ થઇ ગઈ, ‘ચહેરો મારો, શૃંગાર તારો. જીવન મારું, વર્ણન તારું’. માત્ર મારી મજબૂરીનો ફાયદો જ નહોતો ઉઠાવાઈ રહ્યો, પરંતુ મારી ધીરજની પણ પરીક્ષા લેવાઈ રહી હતી. હું એ સમજીને ચૂપ હતો કે અ નાટક હમણાં થોડી વારમાં પૂરું થઇ જશે, પરંતુ વાત રોકાવાનું નામ જ નહોતી લઇ રહી. અચાનક રુક્મિણી ઘાઘરા ચોળી પહેરીને આવી. મારી તો બુદ્ધિ જ ચક્કર ખાઈ ગઈ. હું તેનું સ્વરૂપ જોતો જ રહી ગયો. આજે તો મારું અસ્તિત્વ જ મને દગો આપી ગયું. હું હજુ વાત સમજી શકું ત્યાં જ અન્ય રાણીઓ પણ ઘાઘરા-ચોલીમાં પ્રસ્તુત થઇ. મારી કોઈ પણ વાતમાં દમ નહોતો રહ્યો. છતાં જે ચાલી રહ્યું હતું એ ઠીક નહોતું. હું કઈ વિરોધ કરું એ પહેલા જ રુક્મિણી બોલી, ‘અમે દરેક તમારી રાધા બનીને આવ્યા છીએ, અમને મોરલી નહિ સંભળાવો? અમારી સાથે રાસ નહિ રમો? રમશો જ, કેમ નહિ રમો? ગુસ્સો તો એટલો આવી રહ્યો હતો કે શું કહું? પરંતુ, આજે જીવનમાં પહેલી વખત પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ હતી. મારતો વ્યક્તિ શું ન કરે, એવું સમજીને આ શૃંગારના કંટાળાની વિરુદ્ધ જઈને રસ રમવા માટે તૈયાર થઇ ગયો. પરંતુ, આ શું? દરેકનું કહેવું હતું કે કૃષ્ણ-રાધાનો રાસ કોઈ મહેલમાં થોડો રચાવો જોઈએ? આ તો ખુલ્લા પ્રાંગણમાં રમાવો જોઈએ. આ વખતે હું ફસાયો અને બહુ ખરાબ રીતે ફસાયો. કોઈ પૂરી દ્વારકામાં ‘કૃષ્ણ-હંસાઈ’ થોડ કરવાની હતી? આ પૂરા ખેલમાં પહેલી વાર તેમને દરેકને મારી જીદ સામે ઝૂકવું પડ્યું. મેં વાંસળી પણ સંભળાવી અને રાસ પણ રમ્યો. પરંતુ મહેલમાં જ ! છેવટે દરેક સારા-નરસા સમયની જેમ આ સમય પણ વાંસળી વગાડતા અને રાસ રમવામાં જ નીકળી ગયો. હવે આ રાધા-કૃષ્ણની રમત પૂરી થઇ કે નહિ? જેવી મેં શૃંગાર ધોઈને વસ્ત્રો બદલાવવાની માંગ કરી તો તરત જ રાધાનું નામ લઈને તેઓ મને ચીડવવા લાગી. તેઓ કહેવા લાગી કે, આ જ વસ્ત્રો અને શૃંગાર સાથે તમારે સુઈ જવાનું છે. એવું કહીને મને નીચે બેસાડી દીધો. હવે જે કૃષ્ણ એક રાધાને નહોતો સંભાળી શક્યો એ આઠ-આઠ રાધાઓને કેવી રીતે સંભાળી શકે? રાધાનું નામ લઈને દરેક રાણીઓને મને ઠપકો આપ્યો હતો. તેણે જીવનભરની પોતાની કડવાશ બહાર કાઢી નાખી હતી. છેવટે તેઓ રાધા હતી અને હું એક નાનો કૃષ્ણ. મારે તો સાંભળવાનું જ હતું. વિચારવાલાયક વાત એ હતી કે આઠ-આઠ મોરપિચ્છ લગાવીને કોણ સુઈ શકે? સૂતા સમયે મારી કમરમાં ખોસેલી વાંસળી પણ ન કાઢવા દીધી. આ રાત્રિની મુશ્કેલી મારા માટે વધી ગઈ. મારા આ અનુભવને કેવી રીતે કહું? સારો કે દુઃખભર્યો? ભલે ગમે તેન કહીએ, પરંતુ આજે તેમાં કોઈ શંકા નહોતી કે તે સમય મારા જીવનના સૌથી યાદગાર પળ બની ગયો હતો. ખાસ કરીને, રાણીઓને હસતી જોઇને હું ખુશ હતો.

related posts

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું  છીંડું…!

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !